Abtak Media Google News

વિદ્યાર્થીઓ વેબસાઈટ ભબતય.ક્ષશભ.શક્ષ પર પરિણામ જોઈ શકશે રાજકોટની મોદી-ડીપીએસ સહિતની સ્કૂલોનું ૧૦૦ ટકા પરિણામ

ડીપીએસ સ્કૂલની આસ્થા રોય ૯૫.૮ ટકા સાથે પ્રથમ અને સાયન્સમાં પારખી ભાટીયા ૯૩.૨ ટકા સાથે પ્રથમ

સેન્ટ્રલ બોર્ડ સેક્ધડરી એજ્યુકેશન સીબીએસઈ દ્વારા આજે બપોરે ધો.૧૨નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પોતાના પરિણામોની રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓ હવે ઓફિશીયલ વેબસાઈટ ભબતય.ક્ષશભ.શક્ષ પર પોતાનું પરિણામ જોઈ શકશે. જો કે આ વર્ષે બોર્ડના અધિકારી પરિણામ જાહેર કરતા પહેલા કોઈ માહિતી આપી ન હતી. ગત વર્ષે રિઝલ્ટ ૨ મે ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. જો કે આ વર્ષે કોરોનાના કારણે આપવામાં આવેલા લોકડાઉનના કારણે પરિણામ જાહેર કરવામાં વિલંબ થયો છે. ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના નિયમ પછી સીબીએસઈએ ૧ થી ૧૫ જુલાઈ દરમિયાન થનાર ૧૦ માં અને ૧૨માંની બાકીની પરીક્ષા રદ્દ કરી દીધી છે. અને એસેસમેન્ટના આધારે પરિણામ જાહેર કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડ પરીક્ષા વિશે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે, ૧૦માં અને ૧૨માં ધોરણના પરિણામ ૧૫ જુલાઈ સુધીમાં જાહેર કરી દેવાના રહેશે. આજે ધો.૧૨ સીબીએસઈનું પરિણામ જાહેર થઈ ગયું છે.

ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓ છેલ્લા ઘણા સમયથી પરિણામની રાહ જોઈ રહ્યાં હતા. ત્યારે આજે સીબીએસઈ દ્વારા ધો.૧૨નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સ્ટુડન્ટ સાઈટ સીવાય ઉમંગ મોબાઈલ પ્લેટફોર્મની મદદથી પણ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જોઈ શકશે. આ મોબાઈલ પ્લેટફોર્મ, એન્ડ્રોઈડ, આઈઓએસ અને વિન્ડોઝ આધારીત સ્માર્ટફોન એપ્લીકેશન છે. મીનીસ્ટ્રી ઓફ ઈલેકટ્રોનિકસ એન્ડ આઈટી, ગવર્નમેન્ટ ઓફ ઈન્ડિયા દ્વારા ડેવલોપ કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓને હવે ડિજીટલી માર્કશીટ આપવામાં આવશે. વિદ્યાર્થીઓને ડિજીટલ લોકર દ્વારા માર્કશીટ આપવામાં આવશે. ડીજીટલ લોકરમાંથી માર્કશીટ ડાઉનલોડ કરવા માટે તેમને મશલશહજ્ઞભસયિ.લજ્ઞદ.શક્ષ માંથી ડાઉનલોડ કરવી પડશે. બોર્ડ તરફથી સ્ટુડન્ટને ડીજીલોકર ક્રેડેન્શિયલ એસ.એમ.એસ. દ્વારા આપવામાં આવ્યા છે. જેનો ઉપયોગ કરી તેઓ માર્કશીટ ડાઉનલોડ કરી શકશે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટની મોદી, દિલ્હી પબ્લિક સ્કૂલ સહિતનાઓનું ધો.૧૨નું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.