Abtak Media Google News

બે કમિટીઓની વધુ રચના કરાઈ તેવી પણ સંભાવના

શહેરની સૌથી પ્રતિષ્ઠત મહાજન સંસ્થા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના નવા પ્રમુખ તરીકે તાજેતરમાં વી.પી.વૈષ્ણવની નિમણુક કરવામાં આવી હતી. ચેમ્બરના નવા પાંચ હોદેદારોની વરણી કરાયા બાદ હવે અલગ-અલગ કમિટીઓની રચના માટેની પણ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આગામી ૩૦મી જાન્યુઆરીના રોજ ચેમ્બરની નવી બોડીની પ્રથમ બોર્ડ બેઠક મળશે જેમાં અલગ-અલગ કમિટીઓની રચના કરવામાં આવશે.

આ અંગે વધુ માહિતી આપતા ચેમ્બર ઓફ કોમર્સના નવનિયુકત પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની નવી બોડીની પ્રથમ બોર્ડ બેઠક આગામી ૩૦મી જાન્યુઆરીના રોજ સવારે ૧૧ કલાકે કરણસિંહજી મેઈન રોડ પર આવેલી ચેમ્બરની ઓફિસ ખાતે મળશે જેમાં અલગ-અલગ સમિતિઓની રચના કરવામાં આવશે. તેઓએ ઉમેર્યું હતું કે, હાલ ચેમ્બરમાં અલગ-અલગ ૨૮ કમિટીઓ કાર્યરત છે જેમાં વધુ બે સમિતિઓનો ઉમેરો કરવાની પણ વિચારણા ચાલી રહી છે. આમ હવે ચેમ્બરમાં ૩૦ સમિતિઓ કાર્યરત થશે. ૩૦મીએ મળનારી પ્રથમ બોર્ડ બેઠકમાં શકય તેટલી કમિટીની રચના કરી દેવામાં આવશે. જે કમિટીની રચના નહીં કરી શકાય તેના માટે આવનારા દિવસોમાં બીજી બોર્ડ બેઠક બોલાવવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.