Abtak Media Google News

કેસોમાં બિનજરૂરી ધરપકડ ટાળીને પોલીસ સહિતના તંત્રોને કરવી પડતી કાયદાકીય પ્રક્રિયા હળવી થાય તે માટે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચૂકાદો

ભારતના વર્તમાન કાયદાઓ મુજબ કોઇપણ આરોપસર આરોપી સામે એફઆઇઆર ફાટે એટલે તેની ધરપકડ કરવી પડે છે. આરોપીએ આવા કેસમાં આઇપીસીની કલમ ૪૩૮ હેઠળ આગોતરા જામીન મેળવ્યા હોય તો પણ તેમને જેમાં તેની સામે ગુન્હો નોંધાયો હોય તે પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડે છે. કોર્ટના આગોતરા જામીન સાથે હાજર થયેલા આરોપીને પોલીસ તંત્રએા કાગળો પરથી કાર્યવાહી કરીને ધરપકડ બતાવવી પડે છે. જે બાદ કોર્ટના આદેશ મુજબ છોડી દેવામાં આવે છે. ઘણી વખત કોર્ટે આગોતરા જામીન જે શરતો પર આપ્યા હોય તો તેનો આરોપી ભંગ કરવાના મુદ્દા પર પોલીસ સ્ટાફ તેની ધરપકડ કરી શકે છે. આમ, આગોતરા જામીન મેળવ્યા બાદ પણ આરોપીને પોલીસ સ્ટેશનમાંથી કાયદાકીય કાર્યવાહી માટે જવુ પડે છે. ઉપરોકત પોલીસ અને કોર્ટના વહીવટી તંત્રને કાગળો પરની લાબી કાર્યવાહી કરવી પડે છે. જેથી આ મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વ પુર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં ‘આગોતરા જામીન’ કેસ પૂર્ણ થાય ત્યાં સુધી પણ આપી શકાય છે તેવું સ્પષ્ટ કર્યુ છે.

7537D2F3 16

ગઈકાલે સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે, આગોતરા જામીન માટે કોઈ સમય મર્યાદા નિશ્ર્ચિત ન થઈ શકે. સુપ્રીમ કોર્ટના ૫ જજની બંધારણ પીઠ દ્વારા આગોતરા જામીન પર ચુકાદો આપતા સ્પષ્ટતા કરવામાં આવી કે અનેક કેસમાં આગોતરા જામીન કેસની સુનાવણી પૂર્ણ થાય ત્યાં સુધી આપી શકાય છે. કોર્ટ દ્વારા સમન્સ મોકલવામાં આવે તો પણ આગોતરા જામીન પૂર્ણ થાય છે તેવું વધુમાં સ્પષ્ટ કર્યું છે કે, આવું કરવાી પોલીસના તપાસ કરવાના અધિકાર પર પણ કોઈ અસર પડતી નથી કહી શકાય છે કે, ગત ઓકટોબર ૨૦૧૯માં જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ ઈંદિરા બેનર્જી, જસ્ટિસ વિનીત સરન, જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એસ.રવિન્દ્ર ભટ્ટની પીઠ દ્વારા સુશીલા અગ્રવાલ વિરુધ્ધ રાજ્ય (દિલ્હી એનસીટી) અને અન્ય એક કિસ્સામાં બંને પક્ષની દલીલો સાંભળીને ચુકાદો સુરક્ષિત રાખી દીધો હતો. આ કેસ ૧૫ મે ૨૦૧૮માં જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ મોહન એમ શાંતનગોદર અને જસ્ટિસ નવીન સિન્હાની પીઠ દ્વારા આપવામાં આવેલ એક ચુકાદાી ઉઠ્યો હતો જેને બાદમાં બંધારણીય પીઠ પાસે મોકલી દેવામાં આવ્યો હતો.

આ કેસમાં કેટલાક પ્રમુખ મુદ્દાઓ બંધારણીય પીઠ સામે ઉઠાવવામાં આવ્યા હતા. જેમ કે, શું સીઆરપીસીની કલમ ૪૩૮ અંતર્ગત કોઈ વ્યક્તિને આપવામાં આવેલ સંરક્ષણ એક નિશ્ર્ચિત અવધી માટે સીમીત હોવું જોઈએ જેથી તે વ્યક્તિ ટ્રાયલ કોર્ટ સમક્ષ સમર્પણ કરી શકે અને નિયમિત જામીન લઈ શકે ? શું આરોપીને કોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવતા આગોતરા જામીનનો સમય અને જામીન પૂરા ઈ જાય છે ? આ કેસની સુનાવણીમાં કાયદાની આટીઘુંટીના આ સવાલો પર બંધારણ પીઠે વિચાર કર્યો. હકીકતમાં ગુરબખ્શસિંહ સિબ્બિયા અને અન્ય વિરુધ્ધ પંજાબ રાજ્ય, સિદ્ધરામ સતલિંગપ્પ મ્હાત્રે વિરુધ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્યના કેસમાં ચુકાદો આવ્યો હતો કે આગોતરા જામીન કોઈ નિશ્ર્ચિત સમય મર્યાદા માટે ની હોતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.