Abtak Media Google News

માસુમ બસમાંથી ઉતરતી વેળાએ  કરુણાંતિકા સર્જાઈ:  ઘટના સીસીટીવીમાં કેદ

જેતપુરનાં મોટા ગુંદાળા ગામે રહેતી અને ફરેણી સ્વામિનારાયણ વિદ્યાપીઠમાં ધો. 4 માં અભ્યાસ કરતી 9 વર્ષીય વિદ્યાર્થીની સ્કૂલ બસે અડફેટે લેતા ચકચાર મચી જવા પામી હતી.   જ્યારે સ્કૂલાંથી વિદ્યાર્થીઓને લઈ સ્કૂલ બસ ગામમાં વિદ્યાર્થીઓને મુકવા માટે આવી હતી. ત્યાારે વિદ્યાર્થીની બસમાંથી ઉતરીને જઈ રહી હતી. તે દરમ્યાન સ્કૂલ બસનાં ડ્રાયવરે ગાડી આગળ ચલાવતા સ્કૂલ બસ વિદ્યાર્થીની પર ફરી વળી હતી. વિદ્યાર્થીનીને તાત્કાલીક ધોરણે હોસ્પિટલ લઈ જવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

પરંતું 9  વર્ષીય બાળકીનું પ્રાણ પંખેરૂ ઉડી જવા પામ્યું હતું. બસમાં ક્લિનર નહોવાથી ઘટના બની હોવાનો મૃતકના કાકા અને ગામ લોકોએ આક્ષેપ કર્યો હતો. 9 વર્ષીય વિદ્યાર્થીનીનું મૃત્યુ નીપજતા ગામમાં શોકનો માહોલ સર્જાયો હતો તેમજ અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ હતી. વિદ્યાર્થિનીની મૃતદેહને સરકારી હોસ્પિટલ લવાયો હતો. જ્યા હાજર પરના ડોક્ટરે વિદ્યાર્થિનીનું પોસ્ટમોર્ટમ કરવાની ના પાડતા મામલો બિચક્યો હતો.પીએમ કરવાનો ઇન્કાર કરનાર સુપ્રીડેન્ટ અને ડોકટરને ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઉધડા લીધા હતા.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, જેતપુરના મોટા ગુંદાળા ગામના પટેલ ચોકમાં હાજર બપોરના સમયે સ્કુલ બસની અડફેટે એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું હતું. આ સ્કૂલ બસ ફરેણી સ્વામિનારાયણ મંદિરની સ્કૂલ બસ હોવાનું સામે આવ્યું હતું. સ્કૂલમાંથી કેશવી અરવિંદભાઈ અભંગી ઉ.વ 9 નામની વિદ્યાર્થિનીને ગામમાં મુકવા આવ્યા હતા. તે સમયે વિદ્યાર્થિની બસમાંથી નીચે ઉતરી જઈ રહી હતી, બસ આગળથી જઇ રહી હતી ત્યારે વિદ્યાર્થિની બસ નીચે આવી ગઇ હતી. બસ નીચે આવી જતાં વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. વિદ્યાર્થિનીનો મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.

વિદ્યાર્થિનીના મોતને લઇને ગ્રામજનોમાં શોક વ્યાપી ગયો હતો. ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો હતો કે બસમાં ક્ધડક્ટર ન હતો અને ડ્રાઈવરની બેદરકારીને કારણે આ બનાવ બન્યો હતો. જ્યારે બસના ડ્રાઈવરે જણાવ્યું હતું કે, બસમાંથી ઉતર્યા બાદ વિદ્યાર્થીઓએ બસ જવાનું કહેતા બસ જવા દીધી હતી. ત્યારબાદ આ માસૂમ દીકરી કેવી રીતે બસ સામે આવી ગઇ તે ખબર રહી ન હતી.

પી.એમ.નો નનૈયો કરનાર સિવિલ સુપ્રિ. અને તબીબનો કલાસ લેતા ધારાસભ્ય રાદડીયા

વિદ્યાર્થિનીના મૃતદેહને પીએમ અર્થે લઇ જવામાં આવ્યો ત્યારે હાજર ડોક્ટર અને સુપ્રિટેન્ડન્ટ દ્વારા પીએમ કરવાનો નનૈયો ભણી દેતા રાજકોટ ફોરેન્સિક માટે મોકલવાની વાત કરવામાં આવતા અકસ્માતનો મામલો હોઈ જેથી પરિવારજનો દ્વારા આઅંગેની જાણ ભાજપનાં ધારાસભ્ય જયેશ રાદડિયાને કરતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા અને સિવિલ સુપ્રિટેન્ડન્ટને ખખડાવ્યા હતા. ત્યારે સિવિલનાં ડોક્ટર દ્વારા ફોરેન્સિક પીએમ કરવાનું કહેતા ધારાસભ્યએ ડોક્ટરનો પણ ઉધડો લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.