રાજુલામાં કોંગ્રેસના ઉમેદવાર અંબરીશભાઈ ડેર દ્વારા ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર

rajula | amreli | gujarat news
rajula | amreli | gujarat news

તમામ વર્ગના મતદારો દ્વારા જોરદાર સમર્થન

રાજુલા વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ પ્રમુખ એવા અંબરીશભાઈ ડેર દ્વારા આજરોજ સવારથી જ પ્રચારના શ્રી ગણેશ રાજુલાના વેપારી ભાઈઓની દરેક દુકાનો પર જઈ શુભેચ્છા મેળવી અને પ્રચંડ આવકાર મેળવેલ છે. ૯૮-રાજુલા વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા એક મજબુત ઉમેદવારને મેદાને ઉતારવામાં આવતા લોકોમાં કોંગ્રેસ પ્રત્યેનું વાતાવરણ સારું જોવા મળેલ હતું અને લોકો દ્વારા અંબરીશભાઈ ડેરને ખુબ જ ઉમળકાભેર આવકાર આપવામાં આવેલ છે અને ઠેર-ઠેર અંબરીશભાઈ ડેર તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ ના નારા લગાવવામાં આવેલ હતા.

અંબરીશભાઈ ડેર રાજુલા નગરપાલિકાના પ્રમુખ તરીકે રહેલ ત્યારે ખૂબ પ્રશંસનીય કામગીરી કરેલ હોય લોકોમાં ખુબ લોકપ્રિય છે. જેથી લોકો દ્વારા સારો આવકાર આપેલ હતો. આ પ્રચાર કાર્મમાં અંબરીશભાઈ ડેરની સાથે ગત વિધાનસભાના ઉમેદવાર અને કોંગ્રેસ અગ્રણી બાબુભાઈ રામ, કોંગ્રેસ પ્રદેશ ડેલીગેટ બાબુભાઈ જાલંધરા, દિપકભાઈ જાલંધરા, છત્રજીતભાઈ ધાખડા, નારણભાઇ વાળા, અ‚ણ મકવાણા, ભરત સાવલીયા, અબ્દુલ સેલોત, કરશનભાઈ કલસરીયા (તાલુકા વિરોધ પક્ષના નેતા), ભરતભાઈ જીંજાળા, રાજુભાઈ કલસરીયા, વિરાટ મહેતા, દિપક ત્રિવેદી સહિતના તમામ સમાજના આગેવાનો કાર્યકરો, સંગઠનના યુવાનો જોડાયેલ હતા.