Abtak Media Google News

લૂંટ,ખૂન સહિત અનેક ગુના આચરનાર શખ્સને માળીયા પોલીસે જીવના જોખમે હથિયાર સાથે તળાવમાંથી પકડી લીધો

લૂંટ.ખૂન.માંરામારી સહિતના સંખ્યાબંધ ગુન્હા આચરી માળીયા પંથકમાં હાહાકાર મચાવનાર કુખ્યાત ફારૂક દિલાવર જેડા આણી ટોળકીના સૂત્રધાર ફારૂક જેડાને માળીયા પોલીસે જીવના જોખમે ઝડપી લેવામાં સફળતા મેળવી છે.

જાણવા મળતી વિગતો મુજબ માળીયામા છેલ્લા ઘણા સમયથી ફારૂક દિલાવર જેડાની ટોળકીનો અસહ્ય ત્રાસ છે.

જેમા ફારૂક સહીતની ટોળકીએ આચરેલા ૩૦ લુટ અને બે હત્યા સહીત ગુનાઓ પોલીસ ચોપડે ચડી ચુક્યા છે જેમા થોડા સમય પહેલા માળીયા મા રહેતા ખોજા મહીલા ના ઘર માથી છરી ની અણી દોઢ લાખ રૂપિયા રોકડની લુટ ચલાવી હતી આ સિવાય માતાના મઢ છતા પદયાત્રી ને માર મારી લુટ ના ગુનામા ફારૂક નાસતો ફરતો હતો.

દરમિયાન માળીયા પીએસઆઈ જે.ડી.ઝાલા, મહીપતસિંહ સોલંકી, ભરતભાઈ જીલરીયા, દેવશીભાઈ મોરી, જયદેવસિંહ ઝાલા સહીતના સ્ટાફને ફારૂક દિલાવર જેડા માળીયામીયાણાની સરકારી હોસ્પીટલ પાછળ આવેલા તલાવડામા છુપાયેલા હોવાની બાતમી મળતા ત્યા જઈ પકડવા જતા વોન્ટેડ આરોપી ફારૂક દિલાવર જેડા પ્રથમ ત્યાથી તળાવ મા નાસી જઈ ભાગવા નો પ્રયાસ કરી પકડવા આવેલા સ્ટાફ ને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ માળીયા મિયાણાના મહીપતસિહ ,જયપાલસિહ, ભરતભાઈ સહીત ની ટીમે તેની પાછળ દોટ મુકી પીછો કરી હથીયાર પડાવીને જીવના જોખમે ઝડપી લઈ ધરપકડ કરી હતી.

વધુમાં માળીયા મીયાણા પોલીસના બે લુટના ગુનામા વોન્ટેડ અને નાસતા ફરતા આરોપી ફારૂક દિલાવર જેડા જાતે મિયાણા રહે માળીયા મીયાણા પાસેથી રૂપીયા ૧૦૦૦૦ રીકવર કરી હતી અને આઈપીસી કલમ ૩૯૪, ૩૨૩, ૫૦૪, ૫૦૬, ૧૧૪ ના ગુનામા અટકાયત કરી અન્ય ની ભાળ મેળવવા તપાસ હાથ ધરી છે જેમા અગાઉ મહીલા લુટ કેસ મા એક આરોપી ને માળીયા મિયાણા પોલીસે પકડી પાઙ્યો હતો અને રિમાન્ડ માગવાની તજવીજ સાથે આવતીકાલે કોર્ટ મા રજુ કરવામા આવશે.આ મામલે વધુ તપાસ પીએસઆઈ જે.ડી.ઝાલા ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.