Abtak Media Google News

ઈન્ટરનલ સિકયોરીટી, દરિયામાં યુદ્ધ જહાજોની હિલચાલ સહિત અનેકવિધ ગતીવિધીઓ પર રખાશે નજર

રીસેટ-૨બીઆર૧ સેટેલાઈટ શ્રીહરીકોટાથી થાશે લોન્ચ

દુશ્મનોની રડાર પર બારીકાઈથી નજર રાખવા ઈસરોનું ઉપગ્રહ પૂર્ણત: સજજ

ભારત અવકાશ સંશોધન ક્ષેત્રે ખુબ જ આગળ વધી ર્હ્યું છે. વિદેશી દેશો અવકાશ ક્ષેત્રે પોતાનું એક અહમ સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે ભારત પણ સંશોધનમાં પીછેહઠ ન કરતાં એક વિશેષ સેટેલાઈટનું નિર્માણ કર્યું છે. જેમાં રીસેટ-૨બીઆર૧ બાજ અને સકરા કરતાં પણ ખતરનાક નજર પૃથ્વી પર રાખશે. આ સેટેલાઈટ લોન્ચ થતાં ઈન્ટરનલ સિકયોરીટી સહિત અનેક ચીજ-વસ્તુઓ પર ભારત પોતાની પકડ જમાવશે.

ઈસરો દ્વારા નવનિર્મિત સેટેલાઈટ ૨૨મી મેએ લોન્ચ કરવામાં આવશે. આ સેટેલાઈટ આંતરરાષ્ટ્રીય સુરક્ષા, દરિયામાં યુદ્ધ જહાજોની હિલચાલ, દુશ્મનોનાં રડાર, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સી, સીસીટીવી સર્વેલન્સ સહિત અનેકવિધ જીણવટભરી તપાસ આ ઉપગ્રહ દ્વારા કરવામાં આવશે. આ ઉપગ્રહ લોન્ચ થતાની સાથે જ ભારત પોતાની એક આગવી ઓળખ અવકાશ ક્ષેત્રે પ્રસ્થાપિત કરશે જેના લાભો ભારત દેશને પૂર્ણતહ મળવાપાત્ર થશે જે પહેલા મળતાં ન હતા. આ
પ્રકારની સુવિધા અને ટેકનોલોજી ભારત પાસે નહોતી જેનાથી ભારત દેશને અનેકવિધ તકલીફો અને સમસ્યાનો સામનો પણ કરવામાં આવતો હતો જે હવે એક સ્વપ્નું થઈ જશે.

અવકાશ સંશોધન ક્ષેત્રે ભારતનો દબદબો વિશ્વ સ્તરે દિવસેને દિવસે વધી રહ્યો છે. ઈસરો દ્વારા ૨૨ મેએ આંધ્રપ્રદેશનાં હરીકોટા ખાતેથી અવકાશમાં અન્ય દેશોની રડાર ઉપર બાજ નજર રાખતાં રીસેટ-૨બીઆર૧ ઉપગ્રહનું લોન્ચીંગ કરીને અવકાશમાં ભારત પોતાની બાજ નજર રાખશે. ઈસરો દ્વારા લોન્ચ કરવામાં આવેલા આ ઉપગ્રહ હવામાનનું પુર્વાનુમાન અને ભારતની સુરક્ષા પ્રણાલીની ક્ષમતામાં ખુબ જ મોટો વધારો કરશે.

રીસેટ ઉપગ્રહ દિવસમાં બે થી ત્રણ તસવીરો મોકલતું જશે જેનાથી અવકાશમાં ભારતની દરેક ગતિવિધિઓ ઉપર બાજ નજર રહેશે. ઈસરો દ્વારા ૨૨મી મેએ લોન્ચ કરવામાં આવનારા ઉપગ્રહમાં સૌથી વધુ એડવાન્સ ટેકનોલોજી રહેલી છે. બહારથી દેખાવમાં તે જુના ઉપગ્રહ જેવું હશે પરંતુ તેની ક્ષમતામાં ખુબ જ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપગ્રહ રાત-દિવસ સુધી કામ કરવાની ક્ષમતા ધરાવે છે.

અવકાશમાં વાદળછાયા વાતાવરણ હોય કે કોઈપણ પ્રકારનાં ૧ મીટરનાં આવરણ છતાં આ ઉપગ્રહ ઉપર તેનું અવલોકન કરી તેની તસવીર લઈ શકશે. પૃથ્વી પરથી કોઈપણ બિલ્ડીંગ અથવા વસ્તુઓની દિવસમાં બે થી ત્રણ વખત તસવીરો લેવાની ક્ષમતાનાં કારણે લાઈન ઓફ ક્ધટ્રોલ પીઓકે કબજાગ્રસ્ત કાશ્મીરનાં વિસ્તારોમાં, જેહાદી પ્રવૃતિઓ અને આતંકી પ્રવૃતિઓની ગતિવિધિઓ ઉપર નજર રાખવામાં ભારતને સવલત મળશે.

આ પ્રકારની સેટેલાઈટથી હવામાનનું પુર્વાનુમાન, ક્ષમતા અને દેશનાં સંરક્ષણ ક્ષેત્રે પણ અદ્યતન માહિતી મેળવવામાં સફળતા અને સુરક્ષા દળોને સરહદ પર થતી ગતિવિધિઓની માહિતી મળતી રહેશે. આ ઉપગ્રહ દરીયામાં ફરતી શંકાસ્પદ નૌકાઓ અને ખાસ કરીને ચીનનાં યુદ્ધ જહાજોને સમુદ્રમાં થતી ગતિવિધિઓ પર બાજ નજર રાખશે.

રીસેટ ઉપગ્રહ માત્ર આંતરીક સુરક્ષા નહીં પરંતુ સીસીટીવી સર્વેલન્સ, આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ સહિતની ચીજ-વસ્તુઓ ઉપર નજર રાખશે જેથી કોઈપણ પ્રકારની દેશમાં થતી ગેરરીતિઓ ઉપર કાબુ મેળવી શકાશે. દરિયાઈ સુરક્ષામાં પણ વધારો જોવા મળશે.

૨૬/૧૧નાં આતંકી હુમલા બાદ રીસેટ-૧ની જગ્યાએ રીસેટ-૨ વિકસાવવાની ફરજ પડી હતી કેમ કે આ પ્રકારનાં એડવાન્સ રડાર સિસ્ટમ એપ્રિલ માસમાં ઈઝરાયલ દ્વારા વિકસિત કરવામાં આવી હતી ત્યારે હવે રીસેટ ઉપગ્રહ ૫૩૬ કિલોમીટર વિસ્તારમાં ૨૪ કલાક બાજ નજર રાખશે. આ સિસ્ટમનાં નિશાનાં પર રહેલા વિસ્તારોનાં તમામ રડાર અને નાના-મોટા એન્ટેનાને પણ ધ્યાનમાં રાખી શકશે.

ઈસરો દ્વારા નવનિર્મિત ઉપગ્રહ તેનાં વિઝન એરીયામાં થતી નાનામાં નાની ગતિવિધિઓ અને પરીવર્તન ઉપર સતત નજર રાખવામાં આવશે. હરીફ દેશોનાં રડાર અને દરિયામાં ફરતા યુદ્ધ જહાજોની ગતિવિધિઓ ઉપર નજર રાખનારું આ નવું ઉપગ્રહ બદલતી જાતી, હવા અને મોસમની પણ માહિતીઓ આપશે. ઈઝરાયેલે વિકસિત કરેલી ટેકનોલોજી અપડેટ કરીને ભારતે વિકસાવેલા રીસેટ ઉપગ્રહને ૨૨મી મેએ અવકાશમાં લોન્ચ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.