Abtak Media Google News
  • ડુપ્લીકેટ તેલ મળી આવ્યું 
  • પોલીસે દરોડા પાડી આવા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરી

સુરતના લિંબાયત વિસ્તારમાં બ્રાન્ડેડ કંપનીનું સ્ટીકર લગાવી ડુપ્લીકેટ ખાદ્યતેલ વેચાણનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે દરોડા પાડી આવા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરી છે.જેમાં બ્રાન્ડેડ કંપનીના ડબ્બામાં ડુપ્લીકેટ તેલ આપનાર દુકાનોમાંથી 60 તેલના ડબ્બા જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ડુપ્લીકેટ ખાદ્યતેલનો ગોરખધંધો 

લિંબાયત વિસ્તારમાં વિદ્યાલક્ષ્મી સુપર સ્ટોર સહિત અન્ય કિરાણા દુકાનો પરથી ડુપ્લીકેટ ખાદ્યતેલના ડબ્બા મળી આવ્યા છે. એડીબલ ઓઇલ એસોસિએશન દ્વારા મળેલી ફરિયાદ બાદ પોલીસે લિંબાયત વિસ્તારની અલગ અલગ દુકાનોમાં રેડ કરી હતી. દરોડાની કામગીરી દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, આ લોકો ઓરીજનલ ખાદ્યતેલના ડબ્બાની નકલ કરી ડુપ્લીકેટ તેલનું વેચાણ કરી રહ્યા હતા. પોલીસે આ દુકાનોમાંથી 60 ડુપ્લીકેટ તેલના ડબ્બા જપ્ત કર્યા છે. સાથે અલગ અલગ બ્રાન્ડના 250 જેટલા સ્ટીકર પણ પોલીસને મળી આવ્યા છે. એટલું જ નહીં તેલના ડબ્બા પર લગાડવામાં આવતી અઢીસો કેપ્સુલ પણ પોલીસે જપ્ત કરી છે.

 આરોપી દુકાનદાર વિરુદ્ધ કાર્યવાહી 

પોલીસે સુપર ટ્રેડર્સ દુકાનના માલિક નૂર મોહમ્મદ, દેવનારાયણ કિરાના સ્ટોરના માલિક આશિષ પ્રજાપતિ, શક્તિ સુપર સ્ટોરના માલિક નારાયણલાલ તૈલી, વિજય લક્ષ્મી સુપર સ્ટોરના માલિક મનોહર પઢિયાર, લક્ષ્મીનારાયણ સુપર સ્ટોરના માલિક નારાયણલાલ તૈલી, મનીષ કિરાણા સ્ટોરના માલિક મનીષ ભંડારી, પંકજ જૈન એન્ડ કંપનીના માલિક પંકજ જૈન, ભવાની જીરાના સ્ટોરના માલિક માધુભાઈ જાટ સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ તમામ લોકો સામે IPC કલમ 482 મુજબ તેમજ કોપીરાઈટ કલમ 63, 64 અને 65 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

બ્રાન્ડેડ કંપનીના સ્ટીકર લગાવ્યા હતા 

આ સમગ્ર મામલે DCP ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, અમને જાણકારી મળી હતી કે લિંબાયત વિસ્તારમાં કેટલાક લોકો ઓરીજનલ બ્રાન્ડેડ તેલ કંપનીના સ્ટીકર લગાવી ડુપ્લીકેટ ખાદ્યતેલ વેચી રહ્યા છે. આ જાણકારી બાદ એસોસિએશનના હોદ્દેદારો સાથે મળીને જે તે દુકાનો પર રેડ કરવામાં આવી હતી. ત્યાંથી 60 જેટલા ખાદ્યતેલના ડબ્બા જપ્ત કરવામાં આવ્યા અને દુકાનદારો સામે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ભાવેશ ઉપાધ્યાય 

 

 

 

 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.