Abtak Media Google News

ગુજરાતમાં હાલ ચાંદીપુરા વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વાયરસને કારણે હાલમાં જ એક 5 વર્ષના બાળક સહિત વધુ એક બાળકનું મોત થયું છે. ત્યારબાદ ગુજરાતમાં સ્વાસ્થ્ય અધિકારીઓએ એલર્ટ જાહેર કરી દીધું છે. ચાંદીપુર વાયરસ એક એવો ખતરનાક વાયરસ છે, જે માત્ર નાના બાળકોને જ પોતાના શિકાર બનાવે છે.

શું છે આ ચાંદીપુરા વાયરસ

આ એક એવો ખતરનાક વાયરસ છે, જે સીધો બાળકના મગજમાં એટેક કરે છે. જેને કારણે તેમના મગજમાં સોજો આવી જાય છે. શરૂઆતમાં ફ્લૂના લક્ષણ દેખાય છે, પરંતુ આગળ જતા બાળક કોમામાં ચાલ્યું જાય છે. આ વાયરસનું નામ એક ગામના નામ પર રાખવામાં આવ્યું છે, જે મહારાષ્ટ્રનું એક નાનકડું ગામ છે. પહેલીવાર 1965માં આ વાયરસથી બીમાર બાળકોનો મામલો સામે આવ્યો હતો. સામાન્યરીતે આ વાયરસ 14 વર્ષ કરતા નાના બાળકોને પોતાનો શિકાર બનાવે છે.

ચાંદીપુરા વાયરસ ફેલાવાનું કારણ

આ વાયરસ ખાસ કરીને મચ્છર અને મોટી માખીના કારણે ફેલાય છે. સેન્ડ ફ્લાય માખીઓની એક એવી પ્રજાતિ છે, જે રેતી અને કાદવમાં જોવા મળે છે અને વરસાદમાં તેની સંખ્યા ખૂબ વધી જાય છે. પરંતુ મેદાની ક્ષેત્રોમાં તેને કારણે ચાંદીપુરા નામનો વાયરસ ફેલાય છે.

ચાંદીપુરા વાયરસના લક્ષણ

અત્યારસુધીમાં તેના આ લક્ષણો સામે આવ્યા છે.

  • અચાનક તાવ અને માથું દુઃખવું.
  • વોમિટિંગ થવી.
  • અશક્તિને કારણે બેભાન થઈ જવું.

ચાંદીપુરા વાયરસથી બચવાના ઉપાયો

હજુ સુધી આ બીમારીથી બચવાની કોઈ ચોક્કસ સારવાર શોધાએઈ નથી. પરંતુ તેના લક્ષણ ઈન્સેફ્લાઈટિસ (મગજનો તાવ)ને મળતા આવે છે. જો કોઈનામા પણ આ લક્ષણો દેખાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો. આ વાયરસ માખીઓ અને મચ્છરોથી ફેલાય છે. આથી ઘર અને બહાર સ્વચ્છતા રાખો, જેથી ઘરમાં મચ્છર કે માખી ન ફેલાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.