Abtak Media Google News

ઈન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચની ટીમે મીતિયાળાની મુલાકાત લીધી

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મીતિયાળા વિસ્તારમાં વારંવાર આવતા ભૂકંપના આંચકા અનુભવાતા હતા. વારંવાર આવતા ભૂકંપના આંચકા અનુભવાતા સ્થાનિક લોકોમાં આ અંગે ભયનો માહોલ હતો.  આ વિસ્તારમાં ભૂકંપના આંચકા વારંવાર આવતા હોય આ અંગેના કારણ જાણવા માટે પણ નાગરિકોને કુતૂહલ હતું.

Advertisement

અમરેલી જિલ્લા કલેકટરશ્રી દ્વારા આ અંગે ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ, વિજ્ઞાન અને તકનીકી વિભાગ, ગાંધીનગરને આ અંગે પત્ર દ્વારા જાણ કરવામાં આવી હતી. ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ, ગાંધીનગરના વૈજ્ઞાનિક શ્રી શિવમ જોષી અને વૈજ્ઞાનિકશ્રી વિનય દ્વિવેદી તથા તેમની ટીમ દ્વારા આ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી.  ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ, વિજ્ઞાન અને તકનીકી વિભાગ, ગાંધીનગરના  ટીમ દ્વારા આ અંગે તપાસ કરવા માટે રુબરુ મુલાકાત લેવામાં આવી હતી.

છેલ્લા 200 વર્ષ દરમિયાન આવેલા ભૂકંપના આંચકાઓ અંગેનો અભ્યાસ પણ તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. તેમના આ રસપ્રદ અભ્યાસની વિગતવાર વાતચીત તેમણે અધિકારી ઓ, પદાધિકારી ઓ અને નાગરિકો સમક્ષ પ્રાથમિક શાળા ખાતે રજૂ કરી હતી.ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ, ગાંધીનગરના વૈજ્ઞાનિક   શિવમ જોષી અને વૈજ્ઞાનિકશ્રી વિનય દ્વિવેદી તથા તેમની ટીમ દ્વારા મીતિયાળા વિસ્તારમાં વારંવાર આવતા ભૂકંપના આંચકા અનુભવાતા હોય મોટા ભૂકંપની શક્યતાઓ નહીવત હોવાનું જણાવ્યું હતુ. તેમણે વધુમાં કહ્યું કે, ભૂકંપ અંગેની ચોક્કસ આગાહી કરી શકાતી નથી હોતી.

સ્થાનિક લોકોમાં આ અંગે ભયમુક્ત રહેવા, ભૂકંપના આંચકા સંબંધિત વૈજ્ઞાનિક બાબતો ધ્યાને લેવા અને અફવાઓ પર ધ્યાન ન આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ ટીમની મુલાકાત વેળાએ, સાવરકુંડલા-લીલીયા વિસ્તારના ધારાસભ્ય  મહેશભાઇ કસવાળાએ જણાવ્યુ કે, ભૂકંપના મીતિયાળા વિસ્તારમાં આંચકા અનુભવાતા હોય તે અંગેની વૈજ્ઞાનિક બાબતોથી ગ્રામજનો વાકેફ થાય, જાગૃત્ત થાય તે અંગેની વિગતો દર્શાવતા પેમ્પલેટ્સનું વિતરણ કરવા અને કેમ્પ સહિતના કાર્યક્રમો ગોઠવવા અંગે ઘટતું કરવા માટે સંબંધિત અધિકારી ઓ-કર્મચારી ઓને સૂચનાઓ આપી હતી. આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેકટર દ્વારા ભૂકંપના આંચકા અનુભવાતા હોય તેવા સંજોગોમાં ગ્રામ્ય સ્તરે શું કરી શકાય, સાવધાની માટે શું પગલાઓ ભરી શકાય તે માટે તાલીમ વ્યવસ્થા આયોજન કરવા વિશે તેમણે સૂચનાઓ આપી હતી.

ઇન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજિકલ રિસર્ચ ટીમ દ્વારા નાગરિકોને તકેદારીના ભાગરુપે સાવધાની માટે શું-શું પગલાઓ ભરવાના હોય છે અને કઇ બાબતોને અવગણવાની રહે છે તે અનુસરવા અપીલ કરી હતી.  આ મુલાકાત દરમિયાન સાવરકુંડલા-લીલીયા પ્રાંત અધિકારી , સાવરકુંડલા તાલુકા મામલતદાર , સાવરકુંડલા તાલુકા પંચાયત સહિતના અધિકારી ઓ, પદાધિકારી ઓ, સરપંચ  અને મીતિયાળાના ગ્રામજનો સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

450 મકાનધારકોને રાવટી બનાવવા તાડપત્રી આપવા ગ્રામજનોની માંગ

ઈન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચની ટીમ ગઈકાલે  મીતિયાળા  વિસ્તારની  મૂલાકાત  આવી હતી તેઓનીસાથે જિલ્લા કલેકટર સહિતના ઉચ્ચ અધિકારી આવ્યા ંહતા. તેઓની સમક્ષ મીતિયાળાના સરપંચ મનસુખભાઈ મોલાડીયાએ ગામના 450  મકાનો આવલેા છે. વારંવાર  આવતા ભૂકંપના આંચકાના કારણે ભયભીત ગ્રામજનો ઘરની બહાર સુઈ રહ્યા છે.  તેઓનેરાવટી બનાવવા માટે તાડપત્રી આપવા માંગણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.