Abtak Media Google News

ટેક્નિકલ પ્રોબ્લેમને કારણે અગાઉ ૧૫મીએ લોન્ચિંગ રહ્યું હતુ રદ

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) ચંદ્રયાન-૨ને ૨૨મી જુલાઈના રોજ લોન્ચ કરાશે. અગાઉ એવી શક્યતાઓ માનવામાં આવી રહ્યું હતું કે ઈસરો ૨૧ જુલાઈ કે ૨૨ જુલાઈના રોજ ફરી યાનને લોન્ચ કરવાની તૈયારીમાં છે. મહત્વનું છે કે આ વખતે ચંદ્રયાનને બપોરે ૨:૪૩ મિનિટે લોન્ચ કરવામાં આવશે. નોંધનીય છે કે આ પહેલા ૧૫મી જુલાઈએ તેને લોન્ચ કરવાનું હતું જોકે, છેલ્લા સમયે ટેક્નિકલ પ્રોબલેમના કારણે તેને અટકાવવું પડ્યું હતું.

સૂત્રોએ જણાવ્યું કે, એન્જિનિયર્સ ખરાબીને ઠીક કરી રહ્યા છે અને સ્પેસ એજન્સી બે શિડ્યુલ પર ધ્યાન આપી રહી છે. અગાઉ એવી સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી હતી કે, રવિવારે બપોરે તેને લોન્ચ કરવામાં આવી શકે છે. જોકે, ઈસરોએ આ અંગેની સત્તાવાર જાહેરાત કરીને ૨૨ જુલાઈની તારીખ નક્કી કરી દીધી છે.

દરેક લોન્ચ વખતે એક સમય સીમા નક્કી હોય છે જેના આધારે પરિણામ મેળવી શકાય છે. ૧૫ જુલાઈએ સૌથી વધારે ૧૦ મિનિટનો સમય હતો જ્યારે બાકી મહિનાઓમાં દરરોજ ૧ મિનિટનો સમય મળે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ૩૧ જુલાઈ સુધી ચંદ્રયાન લોન્ચ ના થાય તો વધારે ઈંધણની જરુર પડી શકે, આ કારણે એકવાર લોન્ચિંગ રદ રહ્યા પછી ઉતાવળ કરવામાં આવી રહી હતી.

આ સિવાય હાલ ચંદ્રયાનનું લક્ષ્ય વર્ષમાં ચંદ્રનું ચક્કર લગાવવાનું છે, પણ જો આ સમયમાં લોન્ચ ના કરાય તો તે સમય ૬ મહિના સુધી ઘટી શકે છે. સંભવિત લોન્ચને જોતા ૧૮ જુલાઈથી ૩૧ જુલાઈ બપોરના ૨ વાગ્યાથી લઈને ૩:૩૦ સુધીના સમય માટે એલર્ટ જારી કરાયું હતું.

ઈસરોએ લોન્ચિંગની તારીખ ૨૨ જુલાઈ જાહેર કરવાની સાથે ચંદ્રયાન-૨ને લઈને લોકોમાં રહેલી ઉત્કંઠાને જોતા ટ્વીટર પર લોકોનો આભાર વ્યક્ત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.