Abtak Media Google News

બેટરી સહિત અવકાશ અને સંરક્ષણ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતું વેનેડિયમ ધાતુ ખંભાતના અખાતમાંથી મળી આવ્યું છે. 69 થી વધુ સેમ્પલ એકત્રત કરવામાં આવ્યા છે અને વૈજ્ઞાનિકો તેના ઉપર વધુ અભ્યાસ હાથ ધરશે. જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા અનેકવિધ ધાતુઓ ઉપર રિસર્ચ હાથ ધરવામાં આવતા હોય છે ત્યારે ખંભાતના અખાતમાંથી વૈજ્ઞાનિકોને વેનેડિયમ ધાતુ મળી આવ્યું છે જે અવકાશ અને સરક્ષણ ક્ષેત્રમાં ક્રાંતિ સર્જશે.

69 થી વધુ સેમ્પલ વૈજ્ઞાનિકો દ્વારા એકઠા કરાયા વધુ અભ્યાસ હાથ ધરાશે

મરીન અને કોસ્ટલ સર્વે દિવિઝણનના રિસર્ચર બી. ગોપાકુમારે જણાવ્યું હતુંકે, વેનેડિયમ ને લઈ પ્રાથમિક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. અને વેનેડિયમ ધાતુ 55 મિનરલમા જોવા મળ્યું છે. જેનું ઉત્પાદન પણ વધુ ખર્ચાળ હોય છે. નર્મદા અને તાપી નદીથી તાવ તું પાણી ખંભાતના અખાતમાં ભેગું થવાથી વેનેડિયમ ધાતુ નું પ્રમાણ જોવા મળે છે જેના ભાગરૂપે વૈજ્ઞાનિકોએ 69 જેટલા સેમ્પલ એકત્રિત કર્યા છે. વેનેડિયમ ધાતુ સંરક્ષણ અને એરોસ્પેસ ક્ષેત્રે વધુ ઉપયોગમાં લેવાય છે એટલું જ નહીં તેનો ઉપયોગ જેટ એન્જિનમાં પણ થાય છે.

ભારત હાલ સેમિક્ધડક્ટર ની સાથો સાથ બેટરી ક્ષેત્રે પણ પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે મહેનત કરી રહ્યું છે અને વધુને વધુ મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ બનાવવામાં આવે તે દિશામાં પણ હાલ આગળ વધી રહ્યું છે. ભાગરૂપે ખંભાતના અખાતમાં મળી આવેલું વેનેડિયમ ખૂબ ઉપયોગી નીવડસે આ ધાતુ ઉપર વધુને વધુ રિસર્ચ પણ હાથ ધરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.