Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા એસઓજીએ ગાંજાનું વાવેતર ઝડપી પાડી મોટા પ્રમાણમાં ગાંજાના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો છે. જેમાં પોલીસે કુલ 62 કિલો ગાંજા સાથે રૂા.6.20 લાખનો મુદ્ામાલ પોલીસે કબ્જે કર્યો છે.

Advertisement

આ અંગેનો પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ દેવભૂમિ દ્વારકા એસઓજી સ્ટાફે દ્વારકામાં બાબુભાઇ ખાવડિયા નિરાધાર અન્નક્ષેત્રના ફળિયામાં ગાંજો ઉગાડી તેનું વેચાણ કરતા હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો.

Untitled 1 6

દરોડામાં એસઓજી સ્ટાફે રૂા.5.76 લાખની કિંમતના 56.786 કિલો લીલો ગાંજો અને રૂા.53,130ની કિંમતના 5.313 કિલો સૂકા ગાંજા સાથે આરોપી બાબુ રાજા ખાવડીયા નામના શખ્સને કુલ રૂા.6.20 લાખની મુદ્ામાલ સાથે ઝડપી પાડ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.