Abtak Media Google News

ધોરણ ૮ અને ૧ર ભણેલા શખ્સો દર્દીઓના આરોગ્ય સાથે ચેડા કરી ઇન્જેકશન આપતા: પોલીસે દવા અને ઇન્જેકશન કબ્જે કર્યા

શહેરમાં બોગસ ડોકટરો પકડી પકડવાનો સીલસીલો શરુ કરવામાં આવ્યો હોય તેમ થોડા દિવસ પહેલા જ જંગલેશ્વર વિસ્તારમાંથી બોગસ ડોકટર ઝડપાયા બાદ કુવાડવા પોલીસે ગત સાંજે બે સ્થળોએ ડીગ્રી વિના પ્રેકટીસ કરતા અને એસ.ઓ.જી.  સ્ટાફે રૈયા ધાર પરથી ડીગ્રી વિનાના ડોકટરને ઝડપી લીધો હતો.

Advertisement

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા પોલીસ સ્ટાફને બાતમીના આધારે આણંદપર બાધીએ દરોડો પાડતા ટંકારાના કોઠારીયાનો વાળદ શખ્સ લાલજી ઉર્ફે મુળચંદ જમનભાઇ ચૌહાણ (ઉ.વ.૨૩) નામનો શખ્સ ડીગ્રી વગર દવાખાનું ચલાવતો હોય જેથી તપાસ કરતા શખ્સે પહેલા પોતે જામનગરના કમ્પાઉન્ડ હોવાનું અને છેલ્લા એક વર્ષથી ડીગ્રી વગર દવાખાનુ ચાલુ કર્યુ હોવાની કબુલાત આપી હતી. લાલજી ઉર્ફે મુળચંદ પોતે ૧૨ સાયન્સનો જ અભ્યાસ ધરાવતો હોય માટે ઇન્જેકશન, દવા સહિતનો મુદામાલ જપ્ત કર્યા છે.

જયારે બીજી તરફ નવાગામ આણંદપરમાં પાડી નવાગામ માં રહેતા વિજય કાંતિભાઇ જોટાંગીયા નામના ૩પ વર્ષીય શખ્સની દિપા નામની કલીનીકમાં દરોડો પાડતા પોતે કોઇ ડોકટરની ડીગ્રી વગર કલીનક ચાલવતો હોવાનું જાણવા મળ્યું હતું. જેના વિરુઘ્ધ કુવાડવા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

કુવાડવા પોલીસ મકના પી.આઇ. એમ.ડી. ચદ્રેવાડીયા અને ટીમના પીએસઆઇ વી.પી. આહિર, હેડ કોન્સ. હિરીભાઇ રબારી, હિતેશભાઇ  ગઢવી દિપકભાઇ થરેચા સહીતની ટીમે અલગ અલગ બે સ્થળોએ દરોડા પાડી બોગસ ડોકટરને ઝડપી પાડયા હતા.

જયારે એસ.ઓ.જી. પી.આઇ. આર.વાય. રાવલ, પીએસઆઇ એચ.એમ. રાણા અને ગીરીરાજસિંહ ઝાલા સહીતના સ્ટાફે રૈયાધાર પર આવેલા શાંતિનગરમાં દુકાનમાં કલીનીક ચલાવતા પ્રકાશ પ્રભાશંકર વ્યાસની ધરપકડ કરી છે.પ્રકાશ પાસે મેડીકલની કોઇ પણ જાતની ડીગ્રી ન હોવા છતાં દર્દીઓને દવા અને ઇન્જેકશ આથી તપાસ કરતો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે તેની પાસેથી રૂ ૫૩૬૦/- નો દવાનો જથ્થો કબજે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.