Abtak Media Google News
  • કાલાવડ રોડ, રેસકોર્ષ રીંગ રોડ, સાધુવાસવાણી રોડ પર આવેલ સ્વિમિંગ પુલ આકર્ષણનું કેન્દ્ર બન્યા

હાય ગરમી… કાળઝાળ ગરમીથી લોકો પરેશાન… ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. ઉનાળાના પ્રારંભથી જ ભારે ગરમી અને તાપથી નગરજનો ઉકળી ઉઠયા છે. હવેના ત્રણ મહિના ભારે ગરમી અને તડકો પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. અને સાથો સાથ હવે બાળકોને શાળાઓમાં રજા પડી જશે. ટુંક સમયમાં શાળાઓમાં ઉનાળુ વેકેશન પણ શરુ થઇ જશે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ 1 એપ્રિલથી તમામ સ્પોટર્સ સંકુલો માટે નવા સભ્ય માટે બેંચ શરુ કરી છે. ત્યારે હાલ કાળઝાળ ગરમીને કારણે કોર્પોરેશન સંચાલીત સ્વીપીંગ પૂલો દર વખતની જેમ આ વખતે પણ વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. હાલ તમામ સ્વીમીંગ પૂલોની તમામ બેંચો ફૂલ થઇ ગઇ છે.

Swimmers Splash In Swimming Pools To Cool Off In The Sweltering Heat
Swimmers splash in swimming pools to cool off in the sweltering heat

નવી બેંચમાં બાળકો વિદ્યાર્થીઓ સહિત મહિલાઓ તથા મોટેરાઓ સ્વીમીંગ શિખવા અને આ ધમધોળતા તાપમાં ઠંડક મેળવવા ડૂબકી મારવા ઉત્સાહથી શહેરના વિવિધ સ્વીમીંગ પુલમાં પહોચવા લાગ્યા છે. કાલાવડ રોડ, રેસકોર્સના સ્વીમીંગ પુલ અને સાધુવાસવાણી  રોડ પર આવેલ જીજાબાઇ સ્વીમીંગ પુલનું સૌથી વધુ આકર્ષણ હોય છે. પરંતુ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાનું આયોજન કરી શકાય તેવી સુવિધા ધરાવતા કોઠારીયા રોડ પર આવેલ સરદાર વલ્લભભાઇ પટેલ (સિંદુરીયા ખાણ) સ્વીમીંગ પુલમાં પણ આ વર્ષે ભારે ભીડ જોવા મળે છે.ગરમીની આ સીઝનમાં ઠંડક મેળવવા બાળકો, યુવાનો મોટેરાઓ સ્વીમીંગ પુલમાં આનંદ કરતાં જોવા મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.