Abtak Media Google News

લોકડાઉનની પરિસ્થિતિને કારણે રાજ્ય સરકારે જાહેર કર્યા મુજબ તા. ૧૫ થી ૨૫જુન દરમ્યાન અંત્યોદય, અગ્રતા ધરાવતા કુટુંબો અને બી.પી.એલ. રેશનકાર્ડ ધારકોને અનાજનો જથ્થો વિનામૂલ્યે અપાશે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-૨૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતા અંત્યોદય કાર્ડધારકો(અઅઢ)ને કાર્ડદીઠ નિયમિત ધોરણે ૨૫ કિલો ઘઉં, ૧૦ કિલો ચોખા, ૩ વ્યક્તિ સુધી કાર્ડદીઠ ૧ કિલો ખાંડ અને ૩ થી વધુ વ્યક્તિ માટે વ્યક્તિદીઠ ૩૫૦ ગ્રામ વધારાની ખાંડ, ૬ વ્યક્તિ સુધી કાર્ડદીઠ ૧ કિલો મીઠું અને ૬ થી વધુ વ્યક્તિ માટે કાર્ડદીઠ ૨ કિલો મીઠું નિ:શુલ્કમળવાપાત્ર છે. જયારે આ જ કાર્ડધારકોને પ્રધાનમંત્રી ગરીબ કિસાન અનાજ યોજના અન્વયે વ્યક્તિદીઠ સાડા ત્રણ કિલો ઘઉં, અને દોઢ કિલો ચોખા ઉપરાંત, કાર્ડદીઠ ૧ કિલો ચણા પણ સરકાર તરફથી તદ્દન નિ:શુલ્ક ધોરણ આપવામાં આવશે.

રાજકોટના ૨૨૭૦૪ રેશનકાર્ડધારકોના ૮૮૭૩૯ વ્યક્તિઓને આ યોજના હેઠળ તા. ૧૫ થી ૨૫જુન દરમ્યાન તેમની સંબંધિત વાજબી ભાવની સરકારી દુકાનોએથી અનાજનો જથ્થો તદ્દન વિના મૂલ્યે મળી શકશે. રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ પાત્રતા ન ધરાવતા બીપીએલ રેશનકાર્ડધારકોને નિયમિત ધોરણે કાર્ડમાં સમાવિષ્ટ પ્રત્યેક વ્યક્તિદીઠ  સાડા ત્રણ કિલો ઘઉં અને વ્યક્તિદીઠ દોઢ કિલો ચોખા અને પ્રધાનમંત્રી ગરીબ કિસાન અનાજ યોજના અન્વયે વ્યક્તિદીઠ સાડા ત્રણ કિલો ઘઉં, અને દોઢ કિલો ચોખા ઉપરાંત, કાર્ડદીઠ ૧ કિલો ચણા પણ તદ્દન વિના મૂલ્યે મળવાપાત્ર છે. જયારે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળના કાર્ડધારકોને નિયમિત ધોરણે કાર્ડદીઠ એક કિલો ખાંડ અને એક કિલો મીઠું તથા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ પાત્રતા ન ધરાવતા બીપીએલ રેશનકાર્ડધારકોને નિયમિત ધોરણે વ્યક્તિદીઠ ૩૫૦ ગ્રામ ખાંડ અને ૬ વ્યક્તિ સુધી કાર્ડદીઠ ૧ કિલો મીઠું અને ૬ થી વધુ વ્યક્તિ માટે કાર્ડદીઠ ૨ કિલો મીઠું તદ્દન વિના મૂલ્યે મળવાપાત્ર છે.

રાજકોટના ૩,૪૩,૭૧૧ રેશનકાર્ડધારકોના ૧૫,૨૮,૪૧૬ વ્યક્તિઓને આ યોજના હેઠળ તા. ૧૫ થી ૨૫જુન દરમ્યાન તેમની સંબંધિત વાજબી ભાવની સરકારી દુકાનોએથી આ અનાજનો જથ્થો તદ્દન વિના મૂલ્યે મળી શકશે.આ બન્ને યોજનાના ૩,૬૬,૪૧૫થી વધુ રેશનકાર્ડધારક કુટુંબોના ૧૬ લાખ ૧૭ હજાર થી વધુ જન સંખ્યાને આ યોજનાનો લાભ મળનાર છે. ઉપરોકત તમામ રેશનકાર્ડનો છેલ્લો અંક ૧ હોય તેમને ૧૫જુન, છેલ્લે ૨ અંકવાળા રેશનકાર્ડધારકોને ૧૬જુન, ૩ અંકવાળા રેશનકાર્ડધારકોને ૧૭જુન, ૪ અંકવાળા રેશનકાર્ડધારકોને ૧૮જુન, ૫(પાંચ) અંકવાળા રેશનકાર્ડધારકોને ૧૯જુન,  ૬ અંકવાળા રેશનકાર્ડધારકોને ૨૦જુન, ૭ અંકવાળા રેશનકાર્ડધારકોને ૨૧ જુન, ૮ અંકવાળા રેશનકાર્ડધારકોને ૨૨જુન, ૯ અંકવાળા રેશનકાર્ડધારકોને ૨૩જુન અને છેલ્લે ૦ અંકવાળા રેશનકાર્ડધારકોને ૨૪જુનના રોજ આ અનાજ વિતરણ કરવામાં આવશે. અનિવાર્ય કારણોસર અનાજ લેવામાં બાકી રહી ગયેલા રેશનકાર્ડધારકોને ૨૫જુનના રોજ વહેલી તકે આ અનાજનો જથ્થો મેળવી લેવાનો રહેશે, આ અનાજનો જથ્થો લેવા જતી વખતે સોશ્યલ ડીસ્ટન્સીંગના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. તેમ કલેકટર રેમ્યા મોહનની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.