Abtak Media Google News

હવે એક જાન્યુઆરી અથવા 1લી એપ્રિલ તેમજ 1 જુલાઇ અથવા 1 ઓક્ટોબરે 18 વર્ષ પૂરા કરનારા નાગરિક મતદાતા તરીકે તુરંત નોંધણી કરાવી શકશે

કેન્દ્ર સરકારે મતદાર યાદીમાં ડેટાને આધાર કાર્ડ સાથે લીંક કરવાની મંજૂરી આપતા શુક્રવારે જાહેરનામું બહાર પાડ્યુ હતું. સરકારે કુલ 4 જાહેરનામા બહાર પાડ્યા છે. આનાથી હવે યુવાન નાગરિકોને એક વર્ષમાં મતદાર તરીકે નોંધણી કરવાની ચાર વખત તક મળશે.

હાલના વર્ષમાં એક વખત જ મતદાર યાદીમાં નોંધણી કરવાની તક મળે છે. કાયદા પ્રધાન કિરણ રિજ્જુએ ટ્વીટ પર જાહેરાત કરી હતી કે મતદાર યાદીના ડેટાને આધાર કાર્ડ સાથે લીંક કરવાથી વિવિધ જગ્યાએ એક જ વ્યક્તિ દ્વારા થતી સંખ્યાબંધ નોંધણીની સમસ્યાથી છૂટકારો મળશે.

હવે 1 જાન્યુઆરી અથવા 1લી એપ્રિલ અથવા 1 જુલાઇ અથવા 1 ઓક્ટોબરે 18 વર્ષ પૂરા કરનારા નાગરિક મતદાતા તરીકે તુરંત જ નોંધણી કરાવી શકશે. નોંધણીની ચાર તારીખથી મતદાતામાં વધારો થશે. હાલમાં મતદાતા તરીકે નોંધણી માટે માત્ર એક જ 1લી જાન્યુઆરી કટ ઓફ ડેટ છે.

આ પછી 18 વર્ષ પૂરા કરનારા નાગરિકે એક આખા વર્ષ સુધી રાહ જોવી પડતી હતી. તેમણે જણાવ્યું હતું કે સર્વિસ વોર્ટ્સ માટે ચુંટણી કાયદામાં લીંગ ભેદ દૂર કરાયો છે. હવે પત્નીની સાથે જીવનસાથી પણ લખવામાં આવશે.

એકથી વધુ સીટ પર ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકો: ચૂંટણી પંચ

કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા તથા વિધાનસભા સહિતની ચૂંટણીઓમાં ઉમેદવારો દ્વારા એકથી વધુ જગ્યાએથી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરાઇ છે. પંચ દ્વારા આ મામલે કાયદામાં સંશોધન કરવા પણ સરકારને અપીલ કરાઇ છે. આ માટે ફરી ચૂંટણી પંચે લગભગ બે દાયકા જૂના પ્રસ્તાવને ફરી લાગૂ કરવાની પણ અપિલ કરી છે. ચૂંટણી પંચનું કહેવું છે કે જો ઉમેદવાર આમ ન કરે તો એક સીટ ખાલી કરવા બદલ અને પેટાચૂંટણી કરાવનારાઓ પર ભાર દંડ લગાવવો જોઇએ. તાજેતરમાં કાયદા મંત્રાલયમાં સચિવ સાથેની વાતચીત દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે 2004માં પહેલીવાર પસાર થયેલા આ સંશોધન માટે ભાર મૂક્યો હતો. વર્તમાન કાયદા મુજબ ઉમેદવારોને સામાન્ય ચૂંટણી, પેટા ચૂંટણી અને બે વર્ષમાં યોજાતી ચૂંટણીમાં અલગ-અલગ સીટો પરથી ચૂંટણી લડવાની મંજૂરી છે. જો કોઇ ઉમેદવાર એક વધુ સીટ પર જીત મેળવે છે તો એ ઉમેદવાર જીત મેળવેલી બે પૈકી કોઇ એક સીટ પર સભ્ય રહી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.