Abtak Media Google News

૧લી જુલાઈથી સીબીએસઈના બાકી રહેલા પેપરો લેવા તૈયારી

બોર્ડના પરિણામોની લાંબા સમયથી વિદ્યાર્થીઓ રાહત જોઈને બેઠા છે. કોરોના મહામારીના કારણે સીબીએસઈ ધો.૧૦ અને ૧૨ના કેટલાક વિષયના પેપરો મોડા લેવાયા હતા. જેથી પરિણામો પણ મોડા આવશે તેવી વકી હતી. દરમિયાન સીબીએસઈ બોર્ડ ધો.૧૦ અને ૧૨નું પરિણામ આગામી તા.૧૫મી ઓગષ્ટે જાહેર થાય તેવી શકયતા છે. કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી રમેશ પોખરીયાલ દ્વારા પરિણામોને લઈ ગઈકાલે મહત્વની વિગતો આપવામાં આવી હતી.

સીબીએસઈના જે વિષયોની પરીક્ષા લેવાની બાકી છે તેને આગામી ૧લી જુલાઈથી લેવામાં આવશે. દોઢ કરોડ જેટલા પ્રશ્ર્નપત્રોને ચકાસવા માટે ગૃહ મંત્રાલયની ખાસ મંજૂરી લેવામાં આવી છે. આ મામલે મંત્રી રમેશ પોખરીયાલે કહ્યું હતું કે, પરીક્ષાઓ લેવામાં આવશે. તેની સાથો સાથ મુલ્યાંકનની કામગીરી પણ ચાલુ રહેશે. સીબીએસઈ બોર્ડ એકઝામના પરિણામો ૧૫મી ઓગષ્ટે જાહેર થઈ જાય તેની અમે ખાસ તકેદારી રાખીશું. આ સાથે જ ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા મુદ્દે પણ બોર્ડ દ્વારા કામગીરી થઈ રહી હોવાનો મત પણ મંત્રીએ વ્યકત ર્ક્યો હતો.

તેમણે કહ્યું હતું કે, વર્તમાન સમયે અમારા માટે સૌથી મોટી અગત્યતા ઓનલાઈન શિક્ષણની છે. આ ઉપરાંત યુનિવર્સિટીમાં રિસર્ચ અને ક્વોલીટી વધારવાની કામગીરી પણ થઈ રહી છે. સ્ટડી ઈન ઈન્ડિયા ઉપર પણ અમારૂ ધ્યાન કેન્દ્રીત છે. હાલ અમેરિકા સહિતના દેશોની ટોચની કંપનીઓના સીઈઓ ભારતમાં ભણી ચૂકયા છે.  ભારતમાં શિક્ષણની ગુણવત્તા વધારવા માટે અમે વધુને વધુ મહેનત કરી રહ્યાં છીએ. એશિયન દેશોમાંથી હજ્જારો લોકો દેશના આઈઆઈટીમાં ભણવા આવી રહ્યાં છે. ઘણા શિક્ષકો પણ સરકારના વિવિધ આયોજનોને લઈ વિદેશમાં નવું શિખવા માટે જતા હોય છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ઓનલાઈન પદ્ધતિ માટે અવનવા પોર્ટલ અને એપ્લીકેશનનું નિર્માણ થઈ રહ્યું છે. જેના માધ્યમથી વિદ્યાર્થીઓને વિનામુલ્યે અભ્યાસ કરવાનો અવસર મળી રહેશે. જે વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટ ફોન કે ઈન્ટરનેટ કનેકશન નથી તેમનું ભણતર પણ અટકે નહીં તેવી વ્યવસ્થાઓ સરકાર દ્વારા થઈ રહી છે. સ્વયંમ પ્રભા યોજના હેઠળ ૩૨ ડીટીએચ ચેનલો શરૂ કરવામાં આવી છે. હાલ સરકાર સાથે ૧ લાખ ઈ-ક્ધટેન્ટ રજિસ્ટર્ડ થયા છે જે ભવિષ્યમાં મહત્વનો ભાગ ભજવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.