Abtak Media Google News

કુમ-કુમ પગલા પડયા… માડી તારા આવવાના એંધાણા થયા

ચૈત્રી નવરાત્રિમાં ઘટસ્થાપન, પૂજન તેમજ ઉપવાસ કરવા ઉત્તમ ફળદાયી

હિંદુ ધર્મશાસ્ત્રોમાં આસો, મહા, ચૈત્ર, અષાઢ એમ ચાર નવરાત્રીનો મહિમા ગાવામાં આવ્યો છે. જેમાં શક્તિ ઉપાસના માટે શરદ ઋતુ, વસંત ઋતુના અનુક્રમે આસો, ચૈત્રની નવરાત્રીને વધુ ફળદાયી માનવામાં આવી છે. ચૈત્રિ નવરાત્રીમાં પણ દેવીશક્તિની ઉપાસના, અનુષ્ઠાન કરવામાં આવે છે. શાસ્ત્રોમાં નવરાત્રીને માતાજીની ઉપાસનામાં શીધ્ર ફળદાયી ગણવામાં આવી છે. આદિ અનાદિકાળથી નવરાત્રીમાં શક્તિ આરાધનાનો વિશેષ મહિમા વર્ણવવામાં આવ્યો છે. સામાન્ય દિવસોની તુલનાએ નવરાત્રિમાં શક્તિ આરાધનાનું અનેકગણું ફળ પ્રાપ્ત થાય છે.

બ્રહ્મપુરાણ અનુસાર ચૈત્ર સુદ એકમના પાવન દિને બ્રહ્માજીએ સૃષ્ટિ રચનાનો પ્રારંભ કર્યો હતો. એક પૌરાણિક માન્યતા અનુસાર આ પવિત્ર દિવસે ભગવાન રામનું રાજ્યારોહણ થયું હતું અને આ જ દિને યુધિરિનું રાજ્યારોહણ કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ એકમ ગુડી પડવા તરીકે ઉજવાય છે. આ પર્વ ખાસ કરીને મહારાષ્ટ્રમાં વિશિષ્ટપણે ઉજવવામાં આવે છે. આ દિવસે ઘરે-ઘરે બારણામાં કે ઘરની બહાર ગૂડી (ધજાની લાકડી) રોપીને ઉભી કરાય છે, તેને સાડી પહેરાવાય છે અને ફૂલોના હાર-સાકરના હારથી શણગારાય છ, ઉપરના ભાગમાં ઉંધો કળશ કે ચાંદીનો લોટો સ્થાપવામાં આવે છે.

આ પછી ગૂડીની ષોડશોપચારથી પૂજન કરવામાં આવે છે. આ નવ રાત અને દસ દિવસ દરમ્યાન શક્તિ/દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ચૈત્રી પ્રતિપદાથી નોમ સુધી અથવા આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસ; નોરતાં. આ દિવસોએ હિંદુ લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે. હિંદુઓ નવરાત્રને પહેલે દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આવાહન તથા પૂજન કરે છે.

આ વખતે 22 માર્ચથી ચૈત્રી નવરાત્રિ શરૂ થઈ રહી છે. નવ દિવસ સુધી ચાલનારી નવરાત્રિ, ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે પ્રતિપદા તિથિ પર કલશની સ્થાપના સાથે શરૂ થશે, જે રામ નવમીના દિવસે 30 માર્ચ 2023 સુધીમાં સમાપ્ત થશે. હિંદુ કેલેન્ડર મુજબ ચૈત્ર નવરાત્રિની શરૂઆત સાથે જ નવું હિંદુ વિક્રમ સંવત 2080 પણ શરૂ થશે. નવરાત્રિના 9 દિવસ સુધી, દેવી દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની ધાર્મિક વિધિઓ અને મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન સ્વચ્છતા અને પવિત્રતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે નવરાત્રિના નવ દિવસ સુધી દેવી શક્તિની પૂજા કરવાથી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. હિન્દુ ધર્મમાં દેવી-દેવતાઓની પૂજા માટે કેટલાક નિયમો છે, જેનું પાલન કરવામાં આવે છે. પૂજાનું ફળ ત્યારે જ મળે છે

પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 21 માર્ચ, 2023 ના રોજ રાત્રે 10:52 થી શરૂ થઈને 22 માર્ચ, 2023 સુધી રાત્રે 08:20 સુધી રહેશે. નવરાત્રીના પ્રથમ દિવસે કલશની સ્થાપના કરવાનો શુભ સમય 22 માર્ચ 2023ના રોજ સવારે 06.23 થી 07.32 સુધીનો રહેશે.

નવરાત્રિના દિવસોમાં સવારે અને સાંજે બંને સમયે મા દુર્ગાની પૂજા કરો. નવરાત્રિના નવ દિવસો દરમિયાન મા દુર્ગાને જળ અર્પણ કરો. તેનાથી માતા દુર્ગા જલ્દી પ્રસન્ન થાય છે. જો શક્ય હોય તો, નવરાત્રિના 9 દિવસ સુધી ઉપવાસ રાખો અને ઉપવાસ દરમિયાન ફળો ખાઓ.

નવરાત્રિના નવ દિવસો દરમિયાન મા દુર્ગાને વિશેષ રૂપે શણગારો અને પૂજામાં સુહાગની તમામ સામગ્રી માતાને અર્પણ કરો. નવરાત્રિ દરમિયાન આવતી અષ્ટમી તિથિએ ક્ધયાઓની પૂજા કરો અને તેમને ભોજન કરાવો. ક્ધયા પૂજન પછી ક્ધયાઓને ભેટ આપો. તેનાથી દેવી દુર્ગા જલ્દી પ્રસન્ન થાય છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા દુર્ગાની સામે અવશ્ય અખંડ દીવો પ્રગટાવો.

માતાના મઢે ચૈત્રી નવરાત્રી વિવિધ ધાર્મિક કાર્યક્રમની વણઝાર

ભૂજથી 100 કી.મી. અંતરે આવેલ 19 મી સદીનું ભવ્ય તિર્થધામ માતાના મઢ માં આશાપુરા માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે. જયાં પ્રતિવર્ષથી જેમ ચૈત્રી નવરાત્રી તેમજ આસો નવરાત્રી ભવ્ય રીતે તે ઉજવવામાં આવે છે.

ત્યા ચૈત્રી નવરાત્રી તા .21,03,2023 , મંગળવારના રોજ ભવ્ય પ્રારંભ થશે . તા .21.03,2023 , મંગળવાર રાત્રે 08:35 કલાકે ઘટ સ્થાપન થશે . તા , 28.03.2023 , મંગળવાર ચૈત્રીસુદ -7 ભવ્ય હોમાદિક ક્રિયા રાત્રે 8:00 કલાકે શરૂ થશે . હોમાદિક ક્રિયા ઉત્સવના અધ્યક્ષસ્થાને રાજાબાવા યોગેન્દ્રસિંહજી પુજાવિધિ કરશે . ગોરમહારાજ છે દેવપ્રસાદ મુળશંકર જોષી સમગ્ર હવનની વિધિ કરાવશે . રાજાબાવા યોગેન્દ્રશિંહજી તા .28.03.2023 , મંગળવાર ચૈત્રીસુદ – 7 મોડી રાત્રે 01:00 કલાકે બિડું હોમાશે .

આ સમયે રાજવી પરિવાર , માઇભકતો , આમંત્રિત મહેમાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હવનમાં આહુતિ આપશે . તેમજ માતાજીની સ્મૃતિ , શ્લોક , મંત્રો દ્વારા હવનમાં વિવિધ ફળો તથા ફુલો દ્વારા વિધિવત આહુતિ ચડાવાશે . રાત્રે 1:00 કલાકે બિડું હોમાશે . માં આશાપુરાના જયઘોષ સાથે  માં આશાપુરાની જય બોલો રે માવડી મઢવાળી ” ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભકિતમય બની જાય છે . ચૈત્રીનવરાત્રી સમયે સમગ્ર કચ્છમાં કચ્છી માડું કઠોર પરિશ્રમ કરી પગપાળા સૌરાષ્ટ્ર – કચ્છના માઇભકતો માં આશાપુરાના દર્શન કરવા જાય છે . કચ્છ ઘણીયાળી માં આશાપુરા ઉપર અપાર શ્રધ્ધા અને વિશ્વાસથી સેવા ચાકરી કરતા કરતા કચ્ચી માડું પદયાત્રીઓના વિના મુલ્યે વિના સંકોચ ભોજન ચા , દુધ , દવા વગેરે જરૂરી ચીજવસ્તુઓની સેવા આપે છે .

સેવા એજ ધર્મના ઉદેશને ધ્યાને લઇ પદયાત્રી જાણે માં આશાપુરા જાગતી દેવી સ્વરૂપે સાથે છે . તેવો અહેસાસ અનુભવે છે . ચૈત્રીનવરાત્રીમાં નવદુર્ગા દેવીઓની પુજા નવરાત્રીના પ્રથમ દિવસે શૈલપુત્રી પુજા , બીજા દિવસે બ્રહમ માહિણી પુજ , ત્રીજા દિવસે ચંદ્ર વંશા પુજા , ચોથા દિવસે કુષ્માંડા પુજા , પાંચમાં દિવસે કુષ્માંડા પુજા , છઠા દિવસે કાત્યાયની પુજા , સાતમાં દિવસે કાલરાત્રી પુજા , આઠમાં દિવસે મહાગૌરી પુજા , નવમાં દિવસે સિધ્ધીક્ષત્રી પુજા આમ ચૈત્ર નવરાત્રીના નવ નોરતામાં માતાજીની આરાધના તેમજ અનુષ્ઠાન કરવાથી ઉતમ ફળ પ્રાપ્ત થાય છે . માતાના મઢ મંદિરમાં શ્રીફળ વધેરવાની મનાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.