Abtak Media Google News

વિક્રમ લેન્ડરને નુકશાન નથી થયું, તેની સાથે સંપર્ક સાધવાના પ્રયાસો ચાલુ

લેન્ડરમાં એવી ટેકનોલોજી છે કે પડયા બાદ જાતે જ ઉભુ થઈ શકે, પરંતુ તે માટે ઈસરો તરફી કમાન્ડ મળવા જરૂરી: હાલ લેન્ડરનું એન્ટેના દબાઈ ગયેલી હાલતમાં, નિર્ધારીત સ્ળ કરતા લેન્ડર ૫૦૦ મીટર દૂર પડયું’તુ

ચંદ્રની સપાટીથી વેંત છેટા રહેલા વિક્રમ લેન્ડરી સંપર્ક તૂટી જતા સમગ્ર દેશમાં થોડી નિરાશા છવાઈ હતી. પરંતુ આજે બપોરના સમયે ઈસરોએ કરેલી મહત્વપૂર્ણ જાહેરાતી ફરી આશાના કિરણો છવાયેલા જોવા મળી રહ્યાં છે. ઈસરોએ એવી જાહેરાત કરી છે કે, વિક્રમ લેન્ડરને કોઈ નુકશાન થયું નથી. તેની સાથે સંપર્ક કરવાના પ્રયાસો હાલ ચાલી રહ્યાં છે. વિક્રમ લેન્ડરમાં એવી ટેકનોલોજી છે કે તે પડયા પછી પણ જાતે જ ઉભુ થઈ શકે છે. પરંતુ તે માટે ઈસરો તરફી કમાન્ડ મળવી જરૂરી છે.

વિક્રમ લેન્ડર તેની નકકી કરેલી જગ્યાી ૫૦૦ મીટર દૂર ચંદ્રની જમીન પર પડયું છે પરંતુ જો તેની સાથે સંપર્ક થાય તો ફરીથી બેઠુ થઈ શકે છે. ઈસરોના જણાવ્યા પ્રમાણે ચંદ્રયાન-૨માં એવી ટેકનોલોજી છે કે તે પડયા પછી પણ જાતે જ બેઠુ થઈ શકે છે. પરંતુ તે માટે જરૂરી છે કે તેની કોમ્યુનિકેશન સીસ્ટમના સંપર્કમાં આવવું અને તેનાી જ ઈસરોના કમાન્ડ રીસીવ થઈ શકે છે.

૧૧ દિવસમાં વિક્રમ લેન્ડર સો સંપર્ક થવો જરૂરી

ઈસરો પ્રમુખ કે.સિવને રવિવારે કહ્યું કે, ઈસરોની ટીમ લેન્ડર વિક્રમ સાથે સંપર્ક કરવાનો સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને જલદી સંપર્ક થઈ પણ જશે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે તેમની પાસે વિક્રમ સાથે સંપર્ક કરવા માટે ૧૧દિવસ છે. આજથી જોવા જઈએ તો ઈસરોના વૈજ્ઞાનિકો પાસે વિક્રમનો સંપર્ક કરવા માટે ૧૧ દિવસ છે. કારણ કે અત્યારે પણ લૂનર ડે ચાલી રહ્યું છે. એખ લૂનર ડે ધરતીના ૧૪ દિવસ બરાબર હોય છે. તેમાં ૩ દિવસ જતા રહ્યા છે. એટલે કે હજી ૧૧ દિવસ સુધી ચંદ્ર પર દિવસ રહેશે. રાત્રીના સમયે વિક્રમ લેન્ડરનો સંપર્ક કરવો મુશ્કેલ હોય છે. તેથી જો આ ૧૧ દિવસ જતા રહ્યા તો તે પછી વૈજ્ઞાનિકોએ ખૂબ રાહ જોવી પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.