Abtak Media Google News

રાજકોટ મંદિરના નીલકંઠવર્ણી મહારાજને ૧૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોઈ આજનો દિવસ સંકલ્પ દિન તરીકે ઉજવાશે

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ રાજકોટના આંગણેબી.એ.પી.એસ. સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક અનુગામી પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ ૧૪ દિવસના રોકાણ દરમ્યાન સત્સંગલાભ આપી રહ્યા છે. જે અંતર્ગત દ્વિતીય દિન સેવક દિન તરીકે ઉજવવામાં આવ્યો, જેમાંસારંગપુર ખાતે ચાલતા યુવા તાલીમ કેન્દ્રના સેવકોનો પદવીદાન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

2 49યુવા શક્તિ સમાજની એવી મહત્વની શક્તિ છેતેને જો યોગ્ય દિશા અને સાચું માર્ગદર્શન મળે તો એનાથી અકલ્પનિય કાર્યની સિદ્ધિ થઇ શકે.તેના માટે૨૦૦૭માંબી.એ.પી.એસ. સંસ્થા દ્વારા પ.પૂ.પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી યુવા તાલીમ કેન્દ્રની શરૂઆત થઇ.કુલ ૬ મહિનાની આ તાલીમમાં વિદ્વાન અને અનુભવી સંતોનું માર્ગદર્શન,સંતો અને અનુભવી નિષ્ણાંતોનું સતત સાન્નિધ્ય,વરિષ્ઠ સંતો દ્વારા દિશા દર્શનઅને માર્ગદર્શન દ્વારા થીઅરી સાથે પ્રેકટીકલ તાલીમ દ્વારા યુવાનોને અધ્યાત્મકલક્ષી, જીવનલક્ષી, સેવાલક્ષી, અને કળા-કૌશલ્યલક્ષી તાલીમ આપવામાં આવે છે.

5 23 18 Rajkot Yuva Talim Kendra Din 3201જે અંતર્ગત સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રોનું અધ્યયન તથા વ્યક્તિત્વ વિકાસની તાલીમ આપવામાં આવે છે.યુવાન ન કેવળ અધ્યાત્મિક પરંતુ વ્યવહારિક જીવનની અંદર સફળતા મેળવે એ માટે પ્રવચનકળા,ટાઈમ મેનેજમેન્ટતથા માનવીય સંબંધોની ઉપયોગીતા જેવા વિવિધ કળા-કૌશલ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે સાથે યોગાસન-પ્રાણાયામ,નિર્વ્યસની જીવન,શુદ્ધ આહાર-વિહાર તેમજ સ્વાસ્થ્યલક્ષી મહત્વતાના પાઠને પોતાના જીવનની અંદર ઉતારવાનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.

5 23 18 Rajkot Yuva Talim Kendra Din 3551યુવા તાલીમ કેન્દ્રમાંથી સંપૂર્ણ તાલીમ લીધા બાદ યુવાનોમાં આત્મવિશ્વાસ, સંસ્કાર, દયા, મદદ કરવાની ભાવના વિકસે છે જે BAPS સંસ્થાનું સમાજને અનેરું પ્રદાન છે. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના યુવા તાલીમ કેન્દ્રના સેવકોને આશીર્વાદ આપતા કહે છે કે,‘યુવાન ૬૦વર્ષમાં ન શીખી શકે તે યુવા તાલીમ કેન્દ્રમાં ૬મહિનામાં શીખવવામાં આવે છે’. અત્યાર સુધીમાં ૧૧૦૦થી વધુ યુવાનો યુવા તાલીમ કેન્દ્રમાંથી જીવન ઘડતરની તાલીમ પામ્યા છે.

સેવક દિને કુલ ૧૦૦ જેટલા યુવા તાલીમ કેન્દ્રના સેવકોનો પદવીદાન સમારોહ યોજાયેલો જેમાં ગુજરાત સહિત બીજા પ્રાંતના યુવકોએ પણ તાલીમ પ્રાપ્ત કરેલી. આ બધા યુવકોએ વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા યુવા તાલીમ કેન્દ્રમાં શીખવાતા પાઠોની રજૂઆત કરેલી અને સ્વાનુભાવો પણ રજૂ કર્યા હતા. પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજે યુવા તાલીમ કેન્દ્રના યુવાનોને આશીર્વચન આપતા સેવા સમર્પણનો મહિમા,સત્સંગની દ્રઢતા અને સદાચારી જીવન માટે પ્રેરક બળ પૂરું પાડતા આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે,‘સેવામય જીવન બનાવવું અને વફાદાર રહીને સેવા કરવી.આ વર્ષ દરમ્યાન રાજકોટ મંદિરમાં પ્રતિષ્ઠિત કરેલ નીલકંઠવર્ણી મહારાજને ૧૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોઈ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજનો દિવસ સંકલ્પ દિન તરીકે ઉજવાશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.