Abtak Media Google News

પ્રદેશ યુવાઓને શારિરિક અને માનસિક ફિટ રાખવાનો નવતર પ્રયાસ: બોક્સિગં ઓલમ્પિયન અને અર્જુન એવોર્ડ વિનર મનોજ પીગડના માર્ગદર્શનમાં ટ્રેનીંગ અપાશે.

સેલવાસ શહેરના આદિવાસી ભવનમાં નવશક્તિ મહિલા સંગઠનના સંસ્થાપિકા શ્રીમતિ કલાબેન ડેલકર મુખ્ય અતિથી અને અભિનવ ડેલકર અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહી ૩૬૦ ડીગ્રી ફિટનેસ કિક બોક્સિંગ એકેડેમીનો શુભારંભ કરાવ્યો છે.

Advertisement

પ્રદેશના યુવાઓને શારીરિક અને માનસિક રીતે ફિટ રાખવાના ઉદ્દેશ્ય અને કોઈ ખેલાડી રાષ્ટ્રીય સ્તરે આગળ વધે તેવા લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવેલ આ એકેડેમીમાં અનેક પ્રકારના વર્કઆઉટ જેવા કે, કિક બોક્સિંગ, બોક્સિંગ, ક્રોસ ટ્રેનિંગ, મિક્સ માર્શલ આર્ટ, કરાટે, એથ્લેટીક્સ વર્કઆઉટ, કેલેસ્થેનિક વર્કઆઉટ જેવી કસરતો શીખવાડવામાં આવશે.આ પ્રમાણેની કસરતોથી યુવાનોને અનેક ફાયદાઓ થાય છે.

ખાસ કરીને વજન ઘટાડવા, કેલેરી બાર્નિંગ, બોડીના પરફોર્મન્સમાં વધારો કરવા માટે કોર સ્ટ્રેન્થનીંગ , શરીરને લચકીલું બનાવવા માટે ફલેક્સિબલિટી વર્ક,હૃદય અને ફેફસાંને મજબૂત બનાવવા માટે કાર્ડિઓ વાસ્કૂલર સ્ટ્રેન્થ, સાંધા અને મસલ્સને મજબૂત કરવા માટે મસલ્સ સ્ટ્રેનથનિંગ જેવી કસરતો શીખવાડવામાં આવશે.આ એકેડેમીમાં મુંબઇમાં રાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓને ટ્રેનિંગ આપનાર અને ડી.વાય.પાટિલ સ્પોર્ટ્સ એકેડેમી નવી મુંબઇના કોચ રોહિત લોખંડે ટ્રેનિંગ વર્કઆઉટ કરાવશે.

અને તેનું સંપૂર્ણ સંચાલન બોક્સિંગ ઓલમ્પિયન અને અર્જુન એવોર્ડ વિનર તથા ઇન્ડિયન ઓલમ્પિક સિલેક્શન કમિટી- બોક્સિંગના સભ્ય મનોજ પીંગડેના માર્ગદર્શન અને દિશાનિર્દેશ હેઠળ કરાશે એકેડેમીના સંચાલકો વિક્રમ રાજપુરોહિત અને અમિત પટેલે દાદરા નગર હવેલી ફિટનેસના ક્ષેત્રમાં નવું હબ બનવા તરફ જઇ રહેલ છે આ દિશામાં આજે તેની શરૂઆત કરવામાં આવી હોવાની લાગણી વ્યક્ત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.