Abtak Media Google News

મુસ્લીમ મહિલાને ત્રીપલ તલાક અંગે વિકલ્પ આપવાની કાજીઓને દરખાસ્ત થઇ હોવા છતાં માત્ર ૦.૪ ટકા લોકો જ તેની અમલવારી કરતા હોવાની દલીલ

:ત્રીપલ તલાકની બંધારણીય કાયદેસરતા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પુર્ણ થઇ છે. ત્યારે ત્રીપલ તલાક પરંપરા, બીજી તરફ મુસ્લીમ મહિલાઓની સમાનતા અધિકાર અને ત્રીજી તરફ ધર્મપાલનનો બંધારણીય અધિકાર સહિતના મુદ્દે તમામની કાળજી રાખવી જ‚રી બની જાય છે. કુરર્આનમાં ત્રીપલ તલાકને માન્યતા નથી પરંતુ અમાન્ય પણ નથી તેવી દલીલ પણ થાય છે ત્યારે મુસ્લીમ પર્સનલ લો બોર્ડે નિકાહનામામાં ત્રીપલ તલાક મામલે મહિલાઓનું પણ મંતવ્ય લેવામાં આવે તેવી સલાહ કાજીઓને આપી છે.

Advertisement

એક રીતે મુસ્લીમ પર્સનલ લો બોર્ડ પત્નીનું મંતવ્ય લીધા બાદ જ કાજી તલાક મંજૂર કરે તેવી તરફેણ કરી રહ્યું હોવાનું અનુભવાય છે. ત્રણ તલાકની સુનાવણીના છઠ્ઠા દિવસે મુસ્લીમ લો બોર્ડ વતી કપીલ સિબ્બલે નિકાહ દરમ્યાન મુસ્લીમ મહિલાને ત્રીપલ તલાક મુદ્દે વિકલ્પ આપવામાં આવતો હોવાની દલીલ કરી હતી. તેમણે બોર્ડ સાથે બેઠક કરીને દરેક કાજીઓને આ અંગે સુચના આપી હોવાનું કહ્યું હતું. પરંતુ માત્ર ૦.૪ ટકા જ લોકો આ સુચનનું પાલન કરતા હોવાનું ઉમેર્યુ હતું. ત્રીપલ તલાકની પીડિતા સાયરાબાનો તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ વકીલ અમીત ચઢ્ઢાએ પણ દલીલમાં કહ્યું હતું કે ત્રીપલ તલાક પાપકર્મ છે

અને તે ઇસ્લામનો હિસ્સો ન હોઇ શકે. બીજી તરફ ચીફ જસ્ટીસ ખેહરે પણ કહ્યું હતું કે આપણે કાયદા પ્રમાણે જ કામ કરવું જોઇએ. ત્રણ તલાક કોઇ કાયદો નથી. તેવામાં અમારી પાસે એકમાત્ર ઉપાય છે કે આ મામલો કાયદાની મારફતે જ ઉકેલવામાં આવે. જસ્ટીસ નરીમાને મત વ્યક્ત કર્યો હતો કે ત્રણ તલાકમાં બે પ્રક્રિયા છે. એક રીતરીવાજ અને બીજી માન્યતાઓ.

સિબ્બલે દલીલમાં કહ્યું હતું કે આ જટીલ સ્થિતિ છે. મુસ્લીમ બોર્ડ કહે છે કે આ પરંપરા છે. બંધારણીય કલમ રપમાં મહિલાઓની સમાનતાના હકો છે. જ્યારે ધર્મનું પાલન કરવાનો હક પણ બંધારણીય છે. સરકાર સામાજીક સુધારણા હેઠળ કાયદો લાવે તો કોર્ટ કઇ રીતે રોકી શકે? સમાજમાં ઘણું બધુ બને છે. ઘણું પરંપરાથી સુરક્ષિત છે. કોર્ટને પાપકર્મ છે કે કેમ? તે નક્કી કરવાનું નથી પરંતુ કાયદાની દ્રષ્ટિએ જોવાનું છે. આ ગંભીર બંધારણીય મુદ્દો છે. બંધારણમાં આ અંગે પ્રક્રિયા છે તેને અનુસરવી જોઇએ. અલબત, કોર્ટે પણ સ્પષ્ટ કર્યુ હતું કે ત્રીપલ તલાકની પ્રથા ઇસ્લામનો હિસ્સો છે કે નહીં તે તપાસવામાં આવશે. નિકાહહલાલા અને બહુપત્નીત્વના મુદ્દા ત્યારબાદ તપાસવામાં આવશે.

સુપ્રીમમાં સુનાવણી પુરી: ચુકાદાની ઇંતેજારી

ત્રીપલ તલાકની પરંપરા રદ કરવી કે કેમ? તે અંગે વડી અદાલતમાં છ દિવસ સુધી તમામ પક્ષકારોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટે આ મામલે ચુકાદો અનામત રાખ્યો છે અને કઇ તારીખે ચુકાદો અપાશે તે પણ જાહેર કર્યુ નથી. આ ચુકાદાની ઇંતેજારી બંને પક્ષકારોને છે. આ મુદ્દો ખૂબજ સંવેદનશીલ છે. વડી અદાલત આ મુદ્દે ઉતાવળ કરી કોઇ પક્ષને અન્યાય કરવા માંગતી નથી. પરિણામે આ મુદ્દે ક્યારે વડી અદાલત ચુકાદો આપશે તે મામલે હાલ કંઇ કહી શકાય તેવુ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.