Abtak Media Google News

દિલ્હી સર કરવા રીલાયન્સની આગેકૂચ

દિલ્હી ગુરૂગ્રામ નોઈડશ ગાઝીયાબાદ, ફરિદાબાદ અને એનસીઆરમાં હવે જીઓ ટુ ફાઈવજીનું નેટવર્ક મળશે

કરલો દુનિયા મુઠીમે રીલાયન્સના સ્થાપક ધીરૂભાઈ  અંબાણીના સુત્ર  ટેલીકોમ ક્ષેત્રે  સાર્થક થયું હોયતેમ ડેલ નેટવર્કનો આરંભ કરવામાં રીલાયન્સે દિલ્હી સર   કર્યું હોય તેમ એનઆરસી વિસ્તારમાં  જીઓ ટુ ફાઈવજીનું નેટવર્ક શરૂ કરવામાં  રીલાયન્સ સૌથી પ્રથમ ક્રમની બની છે.

જિયો હવે દિલ્હી, ગુરુગ્રામ, નોઈડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ અને અન્ય મુખ્ય લોકેશન્સ સહિત સમગ્ર દિલ્હી-એનસીઆર વિસ્તારમાં ટ્રૂ-5G સેવાઓ પ્રદાન કરનાર એકમાત્ર ઓપરેટર છે. જિયો આ ભૌગોલિક વિસ્તારોના મુખ્ય લોકેશન્સને આવરી લે તેવા સૌથી અદ્યતન ટ્રુ-5G નેટવર્કને ઝડપી ગતિએ ગ્રાહકો લાવી રહ્યું છે.

આ પરિવર્તનકારી નેટવર્ક તમામ મહત્વના લોકેશન્સ અને વિસ્તારોમાં ઉપલબ્ધ રહેવા ઉપરાંત નીચે દર્શાવેલા લોકેશન્સને પણ આવરી લેશે:

” મોટાભાગના રહેણાંક વિસ્તારો,  હોસ્પિટલો ,  શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ,  સરકારી ઈમારતો ,  હાઇ સ્ટ્રીટ્સ,  મોલ્સ અને બજારો, ‘ પર્યટન સ્થળો અને હોટેલો જેવા વધુ ફૂટફોલ્સ ધરાવતાં વિસ્તારો,  ટેક-પાર્ક્સ,  રોડ, હાઈવે અને મેટ્રો

આ પ્રસંગે ટિપ્પણી કરતાં જિયોના પ્રવક્તાએ જણાવ્યું કે, રાષ્ટ્રીય રાજધાની અને એનસીઆરમાં બહુમતી વિસ્તારોને આવરી લેવા એ અમારા માટે ગર્વની વાત છે. જિયો તેની ટ્રુ-5G પહોંચને ઝડપી ગતિએ વિસ્તારી રહ્યું છે અને આ ક્ષેત્રમાં આયોજિત ટ્રુ-5G નેટવર્કનો મોટો હિસ્સો પહેલેથી જ લોકો સમક્ષ રજૂ કરી ચૂક્યા છે. ટ્રુ-5G સેવાઓ સાથે સમગ્ર દિલ્હી-એનસીઆર પ્રદેશમાં હાજર રહેનાર જિયો એકમાત્ર ઓપરેટર છે. જિયોના એન્જિનિયરો દરેક ભારતીય સુધી ટ્રૂ-5Gપહોંચાડવા માટે ચોવીસ કલાક કામ કરી રહ્યા છે તેનું કારણ આ ટેક્નોલોજીની પરિવર્તનશીલ શક્તિ અને આ શક્તિ દરેક નાગરિક સુધી પહોંચાડવાથી થનારા તેના અભૂતપૂર્વ ફાયદા છે.

દિલ્હી-એનસીઆરમાં લાખો જિયો વપરાશકર્તાઓ પહેલેથી જ જિયો વેલકમ ઑફરનો આનંદ લઈ રહ્યાં છે, જેમાં તેઓ કોઈ વધારાના ખર્ચ વિના 1 Gબાત+ સ્પીડ પર અનલિમિટેડ ડેટાનો અનુભવ કરે છે, તે આના કારણે શક્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.