Abtak Media Google News

મોહંમદ સાલાહના શાનદાર ફોર્મના સહારે બ્રિટિશ ફૂટબોલ ટીમ લિવરપૂલની નજર આજે મોડી રાત્રે યોજાનાર યુઇએફએ ચેમ્પિયન્સ લીગ ફાઇનલમાં રિયલ મેડ્રિડનો દબદબો ખતમ કરવા પર રહેશે જ્યારે સ્પેનિશ ટીમ રિયલ મેડ્રિડ સતત ત્રીજી વખત આ ટાઇટલ જીતવાના લક્ષ્ય સાથે ઊતરશે. રિયલ મેડ્રિડ વખત ચેમ્પિયન બની ચૂકી છે જ્યારે લિવરપૂલે પાંચ વખત ટાઇટલ જીત્યાં છે અને તેણે છેલ્લે ૨૦૦૫માં ટાઇટલ જીત્યું હતું.

લિવરપૂલની ટીમે આ સિઝનમાં રેકોર્ડ ૪૬ ગોલ કર્યા છે જેમાં સાલાહના ૧૦ ગોલ છે. મેનેજર ક્લોપે લિવરપૂલની વેબસાઇટ પર કહ્યું કે, જો અમે ટૂર્નામેન્ટ જીતવામાં સફળ થઈશું તો કીવ અને ફાઇનલની સફર અત્યાર સુધીનો શ્રેષ્ઠ સફર હશે. લિવરપૂલની ટીમમાં અનુભવની કમી છે કારણ કે, ટીમમાં કોઈ પણ આ પહેલાં ચેમ્પિયન્સ લીગની ફાઇનલમાં રમ્યું નથી પરંતુ ક્લોપ જાણે છે કે, ઝિનેદિન ઝિદાનની ટીમ તેમને નજરઅંદાજ કરી શકે તેમ નથી.

રિયલ મેડ્રિડ જો ટ્રોફી જીતી જાય તો ૧૯૭૬માં બાયર્ન બાદ સતત ત્રીજા વર્ષે યુરોપિયન કપ જીતનાર પ્રથમ ટીમ બની જશે. રોનાલ્ડો પોતાનો પાંચમી ચેમ્પિયન્સ લીગ ટાઇટલ જીતી શકે છે જેના કારણે તે વ્યક્તિગત રેકોર્ડની બરાબરી કરી બેલોન ડી ઓરની દાવેદારી વધુ મજબૂત કરશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.