Abtak Media Google News

ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ મીટ 2023-24 અંતર્ગત

ભૂતપૂર્વ હોકી ખેલાડી સૈયદ જલાલુદિન રિઝવી રહ્યા ઉપસ્થિત

રાજકોટ આવકવેરા વિભાગના અધિકારીઓ પણ આ ઇવેન્ટમાં જોડાયા અને ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું

સેન્ટ્રલ રેવેન્યુ સ્પોર્ટ્સ અને કલચરલ બોર્ડ દ્વારા ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ મીટ 2023-24નું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત રાજકોટ આવકવેરા વિભાગને હોકી ટુર્નામેન્ટના સેમિફાઇનલ અને ફાઇનલ મેચ રમાડવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે શનિવારના રોજ નોર્થ,વેસ્ટ,સાઉથ અને ઇસ્ટ ઝોનની ટીમ માટે સેમિફાઇનલ મેચ યોજાયો હતો. એટલું જ નહીં ખેલાડીઓને પૂરતું પ્રોત્સાહન અને માર્ગદર્શન મળી રહે તે માટે ભૂતપૂર્વ હોકી ખેલાડી સૈયદ જલાલુદ્દીન રિઝવી પણ ઉપસ્થિત રહ્યા હતા.

હાલ ભારતમાં હોકીનું ચલણ તો દિન પ્રતિદિન વધી રહ્યું છે પરંતુ યોગ્ય ઢાંચો અપનાવવામાં આવે અને વિદ્યાર્થીઓની સાથે આજનું યુવાદન હોકી ક્ષેત્રે વધુ જાગૃત થાય તે માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજકોટ આવકવેરા વિભાગ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું તે બદલ ભૂતપૂર્વ હોકી ખેલાડી જલાલુદ્દીન રીઝવીએ જણાવ્યું હતું કે તેઓ રાજકોટ ખાતે અનેક વખત હોકી સાથે જોડાયેલા ખેલાડીઓને પ્રશિક્ષણ આપવા માટે તૈયાર થયા છે જેનો લાભ મહત્તમ ખેલાડીઓએ લેવો જોઈએ. એટલું જ નહીં તેઓએ જણાવ્યું હતું કે પહેલાંના સમયમાં હોકીમાં અનેક બદલાવો આવતા હતા જે યથાવત રીતે હજુ પણ ચાલુ છે

ત્યારે સરકારે આ વાતને ગંભીરતાથી લેવી જોઈએ કારણકે અન્ય રમતમાં જે નિયમો પહેલા બનાવવામાં આવેલા છે તેને જ અનુસરવામાં આવે છે. જ્યારે હોકીમાં જે નિયમો સતત બદલાઈ રહ્યા છે તેનાથી ખેલાડીઓએ અપડેટ રહેવું પડે છે હા એ વાત સાચી છે કે હોકીના ગ્રાઉન્ડમાં ઘણા બદલાવ આવ્યા છે અને આંતરરાષ્ટ્રીય સ્તરના એસ્ટ્રો ટ્રક હોકી ગ્રાઉન્ડ હવે ભારતમાં પણ જોવા મળી રહ્યા છે જે ખરા અર્થમાં ખેલાડીઓની કૌશલ્યને વધુ ઉજાગર કરે છે.

Screenshot 6 19

રાજકોટ આવકવેરા વિભાગ આયોજન બદલ હર્ષની લાગણી અનુભવી રહ્યું છે : શ્રમદીપ સિંહા

રાજકોટ આવકવેરા વિભાગના કમિશનર શ્રમદીપ સિંહાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઓલ ઇન્ડિયા સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે. માં રાજકોટ આવકવેરા વિભાગને હોકી ટુર્નામેન્ટનું આયોજન કરવા જણાવવામાં આવ્યું હતું ત્યારે રાજકોટ ખાતે સેમિફાઇનલ મેચ અને ફાઇનલ મેચ યોજાશે. વધુમાં

તેઓએ ઉમેર્યું હતું કે સરકાર અને આવકવેરા વિભાગ એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે કે રાજકોટના આંગણે જે ટીમ મેટ હોકી ટુર્નામેન્ટ માં સહભાગી બની છે તેમના માટે યોગ્ય વ્યવસ્થા પૂરી પાડવામાં આવે અને એટલું જ નહીં હોકી ક્ષેત્રે આવકવેરા વિભાગના કર્મચારીઓની સાથે આજના નવ યુવાનો વધુને વધુ આ રમતગમત સાથે જોડાય તે માટેના પણ વિભાગ સતત પ્રયત્નો હાથ ધરશે.

Screenshot 7 17 ભારતમાં હોકીનું ભવિષ્ય ખુબ જ ઉજળું : જલાલુદિન રિઝવી

ભારતીય હોકીના ખૂબ જ જાણીતા એવા જલાલુદ્દીન રીઝવીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભારતમાં હોકીનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે કારણ કે જે રીતે રમતગમતમાં ટેકનોલોજીનું મહત્વ વધી રહ્યું છે તેનાથી ખેલાડીઓ ની ક્ષમતામાં પણ વધારો જોવા મળ્યો છે. રૂમા તેઓએ ઉમેર્યું હતું કે હાલ જે રીતે સુવિધાઓ આપવામાં આવી રહી છે તે પહેલાના સમયમાં નહોતી જેના કારણે હોકીમાં ભારતનું સ્તર ખુબ નીચું હતું

પરંતુ હવે દિન પ્રતિ દિન ભારતમાં હોકીનું પ્રમાણ વધ્યું છે અને આ એક વિરાસત છે જેને કોઈ છીનવી શકે તેમ નથી. કોઈ ઉમેર્યું હતું કે આજનો યુવા ધન હોકી તરફ વળ્યું છે અને તેઓ સારી રીતે આ રમતને સમજે છે અને તેનું અનુસરણ પણ કરી રહ્યા છે જે ખરા અર્થમાં હોકી માટે ખૂબ સારા ચિન્હો કહેવાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.