Abtak Media Google News

દુષ્કર્મોના કારણો: અર્થ અને કામ, ધર્મ અને મોક્ષના માર્ગ વચ્ચે સંતુલન લોકો ભૂલી ગયા?

જૈન ધર્મ સાયન્ટીફીક પરંતુ જૈનોએ સંકુચિતતા છોડવી જરૂરી…

 જૈનાચાર્ય લોકેશમુનીજીએ ‘અબતક’ સાથેની મુલાકાત દરમિયાન સમાજ, ધર્મ અને રાજનીતિની વિવિધ સમસ્યાઓના ઉકેલ આપ્યા

20191205191827 Img 7040

Advertisement

અર્થ અને કામ તથા ધર્મ અને મોક્ષના માર્ગ વચ્ચેનું સંતુલન લોકો ભુલી ગયા હોવાથી દુષ્કમો વઘ્યા હોવાનો મત ‘અબતક’ની મુલાકાતે આવેલા જૈનચાર્ય લોકેશમુનિજીએ વ્યકત કર્યો હતો. તેમણે સમાજ, ધર્મ અને રાજનીતિમાં વિવિધ સમસ્યાઓના ઉકેલ જણાવ્યા હતા.

પ્રશ્ર્ન: સામુહ ઓલિટિકસ સ્થીતી એવી બની છે કે ધર્મમાં પણ રાજકારણ ધુસી ગયું છે ત્યારે રાજકારણમાં ધર્મ કયારે આવશે?

જવાબ:- ધર્મમાં કયારેય પણ રાજકારણનો પ્રવેશ ન થવો જોઇએ. રાજનીતી ધર્મથી પ્રભાવિત હોવી જોઇએ. પ્રાચીન યુગમાં પણ રાજામહારાજા ઋષીમુનિઓ પાસે જતા હતા. અને માર્ગદર્શન મેળવતા હતા. આ ઉપરાંત સંતોના સંપર્કથી રાજનીતિમાં નીતી કેળવાયેલી રહે છે. એટલા માટે રાજનીતીમાં ધર્મ હોવો જરુરી છે.

20191205191551 Img 7035

પ્રશ્ર્ન: આજે સમાજમાં અત્યાચારો  જેવા કે લુંટ, નાની બાળકીઓ અને મહિલાઓ પર અત્યાચારો ત્યારે એના પરથી કહી શકાય કે સંસ્કૃતિ અને સંસ્કારનો લોપ થઇ રહ્યો છે?

જવાબ:- આપણી ભારતીય સંસ્કૃતિની અનેકતામાં એકતા એ મૌલિક વિશેષતા છે. મુળ મંત્ર છે. સર્વધર્મ સમભાવ, આપણી સંસ્કૃતિમાં દરેક ધર્મગ્રંથમાં સંતુલનની વાત કરવામાં આવી છે. ખાસ કરીને અર્થ, કામ, ધર્મ અને મોક્ષમાં સંતુલન હોવું જોઇએ. ધર્મ એ કયારેય કામ અર્થને નકાર્યો નથી. ધર્મ વિકાસ માટે વિરોધો નથી પરંતુ વિકાસ આઘ્યાત્મની નીવ પર હોવો જોઇએ. ખાસ તો આજ સંતુલન બગડી રહ્યું છે. તો સંતુલન બની રહી. તે માટે માણસની ત્રણ ચેતનાઓ સ્વાર્થની પરાર્થની અને પરમાર્થની ત્રણેની વચ્ચે સંતુલન હોય તો હેલ્થી સોસાયટીનું નિર્માણ થાય છે. આજે જીવનમાં ધર્મ અને આઘ્યાત્મને જોડવાની જરુર છે. જીવનમાં નૈતિક અને ચારિત્રીક મુલ્યોનો સમાવેશ હોવો જોઇએ.

પ્રશ્ર્ન: જૈન ધર્મ સાઇનીફીટ ધર્મ છે. પરંતુ કયાંક સાઇન્ટીફ વિચારણ  સરણીની પણ જરુરીયાત હોવી જરુરી નથી લાગતી?

જવાબ:- જૈન ધર્મ સો ટકા સાઇન્ટીફીક ધર્મ છે. અને રીલેવેન્ટ છે. આજના સમયની ત્રણ સમસ્યા, (૧) ગ્લોબલ વોમીંગ, (ર) હિંસા અને  આતંકવાદ, (૩) અસામનતા અને ત્રણેય સમસ્યાનું સમાધાન મહાવીરની ફીલોસોફીમાં મળે છે. ભગવાન મહાવીર અને ભગવાન બુઘ્ધ સમકાલીન હતા બુઘ્ધ ધર્મ આજે સમગ્ર વિશ્ર્વમાં ફેલાઇ ગયો અને જૈન ધર્મ સંકુલીન વિચારણાને લીધે સંકુચીન બન્યો. સમાજે એક વ્યકિતને હિરો બનાવ્યા ત્યારે બીજાને સમાજે ઝીરો બનાવવા જૈન ધર્મ દરેક ક્ષેત્રમાં આગળ છે. પરંતુ સમાજમાં યુનીટીના અભાવે નેશનલ ક્ષીતીજ પર જે પ્રભાવ હોવો જોઇએ તે ઉભો નથી કરી શકતો ઉપરાંત જૈન ધર્મના ભગવાન મહાવીર સુધી બધી જ પ્રતિભાઓ ઘ્યાન અને યોગની મુછામાં જ જોવા મળે છે.

પ્રશ્ર્ન:- સમાજ આજે અલગ અલગ ફિરકાઓમાં વેચાઇ રહ્યો છે તો કયાંક સેવક અને સાધુની વિચારસરણી કયાંક બદલાય છે.

જવાબ:- દર વર્ષો લોકેશજી અમેરીકા જાય છે ત્યાં જૈનના ૭૦ સેન્ટર છે. અને ત્યાં દરેક સેન્ટરમાં શ્ર્વેતામ્બર દીગમ્બર, દેરાવાસી, સ્થાનકવાસી બધા એક છતની નીચે સાથે મળી ને પ્રવચન સાંભળે છે. આજે માત્ર જૈન ધર્મ નહી પરંતુ વિશ્ર્વભરમાં અલગ અલગ ફિરકાઓમાં એકતા હોવી જોઈએ અને ફરીથી એકતા સ્થાપીત કરવી જોઈએ.

પ્રશ્ર્ન: જૈનેતરો જૈન સાધુ તરફ અછુત પણુ અનુભવે છે તો કયાક તમારી ક્રિયાને વધારે જૈનેતરો સુધી પહોચાડવી જરૂરી નથી લાગતી?

જવાબ:- મહાપુરૂષ કોઈ જાતી ધર્મ સંપ્રદાયના નથી હોતા સૂર્યની રોશની, ચંદ્રમાની શીતલતા, નદીનું પાણી તે બધા માટે હોય છે. એવી જ રીતે સાધુ સંતો મહાપુરૂષો તમામ માટે હોય છે. કોઈ એક સમાજ માટે નહિ. મહાપુરૂષો માનવ જાતીના કલ્યાણ માટે હોય છે. આમ જૈન ધર્મનો જાતીવાદમાં કોઈ વિશ્ર્વાસ નથી. આજે જૈનોથી વધારે કર્મના જૈન પણ ઘણા ખરા છે. આ ઉપરાંત જૈન ધર્મમાં પણ એવા લોકો છે. જેવોએ જન્મતો જૈનમાં લીધુ પરંતુ તેમાના સંસ્કાર યોગ્ય નથી જૈનત્વએ વે ઓફ લાઈફ છે.

પ્રશ્ર્ન: સંસદને લોકસાહીનું મંદિર કહેવામાં આવે છે. ત્યારે સંસદ ખરેખર એક સાધુની દ્રષ્ટીએ કેવું હોવું જોઈએ.

જવાબ:- લોકતંત્ર એ ભારતની મોટી વિશેષતા છે. આ લોકતંત્રના કારણે આખી દુનીયામાં ભારતનું વિશિષ્ટ સન્માન છે. આપણા સંવિધાને આપણને ઘણા અધિકારો આપ્યા છે અને તેના માટે આપણે લડત પણ આપીએ છીએ પરંતુ સાથોસાથ આપણે આપણા કર્તવ્ય પર પણ ધ્યાન આપવું જોઈએ. એક સમય હતો ત્યારે રાજનીતિ સેવા માટેનું એક કારણ હતુ આજે વ્યવસાય બનતી જાય છે.જેના કારણે લોકોએ સત્તા માટે ધનબળ, અને બાહુબળનો ઉપયોગ કરે છે. જયારે પ્રાચીન સમયમાં રાજનીતિ સેવાનું કારણ હતી આજે રાજનીતિના કારણે જાતીવાદ, સંપ્રદાયીક કટ્ટરતા, વધી રહ્યા છે. જયારે ચૂંટણી આવે છે. ત્યારે રાજનૈતિક દળ પોતાના ફાયદા માટે આ પ્રકારના કૃત્યો કરે છે.જેથી લોકો તંત્રનાં મૂળ નબળા પડે છે. ખાસ તો જનતાએ જાગવાની જરૂર છે. આજે હસ્તી પર હેસીયત હાવી થઈ ગઈ છે. તો તે દૂર થવું જોઈએ.

પ્રશ્ર્ન: વિશ્ર્વ આજે યુધ્ધનું મેદાન બનવા જઈ રહ્યું છે. દરેક દેશો શસ્ત્રોના ખડકલા કરી રહ્યા છે. તો શું ગોળી એજ શાંતિનું પર્યાય બની જશે?

જવાબ:- યુધ્ધ અને હિંસા કોઈ સમસ્યાનું સમાધાન નથી હિંસા પ્રતિહિંસાને જન્મ આપે છે. સંવાદને વાતચીતથી દરેક સમસ્યાનું સમાધાન મેળવી શકાય છે. અને યુધ્ધ પણ થાય તો યુધ્ધ પછી પણ વાતચીત કરવામાં આવે છે. યુધ્ધ હારવાવાળાતો હારે જ છે પરંતુ જીતવા વાળા પણ હારશે. ભારત પાકિસ્તાન અંગે વાત કરતા જણાવ્યું કે ભારત પાકિસ્તાનના દુશ્મન બે નથી એક જ છે જે છે અભાવ, ગરીબી, અશિક્ષીત, અચીકીત્સા, યુધ્ધમાં ખર્ચ થતા પૈસાને સાચા દૂશ્મનને મટાડવામાં ઉપયોગમાં લઈ શકાય ખાસ તો અમદાવાદમાં તેવોને અમેરિકાના રાષ્ટ્રપતી બિલ કીલન્ટ ભૂકંપના સમયે મળ્યા હતા. ત્યારે લોકેશજીએ તેવોને પણ કહ્યું કે આપ અહીસા, શાંતી પર લેકચર આપો છો તો હિન્દુસ્તાનમાં એક એક સન્યાસી લાખો લોકોની ભીડ એકઠી કરે છે. વ્યકિત માત્ર ઉપદેશથી નથી બદલતા વ્યકિત અહિંસાના ફળ ઈચ્છે છે તો અહિંસાના પાઠ ચોકકસ પણે ભણવા જોઈએ તો જ અહિંસાનો પ્રભાવ સામે આવશે. ઉપરાંત શિક્ષણ પ્રણાલીમાં મૂલ્યઆધારીત અને પીસ એજયુકેશનનો ઉમેરો થવો જોઈએ.

પ્રશ્ર્ન: લાઈફ ફાઉન્ડેશનની કઈ કામગીરીથી આપ વિશેષ પ્રભાવિત થયા છો?

જવાબ:- લાઈફ પ્રોજેકટ ૩૮ વર્ષથી સતત કાર્યરત છે. રકતદાન કેમ્પ સહિતના વિવિધ કાર્યક્રમોના માધ્યમથી માનવ સેવાનું કાર્ય કરે છે. આ ઉપરાંત ભારત થેલેસેમીયાથી કઈ રીતે મૂકત બને તે માટે તમામ ધર્મના ધર્મગૂરૂને તેવોએ આહવાન કર્યું છે. કે જનજાગૃતી અભીયાન ચલાવવું જોઈએ ભારતના તમામ નાગરીકને તેનું બ્લડ ગ્રુપ ખબર હોવી જોઈએ ડ્રાઈવીંગ લાયસન્સ, પાસપોર્ટ, આધાર કાર્ડ જેવા તમામ ડોકયુમેન્ટ બ્લડ ગ્રુપ ફરજીયાત પણે લખાયેલ હોવું જોઈએ થેલેસેમીયા અંગે જન જાગૃતી ખૂબજ અગત્યની છે.

શિકાગો પરિષદથી સ્વામિ વિવેકાનંદ યાદ  રહ્યા પરંતુ વિરચંદ રાઘવજી ગાંધી ભૂલાઈ ગયા

ઈ.સ. ૧૮૯૩માં સ્વામી વિવેકાનંદ વર્લ્ડ રીલીજીયન પાર્લામેન્ટને સંબોધવા માટે શિકાગો ગયા એજ સમયે જૈન સમાજની એક સખ્સીયત એટલે વિરચંદ રાઘવજી ગાંધી કે જેવો ગુજરાતના મૌવાના વતની

હતા તેવો ૧૪ ભાષાના ગ્યાતા હતા. પરંતુ સનાતન પરંપરાએ સ્વામી વિવેકાનંદને હાથોહાથ લીધા અને તેવો આખી દુનીયા માટે હિરો થઈ ગયા. પરંતુ જૈન સમાજે વિરચંદ રાઘવજીને સમાજથી બાર મૂકી દીધા ઘટના એક પણ તેના બે પરિણામ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.