Abtak Media Google News

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનો બીજો ટેસ્ટ અત્યંત રોમાંચક બની ગયો છે. કારણ કે પ્રથમ દિવસે બંને ટીમ માંથી કોઈ એક ટીમ પણ પ્રથમ ઇનિંગ્સની પહેલી 30 ઓવર પણ રમી શકી નહતી. ત્યારે એક વાતની પુષ્ટિ થાય છે કે, કેપટાઉનની પીચ બેટ્સમેનો માટે મૃત્યસહ્યા સમાન છે. વિકેટ પરના પેચ પહોળા થતા જ બોલ ઓચિંતો સ્પીડ પકડે છે , કોઈક વાર ડબલ બાઉન્સ થાય છે જેના પરિણામે ખેલાડીઓને ઇજા પણ થઈ શકે છે.

Advertisement

પીચ પરના પેચ પહોળા થતા બીજી ઇનિંગ્સમાં ભારતે 100 રન કરવા પણ કપરા બનશે !!!: બંને ટીમો પ્રથમ ઇનિંગ્સની પ્રથમ 30 ઓવર પણ ન રમી શકી

હાલ જે બીજો ટેસ્ટ મેચ ચાલી રહ્યો છે આવતીકાલનો દિવસ પણ નહીં જોવે તો નવાઈ નહીં અને સાથો સાથ કેપ્ટાઉનની વિકેટ ની ટીકાઓ પણ મેચ પૂર્ણ થયા બાદ થશે. એ વાત સ્પષ્ટ છે કે વિકેટ પરનો પેજ પહોળો થતા ભારતે બીજી ઇનિંગ્સમાં 100 રન કરવા પણ ખૂબ અઘરા અને કપરા સાબિત થશે. ત્યારે બીજી ટેસ્ટ મેચ નો આજનો બીજો દિવસ બંને ટીમો માટે ખૂબ મહત્વનો અને કપરો સાબિત થશે કારણ કે બીજીનીંગમાં આફ્રિકાએ પોતાની ત્રણ વિકેટો ગુમાવી દીધી છે અને જો આફ્રિકા ભારતને 100 રનથી વધુની લીડ આપશે તો ભારત માટે પણ તે 100 રન કરવા ખૂબ કપરા સાબિત થશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાઇ રહેલી બીજી ટેસ્ટનો પ્રથમ દિવસ બોલરોના નામે રહ્યો હતો. પ્રથમ દિવસે કુલ 23 વિકેટો પડી હતી.

પ્રથમ દિવસના અંતે દક્ષિણ આફ્રિકાએ 17 ઓવરમાં 3 વિકેટે 62 રન બનાવી લીધા છે. આફ્રિકા હજુ 36 રન પાછળ છે અને તેની 7 વિકેટો બાકી છે. માર્કરામ 36 અને બેડિંગહામ 7 રને રમતમાં છે. આ પહેલા ભારત પ્રથમ દાવમાં 34.5 ઓવરમાં153 રનમાં ઓલઆઉટ થયું હતું. જ્યારે દક્ષિણ આફ્રિકા પ્રથમ ઇનિંગ્સમાં 23.2 ઓવરમાં 55 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. પ્રથમ દાવમાં ભારતને 98 રનની લીડ મળી હતી. પ્રથમ દિવસે ભારતને 10 વિકેટો અને દક્ષિણ આફ્રિકાની 13 વિકેટો પડી હતી.

ભારતમાં 7 બેટ્સમેન ‘0’ પર આઉટ થયા

ભારત તરફથી યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયા હતા. જ્યારે, મુકેશ કુમાર ખાતું ખોલાવ્યા વિના 11મા બેટ્સમેન તરીકે અણનમ રહ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.