Abtak Media Google News

યાર્ડની બહાર મરચા ભરેલ વાહનોની લાંબી કતાર જોવા મળી

 

Advertisement

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં  મરચાની આવક શરૂ કરવામાં આવી છે, અને ખેડૂતોને પોતાના મરચા નો જથ્થો લઈ આવવા માટેની અગાઉથી જાહેરાત કરાઈ હતી, જેના અનુસંધાને   સૌરાષ્ટ્ર ભરના અનેક ખેડૂતો પોતાના વાહનો સાથે કતાર બંધ માર્કેટિંગ યાર્ડની બહાર ગોઠવાઈ ગયા હતા. કુલ 200થી વધુ વાહનોમાં 16,000 ભારી મરચા ની આવક થઈ છે, અને કુલ 40,000 મણ મરચું આવ્યું છે. જેની સોમવારથી હરાજીની પ્રક્રિયાઓબી પ્રારંભ થશે.

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની અનેક જણસો નો ખૂબ જ ઊંચો ભાવ બોલાઈ રહ્યો છે, અને ખેડૂતોને પૂરતા ભાવ મળી રહેતા હોવાથી સૌરાષ્ટ્ર ભરના ખેડૂતોનો પ્રવાહ જામનગર ભણી વળી રહ્યો છે. ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવે તો જામનગર ના ખેડૂતો ઉપરાંત બારાડી પંથક ના ખેડૂતો તેમજ છેક ગોંડલ વિસ્તારમાંથી પણ ખેડૂતો પોતાના વાહનોમાં મરચાનો જથ્થો ભરીને હાપા માર્કેટિંગ યાર્ડમાં આવી પહોંચ્યા છે.

Untitled 2 1

હાપા માર્કેટિંગ યાર્ડ દ્વારા ગઈકાલે મોડી સાંજથી જ ખેડૂતોને ટોકન આપવાનું શરૂ કરાયું હતું, અને અનેક ખેડૂતો ગઈકાલ મોડી સાંજથી કતાર બંધ ગોઠવાયા હતા. ત્યારબાદ આજે બપોરે માર્કેટિંગ યાર્ડમાં મરચાનો જથ્થો ઠાલવવામાં આવ્યો હતો. હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન હિતેશ પટેલના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર ભરમાંથી 200 જેટલા વાહનોમાં 16,000 મરચા ના ભારીની આવક થઈ છે અને અંદાજે 40,000 મણ જેટલો મરચાનો જથ્થો જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં ઠાલવાયો છે, અને તેની હરાજીની પ્રક્રિયાઓ સોમવારથી શરૂ કરાશે. આ વખતે પણ મરચાનો ઊંચો ભાવ મળે તેમ મનાઇ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.