Abtak Media Google News

ઉપપ્રમુખ પદે પાર્થભાઇ ગણાત્રા, મંત્રીપદે નૌતમભાઇ બારસીયા, સંયુક્ત મંત્રીપદે કિશોરભાઇ રૂપાપરા, ખજાનચીપદે ઉત્સવભાઇ દોશીની સર્વાનુમતે કરાય વરણી: આગામી ત્રણ વર્ષ માટે હોદ્દેદારો કાર્યરત રહેશે

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની મઘ્યસત્રી ચુંટણી તાજેતરમાં યોજાઇ હતી. જેમાં વી.પી.વૈષ્ણવની વાયબ્રન્ટ પેનલનો ગતમાસ ર૪ બેઠકો પર વિજય થયો હતો. આ નવનિયુકત કારોબાઇ સભ્યોની બેઠક આજે યોજાઇ હતી. જેમાં આગામી ત્રણ વર્ષ માટેના નવા હોદેદારોની નિમણુંક કરવાનો નિર્ણય કરાયો હતો. જેમાં પ્રમુખ તરીકે વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ તરીકે પાર્થભાઇ ગણાત્રા, મંત્રી તરીકે નૌતમભાઇ બારસીયા, સંયુકત મંત્રી તરીકે કિશોરભાઇ રૂપાપરા અને ખજાનચી તરીકે ઉત્સવભાઇ દોશીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.

આ નવનિયુકત હોદેદારોને ચેમ્બરની ચુંટણી સમીતીના ચેરમેન હિતેશભાઇ બગડાઇએ હોદાના શપથ લેવડાવ્યા હતા. થોડા સમય પહેલા હોદેદારોમાં થયેલી માથાકુટો બાદ ચેમ્બર વિવાદમાં આપી હતી. જે બાદ વિવાદ નિવારવા તત્કાલીન પ્રમુખ ગૌતમભાઇ ધમસાણીયા અને તેમના હોદેદાોરોએ રાજીનામુ આપીને મઘ્યસ્થી ચુંટણી યોજવાની જાહેરાત કરી હતી. જે અનુસાર ગત બુધવારે ચુંટણી યોજાઇ હતી. જેમાં વી.પી.વૈષ્ણવની વાયબ્રન્ટ પેનલ અને સમીરભાઇ શાહની મહાજન પેનલ વચ્ચે ટકકર થઇ હતી. જેના પરિણામમાં વી.પી.વૈષ્ણવની પેનલના તમામ ઉમેદવારો વિજયી થયા હતા.

નવનિયુકત પ્રમુખ વી.પી.વૈષ્ણવે આ પ્રસંગે જણાવ્યું હતું કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સમાં વાયબ્રન્ટ પેનલના રપ સભ્યો ચુંટાયા હતા. તેમાંથી પ હોદેદારોની વરણી કરવામાં આવી છે. વાયબ્રન્ટ પેલનમાં તમામ વેપારીઓએ ખોબલે ખોબલે મતદાન કર્યુ છે. તો હવે તે વેપારી મિત્રોની સૌ અપેક્ષાઓ પૂર્ણ થાય તેવા પ્રયાસો કરાશે. જે લોકો આગલી ટમમાં હોય અને સીનીયર હોય તેમને પ્રાધાન્ય અપાયું. જયારે બાકીના ચુંટાયેલા લોકોને બીજી ૨૮  કમીટીમાં પ્રાધાન્ય આપવામાં આવશે.

Dsc 5899

રાજકોટ ચેમ્બરને સ્માર્ટ ચેમ્બર બનાવવાનો ઘ્યેય વ્યકત કરીને જેટલા હાર વધુ તેટલા ભાર વધુ એવી રીતે મોટાભાગના વેપારીઓની જે અપેક્ષા છે તેમાં અમો પીછેહટ ન કરીને તેમ જણાવીને વી.પી.વૈષ્ણવે ઉમેર્યુ હતું.

ઉપપ્રમુખ પદે વરાયેલા પાર્થભાઇ ગણાત્રાએ જીએસટીના રીફંડ સહીતના અનેક સરકારી વરાયેલા નૌતમભાઇ બારસીયા યુવા તરવરીયા અને ઉત્સાહી છે. સહમંત્રી વરાયેલા કિશોરભાઇ રુપાપરાએ ચુંટણી સમયે ૪૫૯૨ મતદારોને માટે ર૪ કલાક સુધી કાબીલેદાર કામગીરી કરી છે.

ખજાનચીની જવાબદારી ભરી જગ્યા પર સ્વમાનભેર કામ કરી શકે તે માટે ગુજરાતભરમાં આગવી નામના ધરવાતા રાજુ એન્જીનીયરીંગના સીએમડી ઉત્સવભાઇ દોશીનો વરણી કરવામાં આવી છે. તમામ ચુંટાયેલા સભ્યોને હું આવકારું છું.

Dsc 5921રાજકોટ ચેમ્બરના વેપારી ભાઇઓએ અમારા પર જે વિશ્વાસ મુકયો છે. તે વિશ્વાસને પરિપૂર્ણ કરીને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે રાજય અને કેન્દ્ર સરકારમાં રજુઆત કરીને સુપેરી નિર્ણય લાવવાનો પ્રયાસ કરીશું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ નવી કારોબારીને અભિનંદન પાઠવીને તેમની સરકારના દરવાજા ર૪ કલાક ખુલ્લા છે તેવી ખાત્રી આપી હતી. છેલ્લા થોડા સમયમાં ચેમ્બરનું વાતાવરણ બગડયું હતું તેને સુધારીને અમારી યુવા ટીમ ખંભે ખભા મીલાવીને વેપારીઓ હિત માટે કામ કરીશું.

દર છ માસે એકશન ટેકમાં રીપોર્ટ આપવાનો પ્રયાસ કરીશું. ચેમ્બર રાજકીય પક્ષના કામ માટે પ્રેરાય ન શકે અમારા માટે વેપારીએ જે અમારો સમાજ છે અમો કોઇપણ રાજકીય પક્ષમાંથી કામ કઢાવી આપીશું.

તેમ જણાવીને વી.પી.વૈષ્ણવે ઉમેર્યુ હતું કે વેપારીઓના જીએસટીના રીફંડ અને ઓનલાઇનની પ્રક્રિયા ના પ્રશ્નો રાજકોટને માળખાકીય સુવિધાના પ્રશ્નો કન્વેશન સેન્ટર અને આઇસીડીનું જરુરીયાત પર ભાર મુકીશું. ખીરસરા જીઆઇડીસી જે ૯૭  એકટમાં છે જે ડબલ જગ્યામાં ફળવાય અને તેમાં રાજકોટના નાનામાં નાના ઉઘોગ કર્મીન ટોકન દરે એલોટમેન્ટ મળે તેવા પ્રયત્નો રહેશે. શાપર-વેરાવળ જીઆઇડીસીના પાણીની પાઇપલાઇન ૪૦ કરોડ રૂ ના ખર્ચે નાખવા માટે રૂડાના અધિકારીઓ સાથે બેઠક કરી લીધી છે. ટુંકાગાળામાં આ કામ પુર્ણ થાય તેવા પ્રયત્નો કરીશું.

વેપારીઓના પ્રશ્નો માટે પક્ષાપક્ષી ભુલીને સૌની શકિતનો ઉપયોગ કરાશે: વી.પી.વૈષ્ણવDsc 5931નવનિયુકત પ્રમુખ વી.પી.વૈષ્ણવે અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે ચુંટણલ સમયે પક્ષ હોય છે પરંતુ ચુંટણી બાદ સૌ સાથે  રાખી વિકાસ લક્ષી કાર્યો કરવામાં આવશે. આગામી યોજાનાર સૌરાષ્ટ્ર સમીટમાં વેપાર ઉઘોગને વેગ મળે તેવા પ્રયત્નો કરવામાં આવશે. નોટબંધી અને જીએસટી વેપારી ઉઘોગને માઠી અસર થઇ છે. ત્યારે ઇન્કમટેકસ વિભાગને સરકારે ટાર્ગેટ આપ્યા છે જે અંગે વી.પી.એ. ઉમેર્યુ હતું. ઇન્કમટેકસ એવું માળખું છે કે સ્વયંભુ ટેકસ ભરવાનો ભાગ છે. જેમાં ટાર્ગેટ પણ ન હોઇ શકે છતાં કેન્દ્ર સરકાર તેનો ટાગેટ આપશે. અને વેપારીઓને પ્રશ્નો થશે તો રાજકોટ ચેમ્બર હંમેશા વેપારીઓની સાથે રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.