Abtak Media Google News

ભારતના યુવા બેટ્સમેન શુભમન ગીલને વિશ્વનો સર્વશ્રેષ્ઠ વનડે બેટ્સમેન જાહેર કરવામાં આવ્યો છે. આઈસીસી દ્વારા બહાર પાડવામાં આવેલી લેટેસ્ટ વનડે રેન્કિંગ અનુસાર, શુભમન ગીલ હવે વનડે ફોર્મેટમાં વિશ્વનો નંબર-1 બેટ્સમેન છે. અગાઉ વનડે ફોર્મેટમાં નંબર-1નો તાજ પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમના માથે હતો. જોકે, હવે શુભમન ગીલે બાબર આઝમને પછાડીને આઇસીસી રેન્કિંગમાં નંબર-1નું સ્થાન મેળવ્યું છે.શુભમન ગીલ છેલ્લા એક વર્ષથી શાનદાર ફોર્મમાં છે. તેણે વનડે, ટેસ્ટ અને ટી-20 એમ ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે.

Advertisement

બોલરોમાં મોહમ્મદ સિરાજ નંબર વન પર પહોંચી ગયો, સિરાજના 709 રેટિંગ પોઈન્ટ જયારે મોહમ્મદ શમી ટોપ-10 વનડે બોલરો સ્થાન મેળવ્યું

વનડે ફોર્મેટમાં શુભમન ગીલે એટલું સારું પ્રદર્શન કર્યું કે ભારતીય ટીમ મેનેજમેન્ટે શિખર ધવન જેવા તેજસ્વી ખેલાડીની પણ અવગણના કરવી પડી. ગીલ આ વર્લ્ડકપમાં પણ પોતાનું સર્વશ્રેષ્ઠ ફોર્મ લઈને આવ્યો હતો, પરંતુ બાબર આઝમ આઈસીસી વનડે રેન્કિંગમાં ટોચ પર બેઠો હતો. વર્લ્ડકપ મેચો દરમિયાન બાબર આઝમનું બેટ કામ કરતું ન હતું અને શુભમન ગીલે ઘણી વખત સારી ઇનિંગ્સ રમી હતી, જેની અસર આઈસીસી વનડે રેન્કિંગમાં જોવા મળી હતી.હવે ઓડીઆઈ રેન્કિંગની દ્રષ્ટિએ શુભમલ ગીલના 830 પોઈન્ટ છે.

આ સાથે જ બીજા સ્થાને રહેલા બાબર આઝમના 824 પોઈન્ટ છે. આ યાદીમાં ત્રીજા સ્થાને દક્ષિણ આફ્રિકાનો વિકેટકીપર બેટ્સમેન ક્વિન્ટન ડી કોક છે, જેના 771 પોઈન્ટ છે. આ ત્રણ સિવાય વિરાટ કોહલીએ પણ આ વર્લ્ડકપમાં 500થી વધુ રન બનાવીને આઈસીસી વનડે રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. વિરાટ કોહલી હવે રોહિત શર્મા અને ડેવિડ વોર્નરને પાછળ છોડીને ચોથા સ્થાને આવી ગયો છે.

વનડે રેન્કિંગમાં વિરાટના 770 પોઈન્ટ છે. આનો અર્થ એ છે કે વિરાટ ડી કોકથી વધુ પાછળ નથી અને કેટલીક સારી ઇનિંગ્સ બાદ વિરાટ આઈસીસી વનડે રેન્કિંગમાં નંબર-3 પર પણ આવી શકે છે. વિરાટ બાદ ઓસ્ટ્રેલિયાનો ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર નંબર-5 પર છે, જેના 743 પોઈન્ટ છે. વળી, વોર્નર પછી ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા નંબર-6 પર છે, જેના 739 પોઈન્ટ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.