Abtak Media Google News

ચૂંટણી પ્રચારની બદલાયેલી પેટર્ન સાથે તાલ મિલાવવામાં રાજકીય પક્ષોની થીંક ટેન્ક કામે લાગી નિત નવા પ્રયોગો વચ્ચે મતદારોને ‘ઓનલાઇન’ ડેટાનો હાથ વગો ખજાનો કંઈક સમીકરણો ફેરવી નાખશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નો જંગ બરાબર જામ્યો છે, અલગ અલગ બે તબક્કાની ચૂંટણી માટે હવે રાજકીય પક્ષોની કિસ્મત નો દડો મતદારોનાઆંગન માં પડી ગયો છે.. ત્યારે આ વખતની ચૂંટણી પરંપરા કરતા કંઈક અલગ માહોલમાં લડવાની રાજકીય પક્ષો અને ઉમેદવારોને પણ ફરજ પડી છે અને કંઈક નવા અખતરા અને અનુભવો મળી રહ્યા છે.   હવે સોશિયલ મીડિયા ના વધતા જતા પ્રભાવના કારણે અગાઉ મતદારોના સંપર્ક માટે ઈટીંગ, મીટીંગ અને સીટીંગ ની પેટન હવે સાવ બે અસર થઈ ગઈ છે… ડિજિટલ માધ્યમોમાં મતદારોના હાથમાં રાજકીય પક્ષો અને ઉમેદવારોના ડેટાનો ખજાનો હાથ પગો બની ગયો છે અનેક માહિતી અને ઉપયોગી વસ્તુઓ મતદારોના આંગળીના ટેરવે ઉપલબ્ધ છે.

ત્યારે મતદારોમાં પોતાની આભા ઊભી કરવા માટે અગાઉની ચૂંટણી પદ્ધતિ અને પ્રચારની પેટર્ન હવે સાવ આઉટ ઓફ ડેટ બની ગઈ છે મતદારો પણ ટેકનોલોજીની સાથે સાથે સ્માર્ટ બન્યા છે ચૂંટણી સભાઓ, પ્રચાર લોક સંપર્ક અને પ્રવાસ પાર્ટીઓમાં ભીડ જામે છે… પરંતુ આભીડ ના મતદારો પોતાના છે કે પારકા.. તે અંદાજ લગાવવો હવે અઘરો બની ગયો છે. ચૂંટણીમાં લોકોની ભીડ જમા કરવી અને સભાઓ ગુંજવવી તે વિજય માટે પ્રથમ તબક્કાની પ્રક્રિયા ગણવામાં આવે છે… પરંતુ હવે ડિજિટલ યુગમાં ઈટીંગ, મીટીંગ, સીટીંગ અને લોક સંપર્કની “સતર્કતા”પણ જોઈએ તેવી અસરકારક નહીં બને… લોકો હાવભાવ બતાવે છે.

તેવું મનમાં ચાલે છે કે નહીં.?. તે હવે સંશોધનનો વિષય બન્યો છે વર્તમાન ચૂંટણીના પ્રચારમાં મતદારોના મન રાજકીય પક્ષોની સાથે સાથે ઉમેદવારો અને ટેકેદારોને મૂંઝવી રહ્યા છે, વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતમાં આઝાદીના 75 માં વર્ષની ઉજવણી થઈ રહી છે આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન આવેલા ચૂંટણીના માહોલમાં છેવાળાનો મતદાર હવે પીડ બન્યા છે દેશનું ભલું અને સમાજને ઉપયોગી કોણ છે? કયા ઉમેદવારને મત આપવાથી પોતાનું સમાજનું અને દેશનું ભલું થવાનું ? તે પ્રચારના ધમધમાટ વચ્ચે પણ મતદારો વિચારતા થયા છે મતદારોની આ બદલાયેલી સમજ ભારતના લોકતંત્રને સ્વચ્છ અને સુદ્રઢ બનાવશે તેમાં બે મત નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.