Abtak Media Google News

વર્તમાન જીવન શૈલીથી ડાયાબિટીસ, કેન્સર, બીપી, માનસિક તનાવના રોગો, વૃધ્ધિ: ડો. રણદીપ ગુલેરીયા

ભારતના ભાવિ નાગરિકોમાં રાષ્ટ્રીયતાના સંસ્કાર સિચીત કરવાના શુભાશયથી સ્વામી ધર્મબંધુજી દ્વારા આયોજીત ૨૨મી રાષ્ટ્રકથાના છઠ્ઠા દિવસે સફળતાપૂર્વ સંપન્ન થઈ હતી આજે વિભિન્ન ક્ષેત્રોનાં મહાનુભાવોનાં પ્રવચનોનો લાભ ૧૧ હજાર શિબિરાર્થી ભાઈ બહેનોએ લીધો હતો, જેમાં હૈદરાબાદથી સીસીએમબીનાં વરિષ્ઠ વૈજ્ઞાનિક, ડો. રાકેશ મિશ્રા, ભારત સરકારનાલો એન્ડ જસ્ટીસ વિભાગના જોઈન્ટ સેક્રેટરી જી.આર. રાઘવેન્દ્ર, નવી દિલ્હી એઈમ્સના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરીયા, નેવીના કોમોડર અજય ઢીંઢોલે તેમજ કોમોડર એમ. ગોવર્ધન, આર્મીના મેજર સહર્ષ શરન અને ડોગરા રેજીમેન્ટના બ્રિગેડીયર જ્ઞાનોદયનો સમાવેશ થાય છે.

Dharmbandhuji

પ્રવચન સત્રના આરંભે સ્વામી ધર્મબંધુજીએ આપ ઘરમાં જે ધર્મગ્રંથમાં આસ્થા ધરાવો તેને વાંચો, અનુસરો પરંતુ ઘર બહાર કદમ મૂકતા જ સંવિધાનના આદર્શો અનુસરવાથી સાંપ્રદાયિક જાતિગત હિંસાનું નિર્મુલન થઈ જશે. કોઈના અધિકારોનું હનન થશે નહી તેમ જણાવી સંવિધાનનો આદર કરવા જણાવેલ.

Grraghvendra 1

લો એન્ડ જસ્ટીસ વિભાગના કેન્દ્રીય જોઈન્ટ સેક્રેટરી જી.આર. રાઘવેન્દ્રએ વિશ્ર્વના સૌથી મોટા લોક તંત્ર ધરાવતા ભારત દેશનો પ્રાણ સંવિધાન છે.સંવિધાન રાષ્ટ્રના વિવિધ ધર્મ જાતિ પ્રદેશના જનસમુહને એક સૂત્રતાથી સાંકળતો જીવંત સામાજીક દસ્તાવેજ છે. આમ છતા તેને સમયને અનુરૂપ પરિવર્તન કરવાની જોગવાઈ આપેલી છે.

રાઘવેન્દ્રએ એ માન્યતા ખંડન કર્યું હતુ કે, આપણું સંવિધાન વિદેશના સંવિધાનની નકલ છે. તેમણે સંવિધાન ઘડતરની મુસદા સમિતિના અધ્યક્ષ ડો.બી.આર. આંબેડકર સહિત રાષ્ટ્રભરનાં કાયદાના અભ્યાસુઓએ યુકે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, રશિયાના સંવિધાનમાંથી સારી બાબતો લીધી છે. પરંતુ મૂળભૂત પણે સંવિધાન ભારતની પ્રાચીન સભ્યતા આધારીત છે. આપણે ત્યાં ઈ.સ.પૂર્વે ૬૦૦ વર્ષમાં ગણતંત્ર ધરાવતા રાજયો હતા, તેને આધારરૂપ રાખીને જ સંવિધાનના શાસન, પ્રશાસન અને કાયદાને સ્વતંત્ર વિભાગોમાં વહેંચેલ છે. શ્રી રાઘવેન્દ્રએ સંવિધાન દ્વારા પ્રાપ્ત મૂળભૂત અધિકારો, મૂળભૂત ફરજો અને પ્રત્યેક વ્યકિતના માનવાધિકારોના રક્ષણની છણાવટ કરી હતી. વિશેષમાં આમુખ દર્શાવ્યા અનુસાર પ્રત્યેક નાગરિકે રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરવા અનુરોધ કરેલ.

શિબિરાર્થીઓનાં અનેક પ્રશ્ર્નોના સંતોષકારક ઉતર આપતા રાઘવેન્દ્રજીએ હવે વધતી ગુનાખોરીના ઝડપી ન્યાય માટે ૧૦૨૦ ફાસ્ટટ્રેક કોર્ટ શરૂ કરવા રાજયોને ૬૦% ભંડોળ ફાળવી આપવામા આવેલ છે, જે પૈકી ૭૯૦ કોર્ટ શરૂ થઈ ચૂકી છે. એન.આર.સી. વિશેની ખોટી માન્યતા વિશે જણાવેલ કે તેમાં અહી સ્થાયી લઘુમતી નાગરિકોને દેશવટો કરવાની કોઈ વાત નથી.

Dr.rakesh Mishra

હૈદરાબાદ સ્થિત વૈજ્ઞાનિક સંસ્થા સીસીએમબીના વરિષ્ઠ ડો. રાકેશ મિશ્રાએ સેન્ટર ફોર સેલ્યુલર માઈક્રો બાયોલોજીના કાર્યો વિશેની જાણકારી આપતા જણાવેલ કે, સમયને અનુરૂપ જનસમુહના આરોગ્ય જાળવણીથી માંડીને ગુન્હાખોરી નિવારણમાં સહાયરૂપ વિવિધ કામગીરી કરવામાં આવે છે.

આપણા રાષ્ટ્રમાં કુપોષણ એ મોટી સમસ્યા છે. જે નિવારવા કૃષિ અને ફળના બિયારણને પોષણક્ષમ બની શકે તેવો જેનેટીક ડિઝાઈન બનાવાય છે. વધુમાં માંસના વિકલ્પ રૂપ પ્રોટીસ યુકત આહાર મળે તે દિશામાં પણ કાર્ય થઈ રહ્યું છે. જેનાથી પર્યાવરણને પણ સહાયરૂપ થવાશે. આવનાર ૫-૬ વર્ષમાં દવા ટેબલેટનું સ્વરૂપ જ બદલાઈ જશે. અને ઓછી આડ અસર રૂપ બાયો મેડીસન મળતી થશે. રાષ્ટ્રમાં જેનેટીસ ડીસીઝ ધરાવતા ૭ કરોડ લોકોનો કોઈ ઉપચાર નથી. આથી ગર્ભાધાન દરમિયાન જ તેનો યોગ્ય ઉપચાર થાય તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. હેલ્થકેર ઈન્ડસ્ટ્રીઝમાં ખૂબ તકો છે.

વધુમાં સામાન્ય ફીંગર પ્રિન્ટના બદલે ડીએનએ ફીંગર પ્રિન્ટના કાર્યને સફળતા મળી રહી છે. અને કોર્ટ પણ તેને પૂરાવા રૂપ માન્ય કરેલ છે.

છેલ્લે શિબિરાર્થીઓને આત્મ ગૌરવરૂપ થાય તેવો જીવનનો રાહ કંડારવા નૈતિક મૂલ્યો અનુસરવા જણાવેલ.

Mejor Sharan

નેવીના કોમોડર અજય ઢીંઢોલે તેમજ કોમોડર એમ.ગોવર્ધન દ્વારા શિબિરાર્થીઓને નેવીના કાર્યો તેમજ વિવિધ કામગીરી અને તેમાં કારકીર્દી ઘડતર અંગે પીપીટીથી માર્ગદર્શન આપ્યું હતુ.

વધુમાં કોમોડર ઢીંઢોલેએ સાડાસાત હજાર કિમી દરિયાઈ સીમા ધરાવતા ભારત ભારતની સામૂહિક સુરક્ષા માટે નૌકાદળ ચાર રીતે કાર્યરત છે. પાણી ઉપર જહાજ દ્વારા પાણક્ષ નીચે સબમરીન દ્વારા, જહાજ પરથી ઉડ્ડયન ભીને અવકાશથી અને નૌ સેનાના પોતાના સેટેલાઈટ દ્વારા.

નૌસેનાનું કાર્ય માત્ર યુધ્ધ પુરતુ જ નથી. ભારતની આયાત-નિકાસના ૯૦% માલ પરિવહન સમુદ્રના રસ્તે થતું હોય તેની સુરક્ષા અને તટીય સુરક્ષાએ પણ તેની રોજીંદી કામગીરીનો ભાગ છે.

Dr.randip Guleriya

નવીદિલ્હી સ્થિત એઈમ્સના ડાયરેકટર ડો. રણદીપ ગુલેરીયાએ છેલ્લા દોઢ દાયકામાં ડાયાબીટીસ, મેદસ્વીતા, કેન્સર,બીપી તેમજ માનસિક તણાવગ્રસ્ત રોગો માટે લોકોની વર્તમાન જીવનશૈલી, ખાન-પાન, કસરતનો અભાવ વિગેરેને જવાબદાર ગણાવ્યા હતા. લોકોએ મોબાઈલ, ટીવીના ઉપયોગનો અતિરેક કરીદીધો છે. જયારે નિયમિત આહાર, સમયસર સુવુ, જાગવું, નિયમિત યોગ, મેદાની રમતોને તિલાંજલી આપી દીધી છે. જેને પૂન: રોજીંદા જીવનમાં સ્થાન આપવાથી આરોગ્ય નિરામય રહેશે.

વધુમાં એઈમ્સમાં જાતિ ધર્મ વિગેરેથી ઉપર ઉઠીને રોજીંદા ૧૫૦૦૦ જેટલા દર્દીઓને એક સમાન સારવાર આપવામાં આવે છે,તેમ જણાવી શિબિરાર્થીઓને અભ્યાસનો ઉદેશ માત્ર પૈસા અને વિલાસભર્યા જીવન ના હોવા જોઈએ ડોકટર થઈને લોકોને રોજ, પીડા દર્દથી મૂકત કરવાથી જે સુખની અનૂભુતિ થાય છે તે અપાર ધન વૈભવથી પણ મળતા નથી. માટે અભ્યાસનો ઉદેશ સારા માનવી બનવાનો, રાષ્ટ્ર માટે પોતાના યોગદાન આપવાની શીખ તેમણે આપી હતી. ડો. ગુલેરીયાએ આરોગ્ય ક્ષેત્ર ભારતમાં ઘણું સારૂ કામ થઈ રહ્યાનું જણાવેલ મેલેરીયા, પોલિયો વિગેરે નામશેષ થયેલ છે. હવે ટેલી હેલ્થમાં પણ આગળ વદી રહ્યા છીએ અને દૂર રહેલ દર્દીને ટેલીહેલ્થથક્ષ ફેફસા, હૃદયરોગ વિગેરેની સારવાર આપવામાં આવે છે.

Brigediyar Gyonaoday

ડોગરા રેજીમેન્ટના નિવૃત બ્રિગેડીયર જ્ઞાનોદયએ શિબિરાર્થીઓને ડો. કલામના સંદેશાને અનુસાર સ્વપ્નો જોવા અને તેને સાકાર કરવા ઉધમી બનવા અનુરોધ કરેલ.

છ વર્ષ પૂર્વે જ એનડીએ પાસ કરીને પ્રમોશનથી મેજર બનેલ યુવાન મેજર સહર્ષ શરનએ સફળતા માટે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તેમ જણાવાત કહ્યું કે તમે પસંદ કરેલા કાર્યને પ્રેમ કરો, તેને સિધ્ધ કરવા તમારી અંદર ઝનૂન પેદા કરો અને સખ્ત પરિશ્રમ કરો, સફળતા તમારા કદમો ચૂમશે. વધુમાં તેમણે અન્ય શિબિરાર્થીને મળતા તેમના પ્રદેશની વિશેષતાઓ, શિક્ષણ કારકીર્દીની માહિતી અરસ, પરસ જાણવા અનુરોધ કર્યો હતો. આજે એનડીઆરએફ અને સીઆરપીએફના જવાનોનું શાલથી બહુમાન કરાયું હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.