Abtak Media Google News

સાવચેત થઈ જાવ !!!

આગામી બે દસકામાં વિશ્વમાં કેન્સરનું પ્રમાણ ૬૦ ટકા વધી જશે

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કેન્સરને લઈ એ વાતનો ખુલાસો કરવામાં આવી રહ્યો છે કે હવે સમગ્ર ભારતએ કેન્સરને લઈ અત્યંત સાવચેત થવુ પડશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કેન્સર એટલે કેન્સલ નહીં તેવું સ્લોગન આપવામાં આવ્યું હતું પરંતુ હાલની સાંપ્રત પરિસ્થિતિ અંગે જો ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો માણી શકાય કે આગામી બે દસકામાં કેન્સર એટલે કેન્સલ બની શકે છે. આંકડાકિય માહિતી મુજબ આગામી ૨૦ વર્ષમાં ભારતમાં કેન્સરનું પ્રમાણ ૬૦ ટકા જેટલું વધી જશે તેવું પણ માનવામાં આવી રહ્યું છે.

ડબલ્યુ.એચ.ઓ. દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં ૧૦ માંથી ૧ વ્યકિતને કેન્સરનો રોગ લાગે છે જેમાંથી ૧૫ માંથી ૧ વ્યકિત કેન્સરથી મૃૃત્યુ પણ પામે છે. ૨૦૧૮માં દેશમાં ૧૧ લાખ કેન્સરનાં કેસો સામે આવ્યા હતા જેમાંથી ૭,૮૫,૦૦૦ લોકોનાં મૃત્યુ પણ નિપજયા હતા. ભારત દેશમાં બ્રેડ કેન્સર, ઓરલ, સર્વાયકલ, લંગ, સ્ટમક અને કોલોરેકટ્રલ કેન્સરનું પ્રમાણ મુખ્યત્વે જોવા મળે છે. ભારત દેશમાં તમાકુનું સેવન અતિરેક હોવાના કારણે ગળાનાં કેન્સરમાં પણ અનેકગણો વધારો નોંધાયો છે. આંકડાકિય માહિતી મુજબ આગામી બે દસકામાં કેન્સરનું પ્રમાણ ૬૦ ટકા જેટલું વધી જશે તેવું પણ માનવામાં આવે છે. કેન્સરનું પ્રમાણ મુખ્યત્વે મધ્યમ વર્ગીય કુટુંબોમાં ૮૧ ટકા જેટલો જોવા મળે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનાં રીપોર્ટ મુજબ તમાકુના સેવનથી અનેકવિધ લોકોનાં મૃત્યુ નિપજયા હોવાનું પણ સામે આવે છે. દેશમાં ૨૭૦ મિલીયન લોકો તમાકુનું સેવન કરતા હોય છે પરંતુ પ્રતિ વર્ષ ૧૦ મિલીયન લોકો મોતને ભેટે છે.

7537D2F3 5

રીપોર્ટ મુજબ એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે લોકોમાં કેન્સર અંગે જે જાગૃતતા કેળવવી અને ફેલાવવી જોઈએ તે હજુ સુધી ફેલાઈ નથી. લોકોને તમાકુના ઉપયોગથી થતી નુકસાની વિશે પણ ઘણી ખરી માહિતીઓ રહેલી હોય છે પરંતુ સરકાર દ્વારા જે નકકર પગલાઓ તમાકુને નાબુદ કરવા માટે લેવા જોઈએ તે લેવાયા નથી જેના કારણે કેન્સરનું પ્રમાણ અત્યંત વધી રહ્યું છે. સરકાર દ્વારા જીએસટીમાં પણ તમાકુ જેવા પદાર્થો ઉપર ખુબ મોટો જીએસટી દર લાગુ કર્યો છે.

અંતમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા જાહેર કરવામાં આવેલા રીપોર્ટમાં એ વાતની પણ સ્પષ્ટતા થઈ રહી છે કે સરકાર તમાકુથી થતા રોગોને નિવારવા માટે પ્રતિ વર્ષ ૧૩,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે જો આ અંગે તકેદારી લેવામાં નહીં આવે તો આવનારા સમયમાં આ આંકડો બમણો પણ થઈ શકે તેવું લાગી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.