Abtak Media Google News
  • પીએમ રૂમ નજીક ગટર ઉભરાતા પાણીની રેલમ છેલ દુર્ગંધથી લોકો માટે પસાર થવું મહા મુશ્કેલ બન્યું

સ્વચ્છતાના ફૂંકાતા બુંગિયા વચ્ચે સિવિલ હોસ્પિટલને સ્વચ્છતાના તબીબની જરૂરિયાત ઊભી થઈ છે.સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ તરફ જવાના રસ્તે આવતી ગટરો ઉભરાતા પાણીની રેલમ છેલ જોવા મળી છે. ઉભરાતી ગટરો નજીકથી પસાર થતા લોકોએ મોઢે ડુમા દેવાનો વારો આવ્યો છે.સિવિલ તંત્રને થોડા માસ અગાઉ જ સ્વચ્છતાના અંગનો એવોર્ડ એનાયત થયો હતો તેના લીરે લીરા ઉડી ગયા છે. શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અંગેની મોટી મોટી જાહેરાતો વચ્ચે  સિવિલ તંત્ર ઊંઘતું ઝડપાયું છે.

પીએમ રૂમ તરફ જવાના રસ્તે આવતી બે ગટરો ઉભરાતા પાણીના ખાબોચિયાં ભરાયાં છે.રસ્તે નીકળતા દર્દી અને પરિવારને મોઢે ડુમા દેવાનો વારો આવ્યો છે.સિવિલ હોસ્પિટલ તંત્રને થોડા માસ અગાઉ જ સ્વચ્છતા માટેનો શ્રેષ્ઠ એવોર્ડ મળ્યો હતો.પરંતુ વખાણેલી ખીચડી દાઢે વળગે ની જેમ ગટર વ્યવસ્થાની સાફ સફાઇ પર પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે.સિવિલ તંત્રના સ્વચ્છતા અભિયાન હાથ ધરવા માટે એકાદ સ્વચ્છતાના તબીબની જરૂરિયાત ઊભી થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.