Abtak Media Google News
  • ચેરમેન જયેશભાઈ બોઘરાના શાસન દરમિયાન માર્કેટયાર્ડની આવક 25 કરોડથી વધીને 37 કરોડ સુધી પહોંચી

ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટનું કાર્યક્ષેત્ર એ રાજકોટ પડધરી અને લોધિકા તાલુકાના સમાવિષ્ટ ગામોનું છે. વર્તમાન ચેરમેન શજયેશભાઈ બોઘરાએ તારીખ 02.12.2021 થી ચાર્જ સંભાળેલ છે. જે સમય દરમ્યાન અસરકારક વહીવટથી સહકારથી સમૃદ્ધિનું સપનું સાકાર કરવામાં આવ્યું છે. વર્તમાન ચેરમેન જયેશભાઈ બોઘરાના શાસન દરમ્યાન માર્કેટયાર્ડની આવક 25 કરોડ થી વધારીને 37 કરોડ સુધી લઇ જવામાં  આવી છે, જેથી અંદાજીત 12 કરોડ જેટલી આવકનો વધારો કરવામાં આવ્યો છે.

Advertisement

ચેરમેન જયેશભાઈ બોઘરા દ્વારા નાણાકીય વર્ષની શરૂઆતમાં જ વર્ષ દરમ્યાન થનાર આવક, કરવામાં આવનાર ખર્ચ તેમજ કરવાના વિકાસના કામો અને આવકના ધોરણો અંગે અગાઉથી લક્ષ્યાંક નક્કી કરવામાં આવે છે. આ લક્ષ્યાંક પાછળ સતત મોનીટરીંગ કરી લક્ષ્યાંકો પરિપૂર્ણ થાય તે માટે સમગ્ર ડીરેકટરશ તથા સેક્રેટરી સહિતના સ્ટાફ દ્વારા રાત દિવસ મહેનત કરવામાં આવે છે.

અનાજ વિભાગ તેમજ શાકભાજી વિભાગમાં ચેરમેન દ્વારા સતત હાજરી આપીને ખેડૂતો, વેપારીઓ, કમીશન એજન્ટો તેમજ માર્કેટયાર્ડ સાથે સંકળાયેલા લોકોમાં વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે.

સરકાર દ્વારા વખતોવખત આપવામાં આવતી સૂચનાઓ,નિયમોનું તેમજ બજારધારાનો કડકપણે અમલ કરાવવામાં આવી રહ્યો છે.

25 કરોડથી વધુના વિકાસના કામો પરિપૂર્ણ

મુખ્યયાર્ડ તેમજ સબયાર્ડમાં અંદાજીત 25 કરોડ થી વધુના વિકાસના કામો પરિપૂર્ણ કરવામાં આવ્યા છે. જેમાં મગફળીની ઉતરાઈ માટે નવા આધુનિક ઙઊઇ શેડ, ડુંગળીની ઉતરાઈ માટે નવા શેડ, પેવર ગ્રાઉન્ડ, નવું કોર્પોરેટ વહીવટી કાર્યાલય, હયાત શેડ વચ્ચેના ડોમ, ખેડૂતો માટે રાહતદરે ભોજનાલયનું બાંધકામ, જુના યાર્ડ સંકુલમાં તમામ ઓક્શન શેડના છાપરા બદલાવવાનું કામ, પોલીસ ચોકી, 100% ઈઈઝટ સર્વેલેન્સ જેવી કામગીરીનો સમાવેશ થાય છે.

ચાલુ વર્ષમાં અંદાજીત 8 કરોડથી વધુના કામો કરાશે

વર્તમાનમાં 15 કરોડથી વધુના વિકાસના કામો ચાલુ છે. જેમાં હયાત ઙઊઇ શેડનું વિસ્તૃતિકરણ, ખેડૂતોની જણસીઓનું પ્રોસેસિંગ કરી તેનું વેચાણ કરવાનું, બાયોવેસ્ટમાંથી ખાતર બનાવવાનો પ્લાન, શાકભાજી યાર્ડ સંકુલ ખાતે વર્ષોથી કરવામાં આવતી માંગણીના કામો જેવા કે, આર.સી.સી. રોડ રસ્તા, ડ્રેનેજ વર્કસ અને વોટર વર્કસના કામોનો સમાવેશ થાય છે.તેમજ ચાલુ વર્ષમાં હવે પછી પેટ્રોલપંપ, ટોઇલેટ બોક્સ, ઓક્શન શેડ જેવા અંદાજીત 8 કરોડ થી વધુના પ્રકલ્પની કામ કરવામાં આવનાર છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.