Abtak Media Google News

ચંદ્રયાન 3 આજે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે

ટ્રેકર દ્વારા ચંદ્રયાન 3ની સ્થિતિને ટ્રેક કરી શકાશે

37.200 પ્રતિ કલાકની સ્પીડથી આગળ વધી રાહેલું ચંદ્રયાન 3 5 ઓગષ્ટે સાંજે 6:59 વાગ્યાની આસપાસ ચન્દ્રની કક્ષમાં પ્રવેશ કરશે. જયારે તે ચંદ્રની કક્ષામાં પ્રવેશ કરશે ત્યારે ચંદ્રથી 40.000 કિલોમીટર દૂર હશે,અને ત્યારથી જ ચન્દ્રના ગુરુત્વાકર્ષણની અસરનો અનુભવ પણ થવા લાગશે.

ચન્દ્રની કક્ષામાં પ્રવેશ માટે ચન્દ્રયાન 3ની ગતિને 7200 થી 3600 કિલોમીટર પ્રતિ કલાકની કરવાં આવશે. અને 23 ઓગસ્ટ સુધી આ ગતિને ઓચીજ રાખવામાં આવશે જેનું મુખ્ય કારણ ચન્દ્રના ગુરત્વા કર્ષણને પાર કરવાનું છે. આ ઉપરાં ઓછી સ્પીડ હોવાથી ચંદ્રયાન 3 ધીમે ધીમે ચન્દ્રની કક્ષાને પકડે અને તેને દક્ષિણ દ્રવ પાસે સફળતાથી લેન્ડ થયી શકશે.

બેંગ્લોરમાં આવેલું ઈસરોનું ISTRAC સતત ચન્દ્રની ગતિ, દિશા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહ્યું છે. આ ઉપરાંત સામાન્ય જનતા માટે પણ એલ લાઈવ ટ્રેકર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. જેના દ્વારા કોઈ પણ વ્યક્તિ ચંદ્રયાન 3ની વર્તમાન પરિસ્થિતિ અને પહોંચ્યું છે તે જોઈ શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.