Abtak Media Google News

રાજકોટ શહેરના અનેક નાના મોટા શિવમંદિરોમાં આજ સવારથી ભીડ જોવા મળી રહી છે. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠયા છે. ત્યારે આજે આ પવન પર્વે આપણે વાત કરીશું રાજકોટના સુપ્રસિદ્ધ એવા ઈશ્વરીયા મહાદેવ વિશે. તેનો રોચક, અદ્ભુત ઇતિહાસ જાણી તમે પણ અચંબિત થઈ જશો..!!

દર વર્ષે એક ચોખાના દાણા જેટલું ઇશ્વરીયા મહાદેવનું કદ વધે છે: બિપિનકુમાર દવે (ઇશ્વરીયા મહાદેવ)

Ishwariya Mahadev 1

 ઇશ્વરીયા મહાદેવ મંદિર આશરે 500 વર્ષ જુનું મંદિર છે. અતિપ્રાચીન ના મંદિર ની મહિમા ખૂબ છે જુના માધાપર ગામ નો એક ગોવાળ પોતાની ગાય ચરાવતો હતો ત્યારે આ લિંગ પર તેની ગાયનો દૂધ નીકળી જતું ગોવાળ થી આ સહન થતું નહીં તેણે આવેગ માં આવી લિંગ પર કુહાળીનો ઘા કર્યો તે સાથે જ આ લિંગ માથી દૂધ નીકળવા લાગ્યું ત્યારબાદ આ અલૌકિક ઘટના જોઈ ગોવાળ અચરજ પામી ગયો ત્યારબાદ આ મંદિરની અહીં સ્થાપના કરવામાં આવી છે. આજ દિવસ સુધી એ કુહાળીનો ઘા લિંગ પર જોવા મળે છે. દર વર્ષે એક ચોખા ના દાણા જેટલું આ લિંગ વધે છે. ઇશ્વરીયા મહાદેવ

શ્રાવણ માસના દર સોમવારે શિવ ભક્ત દ્વારા ઘી દ્વારા મહાપૂજા કરવામાં આવે છે : યોગેશભાઈ ભટ્ટ (પંચનાથ મહાદેવ)

લગભગ 142 વર્ષ પહેલા પંચનાથ મહાદેવ દાદાની સ્થાપના થઈ છે. વર્ષો થી ભાવિ ભક્તિ પંચનાથ દાદાના દર્શનાર્થે પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે. શ્રાવણમાસમાં શિવભકતો પંચનાથ મહાદેવ એ મહાપૂજન કરી પોતાની તેમના પરિવારની સ્વાસ્થ્ય અને આરોગ્યની પ્રાર્થના કરતા હોય. પંચનાથ મહાદેવની મહિમા ખૂબ છે લોકો શ્રાવણ મહિનાના દર સોમવારે અહીં ઘીની મહાપુજા કરે છે.

પંચનાથ મહાદેવ મંદિર ઉત્સવપ્રેમી અને ધર્મપ્રેમી રાજકોટની જનતાજન્માષ્ટમી થી લઇ ઘણા બધા ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરે છે તેમાં મહાશિવરાત્રિએ અને શ્રાવણ માસ આખો પંચનાથ વિસ્તારમાં શિવમય બની જાય છે તેમજ પંચનાથ ટ્રસ્ટ દ્વારા લોકોની અવિરત સેવા કરવા હેતુથી સાર્વજનિક હોસ્પિટલ નો પણ અહીં નવ નિર્માણ કર્યું છે. પંચનાથ મહાદેવ ની અસીમ કૃપા હંમેશા તેના ભક્તો અને રાજકોટની જનતા પર અવિરથ રહેશે.

મંદિરનો મહિમા ખૂબ છે. લોકો દૂર દૂરથી અહીં મહાદેવના દર્શનાર્થે આવે છે મહાદેવ ની મંગળા આરતીનો લ્હાવો અનેરો છે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવ ભક્તોનું ઘોડાપૂર અહીં ઉમટી પડે છે અને લોકો હર હર મહાદેવના નાદથી ઇશ્વરીયા મહાદેવ મંદિર ગૂંજી ઉઠે છે. આ શ્રાવણ માસ લોકોના સ્વાસ્થ્ય અને પરિવાર ને સ્વસ્થ આરોગ્યની હું પ્રાર્થના કરું છું મહાદેવ ની અસીમ કૃપા હંમેશા તેમના ભક્તો ઉપર રહેશે.

હજુ મેળા નો લ્હાવો લેવા આવતા હોય છે. હજુ પણ આ મેળાનું ખૂબ મહત્વ છે. રામનાથ મહાદેવના ઘણા બધા પરચા છે શિવભક્તોને માંગવું પડતું નથી. એ પહેલા જ દાદા આપી દેતા હોય છે. શિવ ભક્તોએ શ્રાવણ માસમાં મનમુકી અહીં ભક્તિ કરવા આવે છે અને દાદા ની મહાપૂજા જલાભિષેક, દુગ્ધાભિષેક કરી તેઓ ધન્ય થાય છે. લોકોને  મારે એટલું જ કહેવું છે. મહાદેવની પૂજા અને ભક્તિ અવિરથ કરતા રહે. તેમજ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે મહાદેવ ની અસીમ કૃપા સર્વે ભક્તો ઉપર અને રાજકોટની જનતા ઉપર હંમેશા રહે.

મહત્વ છે. ભોળાનાથને શ્રાવણ માસમાં ફક્ત જળ અને બીલીપત્ર અર્પણ માત્રથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, ધારેશ્વર મંદિર ખાતે પ્રથમથી જ બ્રહ્મ મુહૂર્ત એટલે કે સવારે 5 વાગ્યે આરતી કરવામાં આવે છે અને આ મુહૂર્તમાં ભક્તો ભોળાનાથના દર્શન માત્રથી ધન્યતા પ્રાપ્ત કરે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.