ઠેબચડાનાં પ્રૌઢની હત્યામાં ચાર્જશીટ બાદની એક શખ્સના જામીન રદ

જમીનના વિવાદમાં ગરાસીયા પ્રૌઢની હત્યામાં 15 શખ્સો સામે ગુનો નોંધાયો ’તો

રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે જમીનનાં વિવાદ માં  ગરાસીપા ખેડૂતો પર કરાયેલા  હુમલામાં ઘવાયેલા ગરાસીયા  પ્રૌઢની હત્યાના ગુનામાં પોપટ વાઢેર ની ચાર્જશીટ બાદ ની  સેશન્સ કોર્ટમાં  જામીન પર છુટવા કરેલી અરજી.  ફગાવી દેવામાં આવી છે વધુ વિગત મુજબ શહેરના ભાવનગર રોડ પર આવેલા ઠેબચડા  ગામે ગત તા. 30ના રોજ રક્ષણ માટે મુકાયેલી પોલીસની હાજરીમાં ખેડૂતની પોતાની જ વાડીમાં કોળી જુથ દ્વારા હથિયાર વડે . કરવામાં આવેલા હુમલામાં લગધીરસિંહ નવુંભા જાડેજા નામના પ7 વર્ષના ગરાસીયા  પ્રૌઢની હત્યા થઈ હતી. જ્યારે દે અન્ય બે ઘવાતા સારવાર અર્થે

હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતા.આ બનાવમાં આજી ડેમ પોલીસ મથકના સ્ટાફે હરેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદના આધારે મગન બીજલ રાઠોડ, મહેશ છગન રાઠોડ, ખોડા છગન રાઠોડ, સંજય મગન રાઠોડ, લક્ષમણ લાલજી રાઠોડ, લાભુબેન છગન રાઠોડ, દેવુબેન મગન રાઠોડ, દક્ષાબેન લક્ષમણ રાઠોડ, કાન્તાબેન રમેશ રાઠોડ, કલ્પેશ ભીખુ સોલંકી, સંય ભીખુ સોલંકી, નાથા જેરામ, ખીમજી નાથા, ભુપત નાથાભાઈ, રોનકનાથાભાઈ, પોપટ વશરામભાઈ, કે શુબેન વશરામભાઈ, ચનાભાઈ વશરામભાઈ, સામજી બચુભાઈ, અક્ષીતભાઈ છાયા સામે ગુનો નોંધી 15 શખ્સોની ધરપકડ કરી હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે હરેન્દ્રસિંહ સહિતના ખેડૂતની પોતાની જમીનનો કેસ સુપ્રીમ કોર્ટમાં જીતી ગયેલા તે જમીનમાં નહીં જવા દેતા પોલીસને જાણ કરતા પોલીસે આરોપીઓને સમાવેલ છતાં નહીં સમજતાં વાતાવરણ તંગ જણાતા પોલીસે વધારાનો સ્ટાફ બોલાવેલ અને કોઈ અનિરછનીય બનાવ ન બને તેવા પ્રયત્ન કરતા ત્યારે કોળી જુથ દ્વારા પોલીરાની હાજરીમાં બનાવ બનેલ હતો. દરમિયાન જેલમાં રહેલા   પોપટ વશરામ વાઢેરએ ચાર્જશીટ બાદ ક્રિષ્નાકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. રેગ્યુલર જામીન અરજીની સુનાવણીમાં સ્પે. પીપી અનીલભાઈ દેસાઈએ દલીલમાં જણાવ્યું હતુકે ચાર્જસીટ બાદ કોઈ સંજોગો બદલાયેલા નથી. તેમજ રેકર્ડ પર આરોપીની સંડોવણીહોવાનું તેમજ આરોપી વિરૂધ્ધ કેસ ઝડપથી ચાલી શકે તેમ ન હોય બનાવનું સ્વરૂપ ગુનાની ગંભીરતા લક્ષમાં લઈ આરોપીને જામીન ઉપર મૂકત કરવા વ્યાજબી નથી.

જયારે મુળ  ફરિયાદીના એડવોકેટ લેખિત વાધાં રજૂ કર્યા હતા.  દલીલોનાં અંતે દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈ અધિક સેશન્સ જજ એ. વી.હીરપરા એ પોપટ વશરામ વાઢેર ની જામીન અરજી નામંજુર કરતો હુકમ ર્યો છે.આ કેસમાં સરકાર પક્ષે સ્પેશલ પી.પી. અનિલ દેસાઈ  અને મૂળ ફરિયાદીના એડવોકેટ રૂપરાજ સિંહ પરમાર અને મનીષભાઈ પાટડીયા રોકાયા છે.