Abtak Media Google News

કેમ્પમાં ગુજરાતના સુપ્રતિષ્ઠિત ડોકટરો દ્વારા સેવા અપાશે ફોનથી કે રુબરુ રજીસ્ટ્રેશન કરાવવુ અનિવાર્ય

શહેરના જરુરીયાત મંદ નાગરીકોના આરોગ્ય, શિક્ષણ તેમજ સામાજીક વિકાસ ક્ષેત્રે છેલ્લા ર૦ વર્ષથી કાર્યરત શ્રી પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ, રોટરી કલમ ઓફ રાજકોટ મીડટાઉન તથા અમદાવાદ સ્થિત ગુજરાતની નામાંકિત આસ્થા ઓન્કોલોજી એશોશીયેટસ હેલ્થફેર ગ્લોબલ ના સંયુકત ઉપક્રમે છેલ્લા એક દસકાથી સમગ્ર વિશ્વને ભરડામાં લઇ લેનાર રોગ કેન્સરને નાથવા દર મહિનાના બીજા તથા ચોથા શનિવારે ટ્રસ્ટના ભવન ખાતે કેન્સર અવેરનેસ તથા નિદાન પ્રોગ્રામ હાથ ધરાયો છે.

પુજીત રુપાણી ટ્રસ્ટના ઉપક્રમે આ નિદાનની સેવાનો રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર તથા કચ્છના પેશન્ટ પણ  પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટ કિલ્લોલ, ૧- મયુરનગર, રાજકોટ મહાનગરપાલિકા પૂર્વ ઝોન કચેરી સામે, ભાવનગર રોડ, રાજકોટ (ફોન નં. ૨૭૦૪૫૪૫) ખાતે નિ:શુલ્ક કેન્સર નિદાન કરી અપાશે. જેનો સમય સવારે ૧૦ થી ૧ર વાગ્યા સુધીનો લાભ લઇ શકશે.

આ કેમ્પમાં ગુજરાતના સુપ્રતિતિષ્ઠ તબીબો ડો. પરીનભાઇ પટેલ અને ડો. રશ્મિબેન જૈન શાહ સેવાઓ આપશે. જે અંતર્ગત મો, ગળુ જડબુ સહિત તમમ પ્રકારના કેન્સરનું નિદાન કરી અપાશે. જેનો લાભ લેવા ટ્રસ્ટના ચેરમેન તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટી શ્રીમતિ અંજલીબેન રુપાણીએ અનુરોધ કર્યો છે.

ઉલ્લેખનીય  છે કે આરોગ્ક ક્ષેત્રે જરુરીયાત મંદ પ્રજાજનોની સેવાઓ માટે પુજીત રુપાણી ટ્રસ્ટના મુખ્ય બીલ્ડીંગમાં ઓ.પી.ડી. સેન્ટર પણ કાર્યરત છે. જેમાં માત્ર પાંચ રૂપિયામાં નિદાન તથા સારવારનો લાભ મેળવી શકાય છે તથા શહેરના નિષ્ણાંત તબીબોની સેવાઓ પણ મેળવી શકાય છે. દર બુધવારે વિનામૂલ્યે નિદાન તથા સારવાર મેળવી શકાય છે. આ ઉપરાંત ટ્રસ્ના રાહતદરે લેબોરેટરી, એકસ-રે તથા ફિઝીયોથેરાપીની સુવિધાઓ ઉપલબ્ધ છે.

ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટીઓ પ્રવીણભાઇ રુપાણી, અંજલીબેન રુપાણી, રંજનબેન રુપાણી, મહેશભાઇ ભટ્ટ, મેહુલભાઇ રુપાણી, રાજેશભાઇ રુપાણી તથા અમિનેશભાઇ રુપાણી સહીતનાઓના માર્ગદર્શન હેઠળ ચાલતા આ પ્રોજેકટમાં સેવાઓ આપવા માટે ટ્રસ્ટની મેડીકલ કમીટીના મેમ્બર્સ અંજલીબેન રુપાણી, મહેશભાઇ ભટ્ટ, ડો. જૈમનભાઇ ઉ૫ાઘ્યાય, ડો. નયનભાઇ શાહ, ડો. વિભાકરભાઇ વચ્છરાજની, દિવ્યેશભાઇ પટેલ તથા બીપીનભાઇ વસા કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.