Abtak Media Google News

ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના એક ખેડૂત પરિવારના પુત્ર બે મહિના પહેલા સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો જ્યાં છેલ્લા પાંચ દિવસથી પરિવાર સાથે  સંપર્ક તૂટતા પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું ત્યારબાદ ગતરોજ યુવાનની ડેડ બોડી મળ્યા ના સમાચાર પરિવારજનોને મળતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી મળયુ હતું તેમ જ ડેડ બોડીને ભારત પરત લાવવા માટે પરિવારજનો દ્વારા પાટણ લોકસભાના સંસદનો સંપર્ક કર્યો હોવાનું જણાવ્યું હતું

મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના રણાસણ ગામના વતની પ્રવીણભાઈ જોઈતારામ  રણાસણ ગામે ખેત મજૂરી કરી પોતાનું ગુજરાત ચલાવે છે ત્યારે તેમનો પુત્ર મીત અભ્યાસ અર્થે લંડન જવા માંગતો હોય તેઓ દ્વારા તારીખ 19 -9 -2023 ના રોજ સ્ટુડન્ટ વિઝા પર લંડન મોકલ્યો હતો જ્યાં મિતનો પરિવારજનોના સંપર્કમાં રહ્યા બાદ છેલ્લા પાંચ દિવસથી પરિવારજનો સાથે સંપર્ક તૂટી ગયો હતો ત્યારબાદ ગતરોજ મીતની ડેડબોડી મળી આવ્યા ના સમાચાર પરિવારજનોને મળતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું

યુવાનની હત્યા કરી હોવાનો પરિવારજનોનો આક્ષેપ.

મૃતક યુવાનના પરિવારજનો દ્વારા મીડિયા ને જણાવ્યું હતું કે લંડનમા અભ્યાસ અર્થે ગયેલા મિતની કિડનેપ કરીને તેની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો.

મૃતદેહને વતન લાવવા સાંસદનો સંપર્ક કર્યો

મૃતક વિદ્યાર્થી મિતની લાશને ભારત પરત લાવવા માટે પરિવારજનો દ્વારા પાટણ લોકસભાના સાંસદ ભરતસિંહ ડાભીને જાણ કરી હોવાનું પરિવારજનો દ્વારા જણાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.