Abtak Media Google News

કોવિડ મહામારીમા છત્રછાયા ગુમાવનાર દીકરીઓને ચેક વિતરણનો કાર્યક્રમ

શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની તારીખ 3- 9 – 2022 શનિવારના રોજ રેજન્સી લગન રિસોર્ટ ન્યારી ડેમ રોડ કાલાવડ રોડ ખાતે સાંજે 5:30 કલાકે વર્ષ 2021- 22 ની સાધારણ સભા તેમજ કોવિડ-19માં માતા પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓને ચેક વિતરણ કાર્યક્રમ યોજાનાર છે.

અબતક મીડિયા હાઉસના આંગણે આવેલા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના મેમ્બરો સંજયભાઈ વોરા, અશ્વિનભાઈ વસાણી, રસિકભાઈ સુરેજા તેમજ કેતનભાઇ ભલાણી આવેલા હતા.

Dsc 4102

કમિટી મેમ્બર અશ્વિનભાઈ વસાણી દ્વારા જણાવેલ છે કે મુખ્ય મહેમાન તરીકે મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિત રહેનાર છે તેમજ વિવિધ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહેશે અને ભા.જ.પા.ના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેનાર છે.

સૌરાષ્ટ્રનું સૌથી વિશાળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન 1986 થી એક પછી એક કારખાનું અને ઔદ્યોગિક એકમોની શરૂઆત થતા સંપૂર્ણ ઔદ્યોગિક ઝોન તરીકે વિકાસ પામેલ છે જેમાં તમામ પ્રકારની સુવિધાઓ જેવી કે રોડ રસ્તાઓ ઇલેક્ટ્રીક સીટી પરિવહનની સગવડ ગેસની પાઇપલાઇનનો રાષ્ટ્રીયકૃત બેંકોની શાખાઓ વગેરે સુવિધાઓ ધરાવે છે તેમજ વર્તમાન સમયમાં ત્રણ હજારથી વધુ ઔદ્યોગો કાર્યરત છે.

ઉદ્યોગોમાં એગ્રીકલ્ચર બેરિંગ કિચનવેર ટ્રેક્ટર ઓટો રીક્ષા વગેરે જેવા અનેક ઉદ્યોગો વિકાસ પામ્યા છે તેમજ ટેકનોલોજી ની પ્રગતિ કર્યા બાદ વડાપ્રધાનના ’મેક ઇન ઇન્ડિયા’ પ્રોગ્રામ દ્વારા અને ઉદ્યોગો બીજા દેશોની સરખામણીમાં વધુ મૂડી રોકાણ થી આકર્ષાઈને રોકાણકારોમાં પણ વધારો થયો છે ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં 250 થી વધુ ઉદ્યોગો સાહસિક અને રાષ્ટ્રીય કક્ષાએ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના સપ્લાયરો તરીકે વિકાસ પામ્યા છે.

ઔદ્યોગિક વસાહતો માટે અધ્યતન ફાયર અને બિઝનેસ સેન્ટરમાં સરકાર દ્વારા 80 ટકા સહાય અને એસોસિએશન દ્વારા સહાય પણ આપવામાં આવે છે નેશનલ હાઈવે ટચ 22 ગેટ ઉદ્યોગકારોના સહયોગથી બનાવેલ છે. એસોસમીશન દ્વારા વિનામૂલ્ય સર્વરોગ નિદાન કેમ્પ બ્લડ ડોનેશન કેમ્પ તેમજ મજૂરો માટે રાશન કીટનું વિતરણ તેમજ હોસ્પિટલની સારવાર અંગે સહાયરૂપ રકમો, વેક્સિનેશન કેમ્પ, પર્યાવરણની જાળવણી અંગે ગ્રુપ સારો પણ કાર્યક્રમો તેમજ સ્વચ્છતા અભિયાન અંગેના કાર્યક્રમો, જળ સંચય અભિયાન વગેરે જેવા કાર્યક્રમો કરવામાં આવે છે.

રૂ.દસ હજાર કરોડથી વધુ ટર્ન ઓવર ધરાવતી વિશાળ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં રોજગારીનો વિપુલ તકો છે તેમજ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આશરે બે લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પડાય છે.

ઉદ્યોગ ભવન ગાંધીનગર તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર તેમજ પોલીસ તંત્ર અને રૂડા,  જિલ્લા પંચાયત વગેરે જેવા સરકારી ખાતાકીય પ્રશ્નો ના ઉકેલ માટે સેમિનારોનું આયોજન થાય છે તેમજ એપ્રેન્ટીસ અને રોજગાર ના ભરતી મેળા માટેનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં ઉદ્યોગ નીતિ મુજબ મળતા તમામ લાભો એસોસિએશન દ્વારા આપવામાં આવે છે.

એસોસિએશનના ચેરમેન રમેશભાઈ ટીલાળાના નેતૃત્વ હેઠળ સંસ્થાના હોદ્દેદારો કારોબારી સભ્ય અને મેમ્બરો દ્વારા તમામ કામગીરીઓ કરવામાં આવી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.