Abtak Media Google News

તારીખ પે તારીખ દેશને મુશ્કેલીમાં મૂકી રહ્યું છે

વહીવટી તંત્ર અને ન્યાય તંત્ર દેશના બે મહત્વના પાયા, બન્ને તંત્ર પાસે અપુરતું મહેકમ અનેક સંકટ નોતરી શકે છે

લોકશાહીના બે મજબૂત પાયા છે. એક વહીવટી તંત્ર અને બીજુ ન્યાય તંત્ર. બન્ને તંત્ર સરખી રીતે ચાલે તો જ દેશ સરખી રીતે ચાલે. વહીવટી તંત્ર પોતાના કામમાં ભૂલ કરે તો ન્યાયતંત્ર તેના પર અંકુશ રાખવા સક્ષમ હોવુ જોઈએ. આ માટે ન્યાયતંત્ર પાસે પૂરતું માળખું હોવું જરૂરી છે. ત્યાંરે દેશમાં છેલ્લા ઘણા સમયથી લઈને ન્યાયધીશોની નિમણૂકને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે કે  ન્યાયાધીશોની નિમણૂકને લઈ કેન્દ્રની લાલિયાવાડી દેશને જોખમમાં મૂકી દેશે.

સુપ્રીમ કોર્ટે જજોની નિમણૂકમાં વિલંબ પર કેન્દ્ર સરકારને ચેતવણી આપી છે.  સર્વોચ્ચ અદાલતે કહ્યું કે કોઈ પણ અસહજ પગલાં લેવા માટે અમને દબાણ ન કરવું જોઈએ.  કોલેજિયમની ભલામણોને મંજૂરી આપવામાં વિલંબથી વહીવટી અને ન્યાયિક કાર્યવાહી બંને થઈ શકે છે.  તેને સુખદ કહી શકાય નહીં.  આ માટે, કેન્દ્રએ ખાતરી આપી હતી કે પાંચ નિમણૂકો રવિવાર સુધીમાં કરવામાં આવશે.

ખંડપીઠે એટર્ની જનરલને કહ્યું કે, કેન્દ્ર હાઈકોર્ટના જજોની નિમણૂક અંગે નિર્ણય નથી લઈ રહ્યું.  આ ખૂબ જ નાજુક અને ગંભીર બાબત છે.  આવી સ્થિતિમાં અમારે મુશ્કેલ નિર્ણય લેવો પડશે. એજીએ કહ્યું, કોર્ટે કંઈપણ રેકોર્ડ પર ન લેવું જોઈએ કારણ કે તેના પર કામ થઈ રહ્યું છે. ખંડપીઠે પૂછ્યું કે, જો કામ ચાલુ છે તો ક્યારે પૂરું થશે?  વર્ષોથી વસ્તુઓ આવી જ છે. એજીએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટના પાંચ જજો માટેની ભલામણો ટૂંક સમયમાં લાગુ કરવામાં આવશે.  રવિવાર સુધી એપોઇન્ટમેન્ટ લઇ શકાશે.  આના પર બેન્ચે કેન્દ્રને ભલામણો પર નિર્ણય લેવા માટે એક અઠવાડિયાનો સમય આપ્યો હતો.

કૉલેજિયમે 13 ડિસેમ્બર, 2022ના રોજ જસ્ટિસ પંકજ મિત્તલ, જસ્ટિસ સંજય કરોલ, જસ્ટિસ પીવી સંજય કુમાર, જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ મનોજ મિશ્રાને સુપ્રીમ કોર્ટમાં બઢતી આપવાની ભલામણ કરી હતી. 31 જાન્યુઆરીએ અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રાજેશ બિંદલ અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ અરવિંદ કુમારની પણ સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે બઢતી માટે ભલામણ કરવામાં આવી હતી.

જો કે બાદમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ માટે પાંચ નવા જજોની મંજૂરી આપી છે. તેમણે સર્વોચ્ચ અદાલતની ખંડપીઠને ખાતરી પણ આપી હતી કે નિમણૂકો ખૂબ જ ટૂંક સમયમાં કરવામાં આવશે.  સુપ્રીમ કોર્ટમાં બઢતી મેળવનારાઓમાં જસ્ટિસ પંકજ મિથલ (રાજસ્થાન હાઈકોર્ટના ચીફ જસ્ટિસ), સંજય કરોલ (પટના હાઈકોર્ટના ચીફ જસ્ટિસ), પીવી સંજય કુમાર (મણિપુર હાઈકોર્ટના ચીફ જસ્ટિસ), અહસાનુદ્દીન અમાનુલ્લાહ (પટના હાઈકોર્ટના જજ)નો સમાવેશ થાય છે. ) અને મનોજ મિશ્રા (અલાહાબાદ હાઈકોર્ટના જજ)નો સમાવેશ થાય છે.

અમને કડક વલણ અપનાવવા મજબુર ન કરો : સરકારને સુપ્રીમની ચેતવણી

ખંડપીઠે એટર્ની જનરલને કહ્યું કે, કેન્દ્ર હાઈકોર્ટના જજોની નિમણૂક અંગે નિર્ણય નથી લઈ રહ્યું.  આ ખૂબ જ નાજુક અને ગંભીર બાબત છે.  આવી સ્થિતિમાં અમારે મુશ્કેલ નિર્ણય લેવો પડશે. અમને કોઈ કડક પગલાં ભરવા માટે મજબૂર ન કરો.  સામે એજીએ બચાવમાં કહ્યું, કોર્ટે કંઈપણ રેકોર્ડ પર ન લેવું જોઈએ કારણ કે તેના પર કામ થઈ રહ્યું છે. ખંડપીઠે પૂછ્યું કે, જો કામ ચાલુ છે તો ક્યારે પૂરું થશે?  વર્ષોથી વસ્તુઓ આવી જ છે.

સુપ્રીમ કોર્ટ હાલ 34ની બદલે  27 જજો સાથે કાર્યરત

સુનાવણી દરમિયાન એટર્ની જનરલ આર વેંકટરામણીએ જસ્ટિસ એસ કે કૌલ અને એએસ ઓકાની બેંચને કહ્યું કે 5 જજોની નિમણૂક માટે વોરંટ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.  સુપ્રીમ કોર્ટમાં સિજેઆઇ સહિત જજોની મંજૂરીની સંખ્યા 34 છે.  હાલમાં 27 જજો સાથે કામ ચાલી રહ્યું છે.  પાંચ જજોના શપથ લીધા બાદ આ સંખ્યા વધીને 32 થઈ જશે. તો પણ 2 જગ્યા હજુ ખાલી રહેશે.

ભારતમાં નિમણૂકની પદ્ધતિ શું છે?

આઝાદી પછી 1993 સુધી સરકાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં જજોની નિમણૂક કરતી હતી. અગાઉ, રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની સલાહ પર ન્યાયાધીશોની નિમણૂક કરતા હતા. પરંતુ 1993માં સુપ્રીમ કોર્ટે કોલેજિયમની રચના કરી હતી.  તે સર્વોચ્ચ અદાલતના પાંચ ન્યાયાધીશોની એક સમિતિ છે, જે ન્યાયાધીશોની નિમણૂક અને પ્રમોશન સંબંધિત બાબતો પર નિર્ણય લે છે.  હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજોની નિમણૂક કોલેજિયમની ભલામણ પર જ થાય છે.  તેના અધ્યક્ષ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે. સામાન્ય રીતે તેમાં માત્ર 5 સભ્યો હોય છે.  પરંતુ હવે તેમાં 6 સભ્યો છે   કોલેજિયમમાં એવો સભ્ય હોવો જરૂરી છે જે પાછળથી મુખ્ય ન્યાયાધીશ બની શકે.

વિશ્વના અન્ય દેશોમાં પદ્ધતિ શું છે?

અમેરિકામાં જજની નિમણૂક માટે સેનેટ કમિટી નામની ભલામણ કરે છે.  સેનેટ ત્યાંનું ઉચ્ચ ગૃહ છે.  આ સમિતિમાં સેનેટના સભ્યો હોય છે.  અમેરિકન બાર એસોસિએશન પણ સેનેટ સમિતિ દ્વારા ભલામણ કરાયેલા નામોની યોગ્યતાનું મૂલ્યાંકન કરે છે.  આ પછી નામ રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે અને તેઓ જજની નિમણૂક કરે છે.

તેવી જ રીતે, બ્રિટનમાં, અદાલતો અને ટ્રિબ્યુનલોમાં ન્યાયાધીશોની નિમણૂક ન્યાયિક નિમણૂક કમિશન પાસે છે.  આ કમિશનમાં 15 સભ્યો છે, જેમાંથી ત્રણ જજ છે અને બાકીના સભ્યો સરકાર દ્વારા પસંદ કરવામાં આવે છે.

ચીનમાં પણ સરકાર તમામ અદાલતોમાં ન્યાયાધીશોની નિમણૂકમાં સામેલ રહે છે.  ચાર પ્રકારની અદાલતો છે – પીપલ્સ કોર્ટ, સ્પેશિયલ પીપલ્સ કોર્ટ, મિલિટરી કોર્ટ અને લોકલ પીપલ્સ કોર્ટ.  સૌથી મોટી સુપ્રીમ પીપલ્સ કોર્ટ છે, જેના ન્યાયાધીશોની નિમણૂક નેશનલ પીપલ્સ કોંગ્રેસ દ્વારા કરવામાં આવે છે.  બીજી બાજુ, અન્ય અદાલતોમાં, ન્યાયાધીશોની નિમણૂકનું કામ ન્યાયિક કમિશન દ્વારા કરવામાં આવે છે, જે સરકાર દ્વારા જ બનાવવામાં આવે છે.  ત્યાંની સરકાર એક ‘સ્થાયી સમિતિ’નું પણ ગઠન કરે છે જે પ્રમોશનથી લઈને ન્યાયાધીશોને હટાવવા સુધીની દરેક બાબતનો નિર્ણય લે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.