Abtak Media Google News

સૌરાષ્ટ્રના દરેક જિલ્લા-મહાનગરના વિધાનસભાના પ્રભારી અને પ્રમુખો ઉપસ્થિત રહયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં સંગઠનાત્મક કાર્યક્રમો વેગવંતા બન્યા છે ત્યારે  ભાજપ ધ્વારા સેવાકીય અને બુથ સુધીનું સંગઠન સુદૃઢ બને તે માટે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહયા છે   આગામી વિધાનસભાની ચૂંટણી અંતર્ગત યોજાનાર વિવિધ  કાર્યક્રમો અંતગર્ત શહેરની રાણીંગા વાડી ખાતે રાષ્ટ્રીય મહામંત્રી બી.એલ. સંતોષજી, પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી  રત્નાકરજીની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઈ હતી.

23 8 Sau Zone Bethak

આ બેઠકનો ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે દીપપ્રાગટય અને સામુહિક વંદે માતરમ ગીત થી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ તકે  બી.એલ. સંતોષજી અને રત્નાકરજીનું કમલેશ મિરાણી ધ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી  સન્માન કરવામાં આવેલ.

આ બેઠકની વ્યવસ્થા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના  મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરએ સંભાળી હતી. અને આ બેઠકને સફળ બનાવવા શહેર ભાજપ કોષાઅધ્યક્ષઅનિલભાઈ પારેખ, કાર્યાલય મંત્રી હરેશ જોષી, કાર્યાલય પરીવારના રમેશભાઈ જોટાંગીયા, મહેશ રાઠોડ,  અને કાર્યાલય પરીવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.