Abtak Media Google News

તેજસ્વી વિઘાર્થીઓનું શૈક્ષણિક કિટ આપી સન્માન: ગામને જરૂરીયાત મુજબ સારી સેવા પુરી પાડતા સરપંચ વિજયભાઇ કોરાટ

દર વર્ષે ૩૧ ઓકટોબર સરદાર પટેલ જન્મ જયંતિની ઉજવણી લેઉવા પટેલ સમાજ મોટા મોવા દ્વારા કરવામાં આવે છે જેમાં ગામના વિઘાર્થીઓ કે જે દસમા અને બારમા ધોરણમાં પાસ થયા હોય તેને સન્માનીત કરવામાં આવે છે સાથે સરદાર પટેલ વિશેની સ્પર્ધા કરવામાં આવે છે અને તમામ બાળકોને ઇનામ આપવામાં આવે છે. ઇનામમાં રોકડ, શિલ્ડ, બેગ, પેન, આપવામાં આવે છે.

આ દિવસે ખાસ મોટામોવા લેઉવા પટેલ સમાજ ભેગા મળીને ભોજન કરે છે અને રાસ ગરબાનું આયોજન કરે છે તેમજ ગામના યુવા સરપંચ વિજયભાઇ કોરાટ દ્વારા પોતે જયાં સુધી સરપંચ છે ત્યાં સુધી ગામની દીકરી પરણીને સાસરે જાય ત્યારે રોકડ રકમ દસ હજાર પુરા આપવામાં આવે છે તો આખા વર્ષ દરમિયાન ર૦ જેટલી દીકરીઓને બે લાખ રૂપિયા આપવામાં આવ્યા છે.

તેમજ ચાલુ વર્ષે ગામના જ દીકરી કે દીકરા ઉચ્ચ અભ્યાસ માટે જરુરીયાત મંદને અડધી ફી આપવી તેમજ કાયમી બિમારીમાં અડધી રકમ દવા ખરીદવા આપશે તે જાહેરાત કરવામાં આવી જેને ગામના લોકોએ એક સાથે તાળીઓથી વધાવી આનંદ વ્યકત કર્યો હતો. તો સરપંચ દ્વારા ગામને જરુરીયાત મુજબ ખુબ જ સારી સેવા આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.