Abtak Media Google News

લાલપુર તાલુકાના પડણા, જોગવડ, મેધપર, ઝાંખર વગેરે વિસ્તારમાં તાલુકાની આરોગ્ય ટુકડી દ્વારા ર૦ જેટલી હાોટલ, લોજ – રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોમાં આરોગ્ય વિષયક તપાસણી કરવામાં આવેલ હાઇવે પરની આ હોટેલો અને ખાણીપીણીની દુકાનોમાં તપાસણી કરતા ૧૦ કિલો વાસી માવો, ૧૦ કિલો અખાદ્ય પદાર્થ અને ર૦૦ જેટલી નાની મોટી ઠંડા પીણાની મુદત વિતી ગયેલ બોટલો જપ્ત કરી નાશ કરવામાં આવેલ. આ તપાસણી કરેલ તમામ સ્થળે લેખીતમાં નોટીસ આપી ચેતવણી આપવામાં આવી હતી. દુકાનદાર તથા તેમાં કામ કરતા અને ગ્રાહકને ફરજીયાત માસ્ક બાંધવા માટે ખાસ સુચના આપવામાં આવેલ. દરેક દુકાને સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તે માટે દુકાનદારને સુચના આપવામાં આવી હતી.

આ સમગ્ર કામગીરી તાલુકા હેલ્થ ઓફીસર ડો. કે.એન. કુડેચા ના માર્ગદર્શન હેઠળ પડાણા મેડીકલ ઓફીસર ડો. બાસવદતા નાથ, આરોગ્ય સુપરવાઇઝર એન.આર. પરમાર, એસ.કે. સોરઠીયા, બી. એમ. ગોસાઇ, કે.જી. પંડયા, વી.જે. ભાટીયા, સી.એ. ગોસાઇ, પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણભાઇ બેડીયાવદરા અને ડી.એન. ખીંગ દ્વારા કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.