Abtak Media Google News

મોરબી, અમરેલી, ભાવનગર અને કચ્છના ભચાઉમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે ત્યારે છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો, સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના 5 આંચકા આવ્યા હતા. જેમાં આજે વહેલી સવારે ઉનામાં 3.4ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. લોકો ભયભીત થઇ ગયા હતા.

સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ, ગઈકાલે બપોરે 1:15 કલાકે મોરબીથી 14 કિમી દૂર 2.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ ઇસ્ટ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ બપોરે 4:17 કલાકે અમરેલીથી 43 કિમી દૂર 1.5ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું. રાતે 8:22 કલાકે ભાવનગરથી 12 કિમી દૂર 2.1ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું. આજે વહેલી સવારે 7:43 કલાકે કચ્છના ભચાઉથી 18 કિમી દૂર 2.2ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ નોર્થ નોર્થ ઇસ્ટ ખાતે નોંધાયું હતું અને ત્યારબાદ 8:03 કલાકે ઉનાથી 96 કિમી દૂર 3.4ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ વેસ્ટ ખાતે નોંધાયું હતું.

વારંવાર આવતા ભુંકપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જોકે આજે સવારે ઉનામાં જે 3.4ની તીવ્રતાનો જે આંચકો આવ્યો તેનાથી કોઈ જાનહાની સમાચાર પ્રાપ્ત થયા નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.