Abtak Media Google News

જસદણ ખાતે જિલ્લા ભાજપનું સ્નેહમિલન યોજાયું, મોટી સંખ્યામાં લોકો ઉમટયા: જિલ્લા પંચાયતના ૬ સદસ્યો તેમજ ૨૫૦થી વધુ કાર્યકર્તાઓએ કેસરીયો ખેસ ધારણ કર્યો

ગત વિધાનસભામાં મળેલી લીડ કરતા આ વર્ષે ૩ ગણી લીડ મળવાનો હુંકાર કરતા કુંવરજીભાઈ બાવળીયા

જસદણ ખાતે જિલ્લા ભાજપ દ્વારા ગઈકાલે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા, રાજયના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ જિલ્લા ભાજપના આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં જયારે કોંગ્રેસ દ્વારા જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવશે ત્યારે પણ કોંગ્રેસની ધડાધડ વિકેટો ખડશે તેવું કુંવરજીભાઈ બાવળીયાએ સ્નેહમિલનમાં જણાવ્યું હતું.

ઉપરાંત ગત વિધાનસભાની ચુંટણીમાં મળેલી લીડ કરતા આ વર્ષે ૩ ગણી લીડ મળવાનો પણ વિશ્ર્વાસ તેઓએ વ્યકત કર્યો હતો.જસદણ ખાતે ગઈકાલે ભવ્ય સ્નેહમિલન સમારોહનું જિલ્લા ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ ભાજપના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણીને ધ્યાને રાખીને ભાજપ દ્વારા આ સ્નેહમિલનરૂપી શકિત પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.2 82 આ સ્નેહમિલન દરમિયાન રાજકોટ જિલ્લા પંચાયતના ૬ સદસ્યો ચતુરભાઈ રાજપરા, વજીબેન સાંકળીયા, હેતલબેન ગોહિલ, મગનભાઈ મેટાળીયા, વાલીબેન તલાવડીયા, હંસાબેન ભોજાણી તેમજ ૨૫૦થી વધુ કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. રાજકોટ જિલ્લા પંચાયતમાં જસદણ-વિંછીયા પંથકના કોંગ્રેસના આઠ સદસ્યો છે. જેમાંથી ૬ સદસ્યો ભાજપમાં જોડાઈ જતા હવે માત્ર બે સદસ્યો વઘ્યા છે.3 56 આ બે સદસ્યો પૈકી એક સદસ્ય જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણી માટેના દાવેદારની યાદીમાં પ્રથમ હરોળે આવે છે. જો આ સભ્યને પણ ટીકીટ નહીં મળે તો જસદણ અને વિંછીયા પંથકના જિલ્લા પંચાયતના તમામ સદસ્યો ભાજપમાં હશે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે સ્નેહમિલન દરમિયાન કુંવરજીભાઈ બાવળીયાએ એવો દાવો પણ કર્યો હતો કે, કોંગ્રેસ જસદણ વિધાનસભા બેઠક માટે પોતાનો ઉમેદવાર જાહેર કરશે એટલે અનેક વિકેટો ખડશે.

સાથે તેઓએ વિશ્વાસ પણ વ્યકત કર્યો હતો કે, ગત વિધાનસભાની ચુંટણીમાં તેઓને જે લીડ મળી હતી આ વર્ષે તેનાથી ૩ ગણી લીડ મળવાની છે.

કોંગ્રેસનાં દાવેદારો તો મારા શિષ્યો છે: કુંવરજીભાઈ4 35રાજયનાં કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું કે, આ વિસ્તારમાં જો વર્ષોથી લોકો વચ્ચે રહિને કામ કર્યું છે. ખુબ લાંબા સમય પછી જસદણ-વિંછીયા પંથકનાં લોકોને કેબિનેટ મંત્રી કક્ષાનાં પ્રતિનિધિ મળ્યા છે. લાગણીથી આ વિસ્તારનાં મતદારો મારી સાથે જોડાયેલા છે. લોકોનાં ઘણા કામ જે હું કરી શકયો નથી તે કામો હવે ભાજપમાં જોડાયા બાદ થઈ શકે. મોટી સંખ્યામાં આગેવાનો કોંગ્રેસ છોડીને મારી સાથે ભાજપમાં જોડાયા છે. આવતા દિવસોમાં પણ જસદણનાં આગેવાનો મોટી સંખ્યામાં મારી સાથે જોડાશે.

આ વિસ્તારના લોકોમાં એવું હતું કે, કુંવરજીભાઈ એટલે કોંગ્રેસ પરંતુ હવે કોંગ્રેસનું નામો નિશાન આ વિસ્તારમાં રહેવાનું નથી. કોંગ્રેસમાંથી જે દાવેદારી કરી રહ્યા છે તે આગેવાનો પણ મારા સંપર્કમાં છે. હાલ ૧૭ જેટલા દાવેદારો છે તેમાંથી જે ઉમેદવાર નકકી થશે તે સિવાયનાં તમામ મારી સાથે જોડાઈ જશે. કોંગ્રેસમાં જેની દાવેદારી છે તે તમામ આગેવાનો તો મારા શિષ્યો છે. મારી નીચે જ તે આગેવાનો તૈયાર થયેલા છે. તેઓ સતત મારા સંપર્કમાં છે.

વધુમાં તેઓએ કહ્યું કે, મેં ભાજપમાં જોડાઈને લોકો સાથે દ્રોહ કર્યા તે વાત ખોટી છે. ભાજપમાં જોડાયા પૂર્વે જો તમામ સમાજનાં લોકોને વિશ્વસમાં લીધા હતા. વિંછીયા માર્કેટયાર્ડમાં મેં મોટી સંખ્યામાં મતદારોને એકત્ર કર્યા હતા ત્યારે મતદારોએ પણ કહ્યું હતું કે, આ વિસ્તાર માત્ર વિકાસ ઝંખે છે. તમે ભાજપમાં જાવ તો કોઈ વાંધો નથી. વધુમાં કુંવરજીભાઈએ જસદણ વિધાનસભા બેઠકની પેટાચુંટણીનાં પરીણામ વિશે કહ્યું કે ગત વર્ષે જે લીડથી હું જીત્યો હતો આ વર્ષે તેની ત્રણ ગણી લીડથી જીતવાનો છું.

જસદણ-વિંછીયાને અવિકસીત રાખવાનું પાપ કોંગ્રેસે કર્યું છે: જીતુભાઈ વાઘાણી5 29પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, કોંગ્રેસમાં ભુકંપ સર્જાવાનો જે સીલસીલો છે તે જસદણમાં પણ યથાવત રહ્યો છે. ભાંગી અને તુટી ગયેલી કોંગ્રેસ કુંવરજીભાઈ બાવળીયાના ભાજપમાં જોડાવાથી સમગ્ર રાજયમાં પણ તુટી છે. નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ, વિજયભાઈ રૂપાણી અને નિતીનભાઈ પટેલનાં નેતૃત્વમાં છઠ્ઠીવાર સરકાર પણ બની છે.

રાજકોટ જિલ્લા પંચાયતનાં જસદણ-વિંછીયા પંથકનાં કોંગ્રેસનાં ૮ સભ્યોમાંથી ૬ સભ્યો ભાજપમાં જોડાયા છે. બે તાલુકા પંચાયતની આખી ટીમ, કોંગ્રેસના તાલુકા અને શહેરનાં પ્રમુખો ૧૦૫ ગામમાંથી ૭૦ ગ્રામના સરપંચો ભાજપની વિકાસયાત્રામાં જોડાયા છે.

સ્નેહમિલનમાં આવેલી હજારોની મેદની ભાજપ પરનો વિશ્વાસ સુચવે છે. જસદણ અને વિંછીયા પંથકનાં લોકોએ ફરી એકવાર ભાજપને જીતાડવાનો સંકલ્પ કર્યો છે. જસદણ વિસ્તારને અવિકસીત રાખવાનું પાપ કોંગ્રેસનાં શીરે છે. કોંગ્રેસ એમ કહેતી હોય કે અમે જીતી જવાના છીએ, અમે મજબુત છીએ તો તેને હું જવાબ આપવા ઈચ્છુ છું કે જો તે મજબુત હોય તો કેમ અત્યાર સુધી ઉમેદવાર ઘોષિત કરી શકયા નથી. તુટી ગયેલી, ભાંગી ગયેલી અને વીખરાયેલ કોંગ્રેસ કયારેય એક થઈ શકે તેમ નથી.

ભાજપનો વિજય નિશ્ચિ છે. વધુમાં તેઓએ ઉમેયુર્ંં કે, કુંવરજીભાઈ ધારાસભ્ય હતા ત્યારે લોકોનાં પ્રશ્નેતેઓ હંમેશા દોડતા રહ્યા છે તેમ છતાં કોંગ્રેસની સરકારે કામ કર્યા નથી. ભાજપે આ ગામમાં પીવાનું પાણી, શાળાઓ, રોડ, વિજળી સહિતની સુવિધાઓ આપી છે. હવે કુંવરજીભાઈ બાવળીયાનાં ભાજપમાં જોડાવાથી જસદણ-વિંછીયાની વિકાસની ગતિ તેજ બનવાની છે. આ વિધાનસભા બેઠકમાં ૫૦ હજાર જેટલા મતદારો પાટીદારો છે. કોંગ્રેસે પાટીદારોને છેતર્યા છે ત્યારે પાટીદારો પણ ભાજપની સાથે જ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.