Abtak Media Google News

જીવદયાપ્રેમી કિશોર કોરડિયાએ કલાકો સુધી અન્નજળનો ત્યાગ કરી મોટી રકમ એકત્ર કરી: અનેક મહાનુભાવોએ મંડપની મુલાકાત લીધી

રાજકોટ મહાજન પાંજરાપોળ માટે  જે ૩૧ વર્ષથી ૫૦૦ મંડપમાં સૌથી છેલ્લું મંડપ જીવદયાનું કિશોરભાઈ કોરડીયા-ધારેશ્ર્વર મંદિર પાસે પ્રતિ વર્ષ એક જગ્યાએ બેસે છે.આ વખતે કારખાનાઓમાં તેમજ વેપાર ઉદ્યોગમાં મંદી તેમજ બે  સક્રાંતિ હોવા છતાં તથા કિશોરભાઈ કોરડિયા બીમાર હોેવા છતાં પબ્લીક રીલેશન ટુટી જવા છતાં  રાજકોટની પ્રજાએ કિશોર કોરડીયાની ખબર અંતર પૂછવાના બહાને આશરે  ૮૦૦૦ માણસોએ દુર દુરથી આવીને ફાળો લખાવેલો હતો,જેમાં કિશોરભાઈ કોરડિયાની ટહેલ રૂ.૩,૦૦,૦૦૦ (ત્રણ લાખ)ની હતી તેની સામે  રાજકોટની જીવદયા પ્રેમી પ્રજાએ ઉમટી પડીને આશરે રૂ.૯ લાખ કરી આપેલ છે.

ઉપરોકત મંડપમા સવારે ૬ થી સાંજે ૭ વાગ્યા સુધી ૧૨ થી ૧૫ મિત્રોનાં ટેકાથી એકલા હાથે કિશોરભાઈ કોરડીયા તથા દિનેશચંદ્ર બોરડીયાએ ૪૦ કલાક અન્નજળ નો ત્યાગ કરી અજબ-ગજબ રકમ એકઠી કરેલ છે.આ રકમ જેને સહકાર આપનાર મિત્રો અરવિંદભાઈ શાહ, વિનુભાઈ મહેતા, મહેશભાઈ મહેતા, મુકેશભાઈ મીઠાણી, કનૈયાલાલ મહેતા, ચેતનભાઈ મહેતા, એડવોકેટ બોસમીયા ભાઈ, વિનોદભાઈ કોરડીયા, ખીમાણીભાઈ તથા બીનલબેન ગાંધી હાજર રહેલ હતાં.

મંડપમાં અનેક મહાનુભાવોએ મુલાકાત લઈ શુભકામના સાથે યોગ્ય ફાળો લખાવેલો હતો.જેમાં વલ્લભભાઈ કથીરીયા, પૂર્વ પ્રધાન ગોવિંદભાઈ પટેલ, પૂર્વ મેયર જૈમિનભાઈ ઉપાધ્યાય, વિમલભાઈ  ધામી, શ્રમજીવી સંઘના અગ્રગણી, ચીનુભાઈ શાહ, દીનેશભાઈ શાહ, પૂ.સાધ્વીજી ભગંતવ જીજ્ઞારસાશ્રીજી, મોદી સ્કુલના ચેરમેન રશ્મિકાંતભાઈ મોદી, રોયલ પાર્ક ઉપાશ્રયના પ્રમુખ સી.એમ.શેઠ. માંડવીચોકના પ્રમુખ જીતુભાઈ ચા વાળા  મણિયાર  દેરાસરના દિલીપભાઈ પારેખ, પંકજભાઈ કોઠારી, પંચવચી દેરાસરના પ્રફુલભાઈ ધામી તેમજ એડવોકેટ દોશી તેમજ મહિલા મંડળના ઈન્દુમતી બહેન, શ્રમજીવી સ્થાનકવાસી ઉપાશ્રયના પ્રમુખ હિતેષભાઈ મહેતા, રાજકોટ ગ્રેટર ચેમ્બર્સના  પ્રમુખ ધનસુખભાઈ વોરા, ખોડલધામ ટ્રસ્ટના ઉદ્યોગપતિ કાંતીભાઈ જાવીયા,કચ્છ -સૌરાષ્ટ્રનાં સેક્રેટરી લાઠીયાભાઈ, ગ્લોટેક્ષ પ્રા.લી.નાં હર્ષાબેન હીરાલાલભાઈ વાધર, પ્રહલ્લાદ પ્લોટ સંઘના  સેક્રેટરી પ્રવિણભાઈ મહેતા, અજરામર સ્થાનકવાસી સંઘના મધુભાઈ ખંધાર, ડો.એસ.ટી.હેમાણી, ડો.ચેતનભાઈ હિડોચા તેમજ શ્રમજીવી દેરાસરના પૂજા મંડળના કોકીલાબેન શાહ, પુત્રવધુમંડળના સુકેસીબેન શાહ, જયણામંડળનાં સોનલબેન શાહ તેમજ અન્ય રાજકોટનાં મંડળોનાં બહેનો ઉપસ્થિત રહીને યોગદાન આપેલું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.