Abtak Media Google News

ભગવાન ભોળા નાથના સ્વયંભૂ બા જયોતિલીંગ સુપ્રસિધ્ધ દર્શનીય વંદનીય છે. અને દર્શન માત્રથી મન મસ્ત બની જાય છે. ચલીત ચીતવન ચંદનવનમાં ફેરવાય છે. અજબ સાતા વર્તાય છે.

Advertisement
  1. સૌરાષ્ટ્રમાં સોમનાથ
  2. દક્ષિણ ભારતમાં મલ્લીકાર્જૂન
  3. મહાકાલેશ્વર ઉજૈનમાં
  4. ૐ કારેશ્વર માળવામાં નર્મદાનીના કિનારે
  5. બૈજનાથ દક્ષિણ હૈદ્રાબાદમાં પરબી ગામમાં, અન્યમંત પ્રમાણે બિહારમાં સીડી સ્ટેશન પાસે ભવ્ય મંદિર છે.
  6. ભીમાશંકર ભીમા નદીના કિનારે
  7. રામેશ્વર દક્ષિણ ભારતના દરિયા કિનારે
  8. નાગેશ્વર દ્વારકા-ગુજરાત પાસે
  9. કાશી વિશ્વનાથ વારાણસી યુ.પી.માં
  10. ત્રંબકેશ્વર નાસીક મહારાષ્ટ્રમાં
  11. કેદારનાથ હિમાલયમાં
  12. ઘુસુણેશ્વર દક્ષિણમાં દેવગીરી પર્વત પર.

આ સિવાયનાં ભગવાન શંકરના અન્ય બાર લીંગ પણ દર્શનીય છે.

હિમાલયમાં બર્ફીલા બાબા તરીકે ઓળખાતા અદ્ભૂત અમરનાથ બાબા, નેપાળમાં પશુપતિનાથ, હિમાલયમાં કૈલાસ, ઓરિસ્સામાં ભૂવનેશ્વર, બંગાળમાં તારકેશ્વર, મદુરામાં સુંદરેશ્વર, વડનગરમાં હાટકેશ્વર, કુંભકોણમમાં કુંભેશ્વર, ઉદેપુર પાસે એક-લિંગજી અને કાશીમાં મધ્યમેશ્વર.

બાર જયોતિલિંગોંના પણ આઠ ઉપ-લિંગો માનવામાં આવે છે. 1. મલ્લિકાર્જુન દ્વારા પ્રગટ રૂદ્રેશ્વર જે ભરૂચમાં છે. 2. મહાકાલેશ્વર દ્વારા પ્રાગટય દુગ્ધેશ્વર જે નર્મદા નદીના કિનારે બિરજમાન છે. 3. ૐ કારેશ્વર દ્વારા પ્રગટ કર્દમેશ જે બિંદુ સરોવર સિધ્ધપુર ઉતર ગુજરાતમાં સ્થિર છે. 4. કેદારેશ્વરથી પ્રગટમાન ભુતેશ્વર જે મથુરાની પૂણ્ય સલિલા ભૂમિને પાવન કરે છે. 5. ભીમાશંકર દ્વારા પ્રગટ ભીમેશ્વર સરસ્ત્રગિરિ પર્વત પર પ્રસ્થાપિત છે. 6. નાગેશ્વરથી પ્રગટ ભુતેશ્વર સરસ્વતી નદીના કિનારે છે.7. રામેશ્વર દ્વારા પ્રગટ ગુપ્તેશ્વર આનુ નિશ્ર્ચિત સ્થાન નકકી નથી થઈ શકતુ કારણ કે આ નામના મહિમાવંત અનેક શિવલિંગો ભારત ભૂમિમાં બિરામાન છે. 8. ઘુસુણેશ્વર (ધુમેશ્વર) દ્વારા પ્રગટ વ્યાધ્રેશ્વર આના પણ નિશ્ર્ચિંત સ્થાનની કોઈ જાણ થતી નથી.

ભગવાન ભૂતનાથના બાર શિવલીંગના દર્શન માત્રથી ભાવિક ભકતો ભાવ વિભોર થઈ જાય છે. એમની સર્વે મનોકામના પૂર્ણ થાય છે. એક અજબ સાતા અને સંતોષ પ્રાપ્ત થાય છે. જય ભોલે.

આ સિવાય પૂર્વ દિશાના પૂણ્ય સ્થાનોમાં જોઈએ તો, બ્રહ્માજી દ્વારા સ્થાપિત બ્રહ્મેશ્વર નામક શિવ-લિંગ પ્રયાગમાં દશાશ્વમૈધ પર સ્થિત છે. જે ધર્મ અર્થ કામ, અને મોક્ષ દાતા છે. કાશી નગરી તો આખી લીંગ મયી છે. અહી કેટલા શિવલીંગ છે તેની ગણના કરવી કઠીન છે. અહીના પ્રસિધ્ધ શિવલિંગોમાં ત્રિલોચન, કેદારેશ્વર, મધ્યમેશ્વર, કૃતિવાસેશ્વર, તારકેશ્વર વિગેરે સુપ્રસિધ્ધ છે. મધ્યમેશ્વરની આરાધનાથી મહર્ષિ વેદ વ્યાસે પુરાણ લખવાની સિધ્ધિ પ્રાપ્ત કરી હતી એવું કહેવાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.